SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ “બંધન બંધન ઝંખે મારું મન પણ આતમ ઝંખે છૂટકારે, મને દહેશત છે આ ઝઘડામાં, થઈ જાય પૂરે ના જન્મારે બંધન. મધુરા, મીઠાં ને મનગમતાં, પણ બંધન અંતે બંધન છે, લઈ જાય જનમનાં ચકરાવે, એવું દુઃખદાયી આલંબન છે, હું લાખ મનાવું મનડાને પણ એક જ એને ઉંહકારે બંધન. તમારા અંતરાત્મામાંથી છૂટવાને અવાજ આવે છે? બંધને તમને મીઠાં-મધુરાં લાગતા હશે, તે પણ તે ભવના ચકકરમાં પાડનાર છે. પુત્ર-પરિવાર-શરીર આદિને આલંબન રૂપ માનતા હો પણ તે દુઃખરૂપ આલંબન છે. જેને ધમ શરીરને ગૌણ ગણે છે અને આત્માને મુખ્ય ગણે છે. તમે કોને મુખ્ય ગણે છે? આત્માને મુખ્ય ગણતા હે તે આત્મા માટે શું કરે છે? નાસ્તિક હોય એ આત્માને માન નથી, સ્વર્ગને માનતો નથી એમ ખુલે ખુલ્લું કહે છે. આસ્તિકે પિતાની જાતને આસ્તિક કહેવડાવતાં હેય, પણ ધર્મ સાથે-આત્મા સાથે એને કાંઈ લેવા દેવા ન હોય. ધન ખાતર ધર્મને વેચી દેતા હોય તે પ્રચ્છન્ન નાસ્તિક છે. જૈન ધર્મ આત્માવાદી છે. જે તમે જૈન ધમી તે આત્માને જુઓ. ભવથી મુક્તિ કેમ થાય એ વિચારે. આપણા અંતરના રંગમહેલની અંદર બે વ્યક્તિનું શાસન ચાલી રહ્યું છે. (૧) આત્મા, (૨) મન. આત્મા જેનું સર્જન કરે છે, તેનું વિસર્જન કરવા મન હંમેશા પ્રયત્નશીલ રહે છે. આત્મા અને મન બંને એક જ મહેલની અંદર પિતાના કુટુંબીજને સાથે વસે છે. છતાં બંનેના પંથ ન્યારા છે. આત્માને પંથ મુક્તિ છે, મનને પંથ બંધન છે. આત્માની સખી સુમતિ છે, મનની પ્રેયસી કુમતિ છે. મનની પત્ની કુમતિ વિલાસી તારપર વાસનાનું સંગીત છોડે છે. તેના મીઠાં-મધુરા સૂરે પણ આત્માનંદમાં અગન જલાવે છે. આત્મારામ કંટાળી જાય છે એટલે પિતાની પત્ની સુમતિને કહે છે કે તારૂં સુમધુર સંગીત મને સંભળાવ. સુમતિ નિજાનંદના તાર પર સંયમનું સંગીત છેડે છે. ત્યારે આત્મા સુમધુર સુરાવલીમાં સ્વર્ગીય આનંદ અનુભવે છે. ડેલવા લાગે છે. ગાનાર વ્યક્તિ બે છે. એકની અંદર ત્યાગ છે, વૈરાગ્યની ભાવના છે, છુટવાની તમન્ના છે. બીજાની અંદર વાસના છે, કામના છે, એને મોહનાં બંધન પ્યારાં લાગે છે. રંગ-રાગ, નાચ-ગાન, ખાન-પાનની અંદર અપૂર્વ આહૂલાદ અનુભવે છે. આત્માને થાય છે કે આ બંધનને છેડી દઉં. ઉપાધિ જોઈતી નથી. ઉપાધિ ટાળી સાચી સમાધિ સાધું. મન ના પાડે છે. બન્નેનું જોર-શોરથી યુદ્ધ થાય છે. આત્મા સંયમ, તપ, ત્યાગનાં સાધન વડે લડે છે. ત્યારે મન બહિર્ભાવના શ લઈ યુદ્ધ કરે છે. બંને લડે છે. જેનું બળ વધારે, જેની શક્તિ વધારે એને વિજય નક્કી થાય છે. ભગવાન પણ . ૧ માં ફરમાવે છે કે “वर मे अप्पा दंतो, संजमेण तवेण य, माह परेहि दम्मंतो, बंधणेहिं वहेहि य ॥१६॥
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy