SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ તેને ધર્મની વાત ન ગમે. આજે ઘણાં પ્રમાદી જીવે બીજાની દુકાને જઈ ગપ્પાં મારશે, વહુ કિયે સહુ સની સ્વિત્ર સરસ્ટ સભથ્થર નહીં રે ઉwયે જઇનું કોઈ કહે તે કહી દે કે મને ટાઈમ નથી. મોડું થાય છે. એના જીવનની ઉત્ક્રાંતિમાં પણ તે મોડો જ પડવાને છે. આવા જ રસ્તે ભુલેલા છે. જેને સત્ય મગ પ્રાપ્ત થયો છે તેને વૈભવમાં ચેન પડતું નથી. એકજ ઝંખના છે. હે પ્રભુ, આ જન્મારો તારી આજ્ઞા પ્રમાણે વર્તનમાં જ કાઢે છે. જગતને રુડું દેખાડવા ઘણે સમય પસાર કર્યો. હવે આત્મા માટે ટાઈમ કાઢવે છે. હે પ્રભુ, તારા વચનેમાં મને વિશ્વાસ છે. ગમે તેવી આપત્તિ આવે તે પણ ધીરજ ખુટતી નથી. એક ગરીબ માણસને કઈ યોગીએ કહ્યું, તારા ઘરમાં પૂર્વ દિશાના ખૂણામાં સાત ચરૂ છે. આ માણસ એ યોગીનું વચન સાંભળી આનંદમાં આવી જાય છે. અને કેષ, કેદાળાં અને ત્રિકમ લઈ દવા માંડે છે. ઢીંચણ સુધીને ખાડો કરે છે પણ કાંઈ નીકળતું નથી, છતાં યેગીના વચનમાં વિશ્વાસ છે. હજુ વધુ ખેદીશ એટલે ચરુ નીકળશે. કેડસમાણું ખેદે છે અને એક શિલા નીકળે છે. હવે બાવડામાં વધુ જોર આવી જાય છે. અને અંતે ખણણણ, ખરુણણ ... અવાજ થાય છે. સાત ચરૂ નીકળે છે. ગરીબ માણસ શ્રીમંત બની જાય છે. આટલું ધન મળતાં તે હર્ષાવેશમાં આવી જાય છે. જ્ઞાની પુરુષે કહે છે કે તારી અંદર અનંત નિધાન છે. ધ્યાન ધર. આત્મચિંતન કર. તારી વસ્તુ તને અવશ્ય પ્રાપ્ત થશે. પ્રથમ ધ્યાન ધરવા બેસશે ત્યારે સ્ત્રીના, પુત્રના, પરિવારના, પેઢીના વિચાર આવશે. પ્રથમ ખેદકામ કરતાં ધુળ અને પથ્થર જ નીકળે પણ હજુ વધુ પ્રયત્ન કર. રત્નને ખજાને ત્યાંથી જ પ્રાપ્ત થવાને છે. ધીરજ હારવાની જરૂર નથી. ભગવાનના મહત વાક પર શ્રદ્ધા રાખ. તું ભિખારી નથી. જડ પાસે ભીખ માંગવાની મુકી દે. મોટર, બંગલે આદિ અનંતવાર મળ્યું, તેનાથી આત્માની ગરજ સરી નથી. મનની ભુખ તેનાથી શમતી નથી. દુનિયામાં જે પ્રપંચ ચાલી રહ્યો છે તે પાશેરની કંઠી પુરવા માટે નથી. પણ પેઢીઓની પેઢીઓ ખાય એટલા અન્નના કેઠા પુરવા માટે છે. એક ભાઈ એ અમેરીકાના એક કડપતિ-જહેન જેકબ એસ્ટરને પૂછ્યું, આપની પાસે અપાર સમૃદ્ધિ છે. ૭૦-૭૦ પેઢીઓ ખાય છતાંય ખુટે નહીં એટલું ધન છે. મને લાગે છે કે આપના જે સુખી સંસારમાં કોઈ નહીં હોય. ધનપતિએ હસતાં હસતાં જવાબ આપ્યો, “ભાઈ ! બાહ્ય દષ્ટિએ હું સંસારને સુખી માણસ ગણાતો હોઈશ. પણ જરા વિચાર તો કરે, આટલી અપાર સમૃદ્ધિ હેવા છતાં હું પામું છું શું ? બે ટંક ભેજન અને આ કપડાં કે બીજું કાંઈ? ગદ્ધાવૈતરુ કરું છું અને મેળવું છે કેટલું ? મારા જેવો મહાદઃખિયે બીજો કોઈ નહી હોય.” પાશેર ખાવું અને પાંચ મણની ઉપાધિ કરવી એવી જીવની દુર્દશા છે. કરોડપતિ હોય કે ઝૂંપડીમાં રહેનાર હોય પણ ખાવાને પ્રશ્ન તે બંને માટે સમાન જ છે. પણ વધુ મેળવવાની તૃષા જાગે છે ત્યારથી દુખના પગરણ મંડાય છે. આ કાંઠો જન્મ છે, સામો કાંઠો મત્યને છે,
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy