SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ ચૂરેચૂરા થઈ જાય છે. સુખના ભંડારની અપેક્ષા ભલે રાખી હોય પણ ત્યાંથી સુખને ભંગાર પણ નથી મળવાને. બીજો માર્ગ છે મોક્ષને. ઉપરથી વિષમ દેખાય છે, મુશ્કેલી આવે છે. પણ પરિણામે ત્યાંથી સુખને ભંડાર મળશે. સંસારમાં સુખની સામગ્રી બધી મળી. મેટર-ગાડી, બંગલા વાડી, સ્ત્રી-પુત્ર, પરિવાર બધું છે. દેખીતી રીતે સુખી છે. પણ હૈયામાં અતૃપ્તિની આગ જલે છે. એટલે એને કયાંય શાંતિ દેખાતી નથી. અંતરમાં ઉકળાટ હોય અને ધર્મ સાંભળવા આવે તે સાંભળી પણ ના શકે. એક કાનેથી સાંભળે અને બીજા કાનેથી નીકળી જાય. તેનું કલ્યાણ કેમ થાય! ભગવાનની વાણું સાંભળીને કેટલાંક ભવ્ય આત્માએ સંયમમાર્ગ સ્વીકારવા તૈયાર થઈ ગયા. “સામગ્રી સુખની લાખ હતી, સ્વેચ્છાએ જેણે ત્યાગી, સંગાથ સ્વજનને છોડીને, સંયમની ભીક્ષા માંગી, દીક્ષાની સાથે પંચ મહાવ્રત અંતરમાં ધરનારા, આ છે અણુગાર અમા.” અનેક રાજાઓ અને રાજકુમારેએ તથા હજારે શ્રેષ્ઠીઓ અને શ્રેષ્ઠી પુત્રોએ પ્રભુના નામ પર સંસાર સુખને એક પલમાં લાત મારી દીધી. હજારો સ્ત્રીઓએ પ્રભુના ચરણમાં પિતાનું જીવન સમપી દીધું. કે સુંદર છેઆ માર્ગ ! નથી રમાયે કોઈ દગો નથી અહીં કોઈ દ્રોહ નથી કોઈ સ્વાર્થ કે પ્રપંચ. આ તે છે જીવન શુદ્ધિને માર્ગ. જીવનમાંથી અનેક પાપને સહજ રીતે દૂર કરી નાખ્યા અને જીવનને ઉજમાળ બનાવ્યું. એક રાજાના રાજપાટ બીજા રાજાએ ઝુંટવી લીધા. કોઈના સાલીયાણું પણ બંધ થયા અને સાવ નિર્ધન હાલતમાં મુકાઈ ગયા. એકે સ્વેચ્છાએ બધું છોડયું અને વિતરાગને માર્ગ સ્વીકાર્યો છે. બંનેની પાસે લાડી, વાડી, ગાડી નથી, છતાં બંનેમાં અંતર કેટલું છે? એકને પરાણે, અનિછાએ ત્યાગવું પડયું છે. બીજાએ અંતરની ઉત્કૃષ્ટ ભાવનાપૂર્વક ત્યાગ કર્યો છે. ડામરની સડક હય, સખત તડકે હેય, ખરે બપોરે મુનિ ચાલે જાતે હોય તે પણ મનમાં દુઃખી ન હોય. એ તે વિચારે કે પરવશપણે કેટલું સહન કર્યું છે તે આમાં શું? ધન્ય છે એ મુનિઓને! કે જેઓ તડકાની આતાપના લેતા હશે એની પાસે મારું આ દુખ શા વિસાતમાં છે? આ છે સ્વેચ્છાએ સ્વીકારેલ ત્યાગ માર્ગ કૂતરું એક પેટને ખાડે પુરવા ઘેરઘેર ભટકે છે, છતાં પેટ ભરાતું નથી. આને શું ઉદરી તપ કહેવાશે? એક માનવીને બધું મળે છે, પચાવવાની શક્તિ છે, છતાં એ ઉપવાસ કરી લે છે. તે એ ત્યાગી છે. તપશ્ચર્યા પણ કર્મની નિર્જરા માટે હેવી જોઈએ. તપેલી, વાટકી કે ખુમચા માટે નહીં. જેને સંસારમાં દુઃખના ભડકા જ દેખાય છે, તેને મુખની લાખે સામગ્રી હોવા છતાં એને તિલાંજલી આપે છે. એક માણસને ફાંસી દેવાની
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy