SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ શું મારી કશ્વિના છે?” કેવળીથી કશું અજાણ્યું નથી, પ્રભુ કહે છે, આ કૃષ્ણલશ્વિના લાડવા છે, પણ તારી લબ્ધિના નથી. તે મુજને કપે નહીં હું વારી લાલ, ચાલ્યા પરઠણ કાજ રે, હું વારી લાલ, ઈટ નીંભાડે જઈ કરી હું વારી લાલ, ચુણ્ય કર્મ સમાજ કે, હું વારી લાલ. આવી શુદ્ધ ભાવના હું વારી લાલ, પામ્યા કેવળ જ્ઞાન રે, હું વારી લાલ ભગવાન નેમનાથ પ્રભુને ખુલાસે સાંભળે. જે કૃષ્ણ લબ્ધિના લાડવા હોય, તે મને કપે નહી. છ મહિનાની તપશ્ચર્યા છે, છતાં પિતાને હાથે પરાવવા જાય છે. શ્રમજીવી સાધુ તે જુઓ ! નીંભાડે હોય ત્યાં જઈ રાખની સાથે એકરસ કરી નાંખે છે. આ પરઠવવાની રીત છે. લાડુને ચળે છે. એમ કમને ચળે છે. ક્ષેપક શ્રેણી, ક્ષપકભાવ, કેવળજ્ઞાન અને કેવળદર્શનને પ્રાપ્ત કરે છે. ચાર ઘનઘાતી કર્મ તુટી જાય છે. અંતરાય કમર તુટી જાય છે. તેથી હવે ગમે ત્યાં જાય ત્યાં એને આહારપાણી મળી રહે. ભગવાન નેમનાથના વચન ઉપર પૂર્ણ વિશ્વાસ છે. આ ધર્મ વીરને છે, કાયરને નહીં. વીરના ભાગે વીર ચાલી શકે, કાયરનું કામ નથી. કેવળજ્ઞાન અને કેવળદર્શન થયું એમાં ઢંઢણ મુનિને પૂર્વ ભવ દેખાશે. ગત જન્મમાં તેઓ ખેડૂત હતાં. તેમને ૧૦૦૦ બળદ અને ૫૦૦ સાથી હતાં. એક દિવસ બધાને છુટવાને ટાઈમ થઈ ગયેલે, છતાં તેમણે હુકમ કર્યો કે એક ચાસ વધારે લે. ૧૫૦૦ જીને એટલી વાર ખાવામાં અંતરાય નાંખી. બાંધેલા કર્મ અવશ્ય ભગવે જ છૂટકે છે. તે કમ ચરમભવમાં ઉદયમાન થયું અને છ મહીના સુધી આહાર પાણીને જેગ ન થયું. “ભરપાણ છેએ પહેલા વ્રતને અતિચાર છે. હાલતાંચાલતાં કેટલાં કર્મ બંધાય છે તેને ક્ષણે ક્ષણે વિચાર કરે. હું બોલું છું, તે કોઈને દુઃખરૂપ થતું નથી ને? કોઈને ભાત પાણીની અંતરાય પડતી નથી ને? જીવનમાં પળે પળે જાગૃત રહે. અમે ધ્રાંગધ્રામાં હતા ત્યારે એક ભાઈ બેલ્યા, “આ ધરતીકંપ થયે. પણ આ જરાકમાં શું? એક જોરથી આંચકો આવે અને આખી દુનિયા નાશ પામે તે સારૂં. આજના લેકો જીવવા યોગ્ય નથી. તેથી ફરી દુનિયા ઉભી કરવાની જરૂર છે.” આવું બેલવાથી કેટલાં કર્મ બંધાય છે? આ હિંસાનુબંધી રૌદ્ર ધ્યાન છે. ભગવાનની ભાવના કેવી હતી? સર્વ જીવ કરૂં શાસન રસી, એવી ભાવના હૈયે વસી.” દરેક જીવ પિતાના આત્માનું કલ્યાણ કરે. અને બધા મોક્ષમાર્ગ જાય. આવી ભાવનાથી તિર્થંકર નામ ગૌત્ર ઉત્પન્ન થયું છે. વીસ સ્થાનકની આરાધના કરવાથી તિર્થંકરનામ ગોત્ર બંધાય છે. તમે ધર્મમાં કેમ સાવ સુનકાર છે? ધર્મની જાગૃતિ હોવી જોઈએ. માનવને જન્મ તે મળે, પણ ભાવમાં બેદાશ છે. ધર્મમાં સુનકાર છે કે ધર્મને ઝણકાર છે? જેની પાસે લાખ કરોડો રૂપિયા આવે છે તેને તેનું ખમીર હોય છે, પાવર હયા છે. તમને જૈન ધર્મ મળે તેનું ખમીર છે?
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy