SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેર સીતા સંતાપી રાવણુ રાળાણા, દ્રૌપદી દુભાવી દુૉંધન દુભાર્થેા, રે પાપના ભારા તું માંધ મો લુટારા, તારા પાપે પીડાશે તારી કાયા.” સતીને સંતાપનારના કેવા ખુરા હાલ થયા ? રણમાં રાળાણા ને અકાળે મરણને શરણ થઈ ગયા. પદ્મોતર, સ્ત્રીના પેશાક પહેરી દ્રૌપદીને આગળ કરી ૭૦૦ રાણી સહિત શ્રીકૃષ્ણની સામે આન્યા. શ્રીકૃષ્ણુ સમજી ગયા કે દ્રૌપદીએ શિખવાડયુ. હાવું જોઈએ. પણ હવે મરેલાંને શું મારવા ? એમ સમજી દ્રૌપદીને લઈ પાછા વળ્યાં. આ બાજુ ઘાતકીખ ડના તિય કર મુનિસુવ્રત સ્વામી દેશના ઢઇ રહચા છે, ત્યાં કપિલ નામના વાસુદેવ દેશના સાંભળી રહયા છે. તેણે શંખના નાદ સાંભળ્યે એટલે એણે ભગવાનને પૂછ્યું, ભગવંત ! હું વાસુદેવ છું, તા મારા જેવા આ ખીન્ને મળિયા કોણ ? ત્યારે ભગવાને કહ્યું કે આ તે જંબુદ્વીપના ભરતક્ષેત્રના વાસુદેવ છે. અમરકકાના રાજા પદ્મોત્તર દ્રૌપદ્મીને લઈ આન્યા હતા તેને લેવા તેઓ આવ્યા હતા. પ્રભુ ! મારા સમાન પઢવીવાળાને મારે મળવુ જોઈએ. પ્રભુ કહે, મળી નહી શકે. છતાં આ વાસુદેવ જાય છે. શ્રીકૃષ્ણને લવણુ સમુદ્રમાં જતાં જુએ છે. શંખ ફુંકીને એલાવે છે, પણ શ્રીકૃષ્ણુ શંખ દ્વારા જ ના કહી દે છે કે હવે પાછા વળાય તેમ નથી. વાસુદેવ પાછા વળે છે અને અમરકકામાં આવે છે. અમરકકાના ગઢ, કાંગશ મધુ પડી ગયુ' છે. રાજાને જઈને પૂછે છે કે આ શુ' થયું? શજા કહે છે, ભરતના વાસુદેવ લડવા આવ્યા હતાં. મેં એના સામના કર્યાં અને એમને પાછા કાઢા. સરુ થયું. હું હતા નહી' તા તે તમારા પર ચડી આવત. વાસુદેવે તે પ્રભુ પાસેથી સાંભળ્યુ' છે એટલે એને તેા ખબર છે એટલે કહે છે, તું આટલું જ સાચુ' ખેલે છે ? મને તારી બધી ખખર છે. તને દ્રૌપદીએ મચાવ્યેા, નહીંતર તું મરી જાત. રાજા શુ ખેલૈ ? વાસુદેવે એના પુત્રને રાજ્ય આપ્યું'. રાજાને પદભ્રષ્ટ કર્યાં, જીએ, પરનારીના સંગ કરવાની ઇચ્છાવાળાને મળ્યું શું ? માટે જ્ઞાનીઓ કહે છે. જે આત્માના ઉદ્ધાર કરવા હાય તેા વ્રતમાં આવેા. વ્રત પાળતાં કોઈનુ અહિત થયું સાંભળ્યુ છે? શ્રાવક સદાય સંતેષી હાય. સૂર્યની સામે દૃષ્ટિ જાય કે તરત પાછી લઇ લેવાય છે તેમ પરસ્ત્રી સામે નજર જાય કે તરત દૃષ્ટિ પાછી ખેચી લે. સાધુએ વહેારવા જાય અગર ગમે ત્યારે સ્ત્રીઓ એની સામે આવે તેા પણ તે શ્રીની સામે નજરેનજર મીલાવે નહીં. એમાં ખૂબ સાવધાન હોય. કારણ કે આ તા ખૂબ લપસણું સ્થાન છે. જરા અસાવધાન બન્યા કે માઁ સમજવા. રાજપાટ કે અનેક સ્ત્રીઓને છેડીને નીકળેલા પણ જો પ્રલેભનમાં લેાભાણા તા પતનના પંથે પહેાંચી ગયા.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy