SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ४२० ના સંગ કરે કદી નારીને ના અંગોપાંગ નિહાળે, જે જરૂર પડે તે વાત કરે પણ નયને નીચા ઢાળે, મનથી વાણીથી કાયાથી વ્રતનું પાલન કરનારા..આ છે અણગાર અમારા. સ્ત્રીને સંગ કરે નહિ, એના અંગે પાંગ નીરખે નહિ અને કદાચ જરૂર પડે તે નીચી નજરે એની સાથે વાત કરે. मूलमेयमहमस्स महादोस समुस्सयं । ત+હાદુન હંસ નિકથા વનતિf I દશ. અ, ૬ ગા. ૧૭ અબ્રહ્મચર્ય એ અધર્મનું મૂળ છે. મહાદેષ ઉત્પન કરવાનું સ્થાન છે. તે માટે સાધુએ મૈથુનના સંગને વજી દે છે. કુકડાના બચ્ચાને સદાય બિલાડીને ભય હોય છે. કયારે એ કળી કરી જશે એ ખબર ન પડે, એમ સ્ત્રીને પરિચય સાધુને કયારે પછાડી દે એ ખબર પડે નહિ. માટે સાધુ સ્મશાનમાં કે સુના ઘરમાં, બે ઘરની સાંધમાં કે મોટા પંથ ઉપર એકલી સ્ત્રી સાથે વાત ન કરે. સ્ત્રી ચરિત્રને કઈ પામી શકે નહિ. ના પાશમાં સપડાએલા મુંજને ઘેર ઘેર રામપાતર લઈને ભીખ માગવી પડી અને છેવટે હાથીના પગે કચરાઈને મરવું પડયું. રાવણ સીતાને લઈ ગયે. તે પરિણામ શું આવ્યું? અંતે એને નાશ થયે. કે કીચક દ્રૌપદીમાં લેભાણે તે ભીમે એના હાડકાં ખરાં કરી નાખ્યાં આ છે વિષયાંધતાનું પરિણામ. નારદજીએ એક વાર પદ્ધોતર રાજા પાસે દ્રૌપદીના વખાણ કર્યાં. મોહમાં અંધ બનેલા રાજાએ પોતાના મિત્રદેવને બેલા અને કહ્યું કે દ્રૌપદીને અહીં લાવી છે. મિત્રદેવે ના પાડી છતાં તે માન્ય નહીં. દેવે કહ્યું કે આ કામ કર્યા પછી મારી અને તારી મિત્રતા તુટી જશે. રાજા કહે ભલે તુટે પણ આ કામ કરી દે. પિતાના મહેલમાં સુતેલી દ્રૌપદીને ઉપાડી પદ્યોતર રાજાને ભવનમાં મુકી દીધી. દ્રૌપદીએ જાગીને જોયું તે તેને આ બધું અજાણ્યું લાગ્યું. વિચાર કરે છે કે અરે, હું કઈ જગ્યાએ છું? આ મારું ભવન નથી. ત્યાં પડ્યોતર રાજા આવે છે. દ્રૌપદીને કહે છે, મુંઝાઈશ મા. આ મારું ભવન છે. આ ઘાતકીખંડ દ્વીપની અમરકંકા રાજધાની છે! હું એને રાજા પક્વોતર છું. હું તારા રૂપને પિપાસુ બન્યું છું. હું તારો દાસ છું. ૭૦૦ રાણીઓ હોવા છતાં પણ તેને સંતોષ નથી. એટલે હવે દ્રૌપદી પાસે ભીખ માગે છે. અને કહે છે કે જો તું મારું માનીશ તે તને ૭૦૦ની પટરાણી બનાવીશ. દ્રૌપદી વિચારે છે કે જ્યાં જંબુદ્વીપ ને કયાં ઘાતકી ખંડ? પણ મુશ્કેલીમાંથી માર્ગ કાઢ જ રહ્યો. એટલે એણે કહ્યું કે મારે છ મહિનાનું શીલવત છે, ત્યાં સુધી તમે મારા સામું ન જોશો. રાજા વિચારે છે કે છે મહિના તે આંખના પલકારામાં વીતી જશે. અહીં સુધી એની વહાર કરવા કેઈ આવે તેમ નથી, એમ વિચારીને વાત મંજુર રાખી.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy