SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ' - ચિત્રકારને પીંછી આપી, કલર આપ્યાં, સુંવાળું અને સ્વચ્છ પાટીયું આપ્યું, એને કહ્યું, આના ઉપર સુંદર આદમીનું ચિત્ર બનાવી છે. એણે ચિત્ર દોર્યું. આંખના ડોળ બહાર નીકળી ગયા હોય એવા મોટા ડોળા, નાક મોટું જમરૂખ જેવું, પેટ ગાગર જેવું, હાથ સરગવાની શિંગ જેવા પાતળા અને પગ હાથીના જેવા જાડા. આવું ચિત્ર દેરીને તે લઈ આવ્યું. આ ચિત્ર જોઈને માલિક તે પેટ પકડીને હસવા લાગ્યું. અને કહે છે કે, ભાઈ, આ તે તે મારું બધું બગાડયું. આને શું ઈનામ મળે? ના. એમ આપણને પુણ્યના ઘરની, મન, વાણી, દેહ રૂપ સુંદર ભેટ મળી. હવે એને ઉપયોગ કરી આત્માની અનંત શક્તિઓ ખીલવવાની છે. કર્મથી છુટકારો મેળવવાને છે. એના બદલે જીવ પારકી પંચાતમાં પડે છે. સંસારમાં રપ રહ્યો છે. ખિસકોલી જે ખાઉકણુ સ્વભાવ રાખ્યો. જ્યાં ગયા ત્યાં ઉનું મળે તે ઉનું, ઠંડું પીણું મળે તે ઠંડુ-જે મળ્યું તે પેટમાં નાખ નાખ જ કરે. સવાર, બપોર, સાંજ ખા ખા જ કર્યું. પણ જરાક તે વિચારે કે આ કાંઈ Letter Box ડું છે? પણ ખાવાનું મન જલદી થાય, તપશ્ચર્યાની ભાવના ન થાય. કાબર જે કચકચ કરવાને સ્વભાવ રાખે, બધી વાતમાં કકળાટ જ કરવાને.શેઠ આવે છે, દીકરો આવે છે અને બૈરી આવી છે. બધી બાબતમાં કકળાટ જ કરવાને. બકરાની જેમ જ્યાં ત્યાં માથું જ મારવાનું. ઘરમાં કાંઈ કામ કર્યું અને જે પિતાને ન પૂછયું તે વાંધો પડી જાય. લે, મને પૂછયું કે નહીં, અને દેખાયું નહીં! અને દીકરાની વહુને સમુરતું ચડાવી દીધું? ભલા ભાઈ, ન પૂછયું તે એટલી ઉપાધિ ઓછી. બહુ માથા મારવા જતાં કોકદિ માથું કુટી જશે. અને એમાં જ અંદગી વ્યતીત થશે તે પછી દુર્ગતિના દુઃખ વેઠવા પડશે. માટે સંસારના સુખની અંજામણમાં અંજાશો નહીં. આશા રાખી છે એ નિષ્ફળ જશે, દુઃખને પાર નહીં રહે, માટે જે દુઃખથી મુક્ત થવું હેય, પરિભ્રમણ ટાળવું હોય તે વીતરાગના માર્ગમાં ચાલવા પ્રયત્નમાં લાગી જજો. નિષકુમાર બીજા વ્રતના સ્વરૂપને સમજીને આદરે છે. પછી વ્રતમાં તિરાડ ન પાડે. ખેરાક વિના શરીર ટકે નહીં. તેલ વિના દીપકનું તેજ ઝાંખુ પડી જાય, ચાવી વિના ઘડીયાળની ગતિ મંદ પડી જાય. તેમ વ્રત-નિયમ કે સંયમ વિના જીવનનું તેજ ઝાંખું પડી જાય. જીવનને તેજોમય બનાવવા માટે ભગવાને વ્રતનું આયોજન કરેલું છે. વ્રત શક્તિ આપે છે, ગતિ આપે છે. જેને સત્ય વ્રતને સહારો લીધે છે એને કદી કેટના બારણ જેવા પડતાં નથી. વકિલ, બેરીસ્ટર કે જજને આશરો લેવો પડત નથી. સત્યવ્રતનું પાલન કરે તે કેટે, કચેરીઓ ઉભી કરવી ન પડે. અત્યારે તે કેર્ટમાં પણ કેટલી ગીદી હેય છે. ઝાઝા ઝગડા થાય, ગુના થાય એ માટે વધુ કેટે ઉભી કરવી પડે. ખુનના કેસ તે હાલતાં થાય છે. વધુ કેર્ટો થઈ એમાં કાંઈ રાજી થવા જેવું નથી. એમાં તે શરમાવા જેવું છે કે માણસનું કેટલું પતન થઈ રહ્યું છે?
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy