________________
૩૮૮
જ્ઞાની પુરૂષ વચનને રનની ઉપમા આપે છે. મુખ રૂપી કોટડીમાં તે રહે છે. પણું જેને તેને તે બતાવ્યા ન કરાય. યેચ્ય બ્રાહક આવે તે જ તે બતાવાય.
જીભ બંધારૂં પડ્યું છે. રસને સ્વાદ પણ જીભથી લેવાય છે. અને ભાષાને પ્રગ પણું જીભથી થાય છે. આ બંનેમાં જે વિવેક રહે તે જીવન ધર્મયુક્ત બને. અને અવિવેક હોય તે પતનને પંથે લઈ જાય છે. એકદા એક અમીર તેના ગુલામ સાથે બેઠો છે. ઢળતી સાંજને વખત છે. વૃક્ષની છાયા નીચે બેઠા બેઠા બંને વાતે ચડે છે. ગુલામ કઈ પૂર્વના પાપના ગે ગુલામ બન્યું છે. પણ તેનામાં અસાધારણ બુદ્ધિ, શક્તિ અને સંસ્કારની સમૃદ્ધિ છે. અમીર તેને મિત્ર સમાન માને છે. તેનું સન્માન જાળવે છે. ટાઈમ મળે ત્યારે તેની સાથે ધર્મચર્ચા કરે છે.
આજે અમીર પૂછે છે “ મિત્ર, માનવના દેહમાં ઉમદામાં ઉમદા વરતુ કઈ છે?
ગુલામ કહે છે. હજૂર, માનવના અંગમાં જીભ અને હદય ઉમદામાં ઉમદા ચીજ છે. આ સાંભળી અમીરને આશ્ચર્ય થાય છે. તે કહે છે. તમારી વાત કેમ સ્વીકારાય? શરીરનું એક એક અંગ ચડીઆનું છે. બે આંખો કેવાં અમુલ્ય રત્ન છે.! આંખ ન હેય તે જીવન કેવું નીરસ બની જાય. અરે કાન ન હોય તે સત્પરૂને ઉપદેશ કેવી રીતે સાંભળી શકાય? નાક પણ કેવું સુંદર કામ બજાવે છે. જીભ અને હૃદયમાં શું એવું આકર્ષણ છે કે તમે તેને સર્વશ્રેષ્ઠ કહે છે? ગુલામ જવાબ આપે છે. સાહેબ! સંસારમાં સ્નેહ, સદાચાર, સદભાવ છલકાએલા અનુભવીએ છીએ તેનું ઉગમસ્થાન કેણુ છે ? હૃદય જીભમાં મધ જેવી મીઠાશ હોય તે સુખ શોધવા બહાર દષ્ટિ કરવી પડતી નથી. દુમને વધતા નથી. માનવ જીવનમાં બાદશાહને સ્થાને હૃદય છે. અને વજીરને સ્થાને જીભ છે. આ સાંભળી અમીર ખુશ થયે.
હવે અમીર બીજે પ્રશ્ન કરે છે. માનવ શરીરમાં અધમમાં અધમ ચીજ કઈ છે? સાહેબ, હૃદય અને જીભ એ બે વસ્તુ અધમમાં અધમ છે. ગુલામે શાંતિથી જવાબ આપે. આ સાંભળી અમીરે કહ્યું “અરે ભલા માણસ, ઉમદા ચીજનું તું અપમાન કરી રહ્યો છે. સારી વસ્તુ ખરાબ કેમ હોઈ શકે? ગુલામ ઠંડા કલેજે જવાબ આપે છે. આપને મારામાં વિશ્વાસ ન હોય તે ઈતિહાસના પાના ઉથલાવે. વેરઝેર, કલેશ-કંકાસ બધાના મૂળમાં હૃદય ને જીભ છે. માનવ હૃદયમાં જીવનને મંગલ કરનાર ને પણ છે અને જીવનને ખારું ઝેર કરનાર કાતિલ વિષ પણ છે. જીભ કંઈકના સંસારને નંદનવન જે રળીયામણે બનાવી શકે છે. એ જીભ વિષ એકે તે હરિયાળી છવાયેલી હોય ત્યાં રેતીનું શુષ્ક રણ બનાવી દે છે. વચનરૂપી રનમાં પ્રિયતાના પાસા જોઈએ. હિત ચિંતનને આકાર જોઈએ. સત્યના પ્રકાશિત કિરણે જોઈએ. વચન, સત્ય, તથ્ય અને પથ્થથી ભરેલું રહેવું જોઈએ.