________________
અને દિકરાને જીવતા શીખે. તમે કહો તે બહારગામ ચાલ્યા જઈએ. બધે વૈભવ આપની ચરણે ધરી દઈએ. રાજા કહે એ નહિ બને, છએને મારી નાખે. મારી આજ્ઞા પાળી નથી એટલે શિક્ષા થવી જ જોઈએ. શેઠની આંખમાંથી શ્રાવણ ભાદર વરસે છે. મહારાજાને ફરીફરી વિનંતી કરે છે. પણ રાજા માનતા નથી. શેઠ કહે છે, સાહેબ, મારા પાંચ પુત્રોને જીવતા રાખો. એકને શિક્ષા કરે. રાજા ના કહે છે. અંતે ચારને, ત્રણને, બંને રાખવાની વિનંતી કરે છે, પણ રાજા તે મકકમ મન કરી ના જ કહે છે. અંતે શેઠ કહે છે, પ્રભુ આપ કૃપાળું છે. આ નાનકડો મારે પુત્ર મને ખૂબ પ્રિય છે. મારી વૃદ્ધાવસ્થામાં ચાકરી કરવા એકને તે રાખે. ત્યાં બેઠેલા બધાં પ્રજાજને પણ રાજાને કહે છે, રાજન, આપે આ શેઠની છેલી વિનંતીને માન્ય કરવી જોઈએ. એટલી દયા વરસાવે. રાજાએ કહ્યું, ભલે, એક પુત્રને હું માફ કરું છું. અને પાંચને ફાંસીએ ચડાવ્યાં, એકને છોડી દીધે.
એવી રીતે સાધુઓ છકાયના રક્ષક છે. પણ શ્રાવક છકાયની દયા પાળી શકતાં નથી. પણ એકને ઉગારાય તે એકને ઉગારવા એમ માની ત્રસ જીવેની રક્ષા કરે છે. નિષકુમારને પ્રભુ પહેલું વ્રત સમજાવે છે. તેના વિશેષભાવ અવસરે.
વ્યાખ્યાન-૫૮ ભાદરવા વદ ૭ શનિવાર તા. ૧૧-૯-૭૧
અહીં બાર વ્રતમાં પહેલા વ્રતનું સ્વરૂપ સમજાવાય છે.
આત્મહિતાર્થે, કર્મ જાળ દૂર કરવા માટે, સાચી વતંત્રતાની પ્રાપ્તિ માટે પ્રખર પુરુષાર્થની જરૂર છે. તેને માટે પ્રથમ બધા ની દયા પાળવી જોઈએ. અહિંસા પરમધર્મ : આ વાકય હંમેશા યાદ રાખે. અહિંસાને જીવનમાં અપનાવે. હિંસાથી નિવૃત્ત બને. શિવસુંદરી વરવા માટે વ્રત લેવા પડે છે તે શિવસુંદરીને વરવું જ હોય તે ગ્યતા પ્રાપ્ત કરવી પડે છે. જેમ વકીલે, ડોકટરે, ઈજનેરે કેટલાય વર્ષો સુધી મહેનત કરે છે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી ડીગ્રી દૂર નથી. દરેક વસ્તુને પ્રાપ્ત કરતા પહેલાં ગ્યતા જોઈએ. યોગ્યતા વિના કોઈ વસ્તુ પ્રાપ્ત થઈ શક્તી નથી. થાય તે ટકી શકતી નથી. આત્માની સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની સૌ કોઈની ઈચ્છા છે. પણ આત્માની પાછળ મહેનત કેટલી કરે છે? જે સિદ્ધિ છે જ છે તે આત્માને પુરૂષાર્થ કરે. શુદ્ધ ચૈતન્યદેવને