________________
૪૫
સર્વથા પચ્ચખાણ છે અને અણુવ્રતમાં છુટ રાખવી હોય તેટલી રાખી શકાય છે. પાંચ અણુવ્રત છે, પછીના ત્રણ ગુણવ્રત છે.
દિશા ત્રણ છે. ઊંચી-નીચી અને ત્રિચ્છી. આ ત્રણ દિશાનું માપ સંતોષી જીવ કરી શકે છે. ત્રણે દિશાની જેટલી મર્યાદા કરી હોય ત્યાં સુધી ત્રણેય દિશામાં પરિભ્રમણ કરી શકે છે. મર્યાદા એટલે હદ નક્કી કરવી તે, પણ મર્યાદા બાંધ્યા પછી સીમાનું ઉલંઘન ન કરાય. સઈચ્છાએ, કાયાએ કરી પાંચે આશ્રય સેવવાના પચ્ચખાણ-પિતા ની ઈચ્છાથી કાયાએ કરી હિંસા, અસત્ય, ચેરી, અબ્રહ્મ, પરિગ્રહ આ પાંચે આશ્રવ સેવવાના પચ્ચખાણ જેનામાં મમત્વ ભાવ નથી તે આ કરી શકે છે. આટલા દેશમાં જઈ આવ્યા. ત્યાં મોટા મોટા માણસોની મુલાકાત લીધી. ત્યાંના આચાર-વિચાર, રહેણીકરણ જેઈ આવ્યા. એમ દુનિયાની મુસાફરી કરનાર ગર્વ અનુભવે છે અને જે માણસે પરદેશ જઈને આવે એને તમે પૂછે પણ ખરાને કે શું જોઈ આવ્યા? ત્યાને અનુભવ તે કહે? પણ જ્ઞાની પુરૂષોને આત્માના અનુભવ વિશે પૂછે ખરાં? કે આપના આત્મામાંથી જ્ઞાનના તેજસ્વી કિરણે કેમ ફુટે છે? જ્ઞાની અને અનુભવીને મળે છે જેથી આત્માને ઉર્ધ્વગામી બનાવવાના માર્ગો મળે. એક આત્માની કથા કરવી તે સ્વકથા છે. બાકી તે સ્ત્રીકથા, ભત્તકથા, દેશકથા, રાજકથા આ ચારે વિક્યા છે. જે દારૂ પીએ છે, પરમાટી ખાય છે, પરસ્ત્રીગમન કરનાર છે, એની વાત સાંભળીને તમે શું કરશે? પરદેશમાં પંદર વર્ષની ઉંમરના પુત્રપુત્રીને માબાપ કાંઈ પૂછી શક્તા નથી. પગાર લાવતાં થયાં એટલે સ્વતંત્ર વિહારી બને છે. મનફાવે તેની સાથે લગ્નગ્રંથીથી જોડાય છે અને ન ફાવે તો “કેળીભાઈને કુબે, એક મુઓ ને બીજે ઉભે.” ત્યાં સંયુક્ત કુટુંબની પ્રથા નથી. પુત્રે, દાદા-દાદી કે માતાપિતાની સંભાળ પણ લેતા નથી. વડીલોની સેવાનું કામ કઈ કરતું નથી. વડીલે પ્રત્યે સહાનુભુતિ કે લાગણી દાખવી શકતા નથી. વૃદ્ધાવસ્થામાં કઈ કેઈનું થતું નથી. કાને સંભળાતું નથી, આંખેના તેજ ઓસરી જાય છે. વૃદ્ધાવસ્થા એનું કામ કરે છે. છતાં એવે ટાઈમે કેઈ સગા થતાં નથી. આવું બધું સાંભળી એમ થાય કે આ દેશ ખૂબ જ આગળ કેવી રીતે વધે છે? શીલ-સદાચાર કે લાગણી નથી ત્યાં લાખની મિલકત હોય તોય શું? પૂર્વની ભારતીય સંસ્કૃતિ, ત્યારના ઋષિમુનિઓ, સતી સન્નારીઓના જીવન તો જુઓ. જેમણે ધર્મ માટે પ્રાણું અને ધન ન્યોછાવર કર્યા છે. દેશ માટે, ધર્મ માટે જે જોઈએ તે આપવા તૈયાર હતા. એ બધું જેવાને બદલે આજે પશ્ચિમની સંસ્કૃતિને વાયરો વાયે અને બધા એનું અનુકરણ કરતાં થઈ ગયાં. તેથી અહીં પણ લવમેરેજ અને છુટાછેડા કરવામાં આવે છે. હિંદુસ્તાનમાં પણ સંતાને ઈચ્છા મુજબ પરજ્ઞાતિમાં લગ્ન કરે છે. માતપિતાને તેને થોડા દિવસ બળાપ થાય. પછી દિવસે જતાં એ વાત સંકેલાઈ જાય. વળી પેલાને ત્યાં થયું એમ આપણે ત્યાં થયું. દુનિયામાં આ બધું થતું આવ્યું છે એમ થયા કરે છે અને