SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ એક વસ્તુની ઈચ્છા જાગી પછી તેને મેળવવાના બધા પ્રયત્ન કરે છે ને? એમ મેક્ષના સુખની ઈચ્છા જેને જાગે એ એના પ્રયત્ન આરંભી દે છે. નિષકુમારને એ લગની લાગી છે. એટલે એના પ્રયત્ન આદરી દીધાં છે, સત્ય વ્રત સ્વીકારતા મુશ્કેલી આવે અથવા પદગલિક સુખ ચાલ્યા જાય તે પણ એની એને પરવા નથી હેજે અચકાઉં ના સઘળું ભલે ચાલ્યું જાતું, ખીલે જે બાગ તે એક ફુલ ભલે કરમાતું, મારે તે જોઈએ બસ તારું શરણું હે ભગવાન ! દેને વરદાન તે નાચે મારું મન હે ભગવાન! માગું આ જિંદગીમાં એવું વચન હે ભગવાન.” સાધક કહે છે હે ભગવાન, મારે તે તારું શરણું જોઈએ છે. એ શરણું સ્વીકારતા બાહય બધું છોડવું પડે તે એમાં મને જરાપણ વાંધો નથી. અરે, સૌથી વધારે વહાલી આ કાયા એને પણ છોડવા હું તૈયાર છું. મારા આત્માને બાગ સદગુણના સુવાસિત પુષ્પથી ખિલતે હેય તે કાયા-કુસુમ ભલે કરમાય, એની મને ચિંતા નથી. મારે હવે ગાડરીયા પ્રવાહમાં તણાવું નથી. ગાડરનું ટોળું તમે જોયું છે? તેમાં કેટલી શીસ્ત હોય છે. એક ગાડર ચાલ્યું એટલે એની પાછળ બીજું ચાલશે જ. એક કુવામાં પડશે તે બીજી, ત્રીજું એમ બધા જ પડવાનાં. આ શીત છતાં વિવેક નથી. જ્યારે માનવી વિવેકવાળો હોવા છતાં એ પ્રવાહમાં તણાતે જ જાય છે. એકે કર્યું એટલે બીજા કરશે. એકે મીનીસ્કર્ટ પહેર્યું એટલે બીજીએ પહેર્યું. બસ ચાલ્યું. વનપીસ કેવું બહુ લાગે છે. છતાં એ કોણ જુએ છે? એલીફટ પેઈન્ટ, લુંગી, બસ ચાલ્યું એટલે ચાલ્યું. કંઈ જેવાનું જ નહીં. સ્ત્રીના શરીરની મર્યાદાઓ સચવાય છે કે નહીં એ કોણ જુએ? માનવી બુદ્ધિશાળી છે. આંધળા અનુકરણને છોડીને બુદ્ધિને ઉપગ કરે તો તે સવળે માર્ગે વળી શકે છે. આ સુંદર દેહ છે, સારાસારને વિવેક કરવાનું ભેજું છે, કાર્યશીલ બનવાની શક્તિ છે. એ બધું વેડફાઈ જશે તે ફરી ફરી વીતરાગનું શાસન મળવું દુર્લભ બનશે. માટે સદુપયોગ કરી લે. એક ભાઈ કિંમતી કાપડ ખરીદી લાવ્યા. દરજીને કહયું, અને મારા માટે કેટ બનાવે છે. દરજીએ કેટ એ બનાવ્યું કે એક બાંય જ ન કરી અને એક બાંય પગના અંગુઠે અડે એટલી લાંબી કરી. ગળું ૧૩ ઇંચનું જોઈએ એના બદલે ૪ ઈચનું કર્યું. બટન પાછળ બનાવ્યાં. ખીસું એવડું મોટું બનાવ્યું કે તેમાં એક બે કુરકુરીયા સમાઈ જાય. આ કોટ લઈને દેડતે ખુશ થતે માલિક પાસે આવ્યા. આ કોટ જોઈને એને માલિક શાબાશી આપશે કે નાખુશ થશે?
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy