SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ સહન થતું નથી. જરા જરા વાતમાં ચડભડ થાય છે. “તમારે મને કાંઈ ન કહેવું. હું તે ટંકણખાર જે છું. મારાથી સહન નહીં થાય.” તુરત જ કહી નાંખે. ભગવાન કહે છે કે, ક્રોધને પી જવું. પેટમાં અપચો થાય છે ત્યારે પાણીમાં ફટસેટ નાંખે છે અને પી જાય છે. પેટમાં અપચે બેસી જાય છે એમ કૈધ આવે ત્યારે ક્રોધના ઉભરાને પી જ, જેથી અંતરાત્મામાં શાંતિ થાય છે. ઉકળાટ બેસી જાય છે. ક્ષમાં સુરતા સાધી આત્મરામને આરાધી, નમું પ્રેમે મુનિ ક્ષમા વીરને.” ગજસુકુમાર શુરવીર અને વીર છે. આત્માના આવરણને દૂર કરવા શુકલ ધ્યાનની ભઠ્ઠી કરી અને કર્મોને ક્ષય કરી નાંખે. આત્મા વિશુદ્ધ બની ગયે, અને કેવળજ્ઞાન પ્રગટાવ્યું. શરીર તે હું નથી. શરીર એ પાડોશી છે. પાડોશીના ઘરમાં ઘીને ડબ્બો ઢોળાય તેમાં મારે શું? શરીર સળગી ગયું અને આત્મા શીતળીભૂત થઈ ગયે તેમાં કેટલી સાધના હશે? તમને નિમિત્ત ભટકાય ત્યારે ગરમ થઈ જાય છે કે ઠંડા રહી શકે છે? અહિંસાની સંપૂર્ણ આરાધના કરે એ મુનિ અને અલ્પાંશે આરાધના કરે એ શ્રાવક છે. નિષકુમાર કહે છે અહિંસા વ્રતનું સંપૂર્ણ પાલન મારાથી થઈ શકે તેમ નથી. તેથી શ્રાવકનું વ્રત લેવા તૈયાર થયો છું. એક વખત એક નગરીમાં રાજાની રાણીની વર્ષગાંઠ છે. તેથી રાતના જાગરણ કરવાનું છે. તેથી રાતના નૃત્ય, ગરબા વગેરે અનેક પ્રોગ્રામ રાખે છે. રાણું કોઈ પુરુષને મુખ ન બતાવે તેથી ઢઢેરો પીટાવે છે કે આજે કઈ પુરુષે ગામમાં રહેવું નહીં. આજે રાણીને Birth day (જન્મદિવસ) છે. જે રહેશે તેને રાજ્ય તરફથી મૃત્યુદંડની શિક્ષા થશે. એક શેઠના છ દીકરા છે. નામું લખી રહ્યા છે. રાજ્યના ઢઢેરાની ખબર છે, પણ ઉઠીએ છીએ, ઉઠીએ છીએ, એમ કરતાં મોડું થઈ ગયું અને ગામના દરવાજા બંધ થઈ ગયાં. અને આ છએ ભાઈ એ રાતના ઘરે રહી ગયાં. મનમાં ખૂબ ભય છે. તેથી ઘરમાં સંતાઈ જાય છે. રાત્રીને પ્રોગ્રામ પૂરું થાય છે, અને રાજા પિોલીસને કહે છે, જાવ, બધે જોઈ આવે. શહેરમાં કોઈ પુરૂષ રહ્યો નથી ને! પિલિસે તપાસ કરે છે. શેઠને ઘરે તપાસ કરતાં એક ગુપ્ત હેલમાં અવાજ સંભળાય છે. પિલિસેને શંકા પડે છે. અંતે છ જણને જીવતા પકડી લે છે. કચેરીમાં છ ભાઈઓને હાજર કરે છે. છએ રાજાના પગમાં પડે છે અને ક્ષમા માંગે છે. “અમે નામું લખવામાં રહી ગયાં અને ટાઈમને ખ્યાલ ન રહ્યો, આથી આપની આજ્ઞાને અમલ નથી કરી શકયા. હવે આવી ભૂલ નહીં કરીએ. એક ગુને આપ માફ કરો.” પણ રાજાને ગુસ્સો છએ ઉપર ઉતરે છે અને હુકમ કરે છે, આ છએ ભાઈઓને ફાંસીએ લટકાવી દે. રાજાશા સાંભળી કચેરીમાં બેઠેલા બધાંના મોઢામાંથી કારમી ચીસ નીકળી ગઈ. છએ યુવાન છે, રૂપરૂપના અંબાર જેવા છે. એક નાના એવા ગુના માટે કેવી શિક્ષા કરે છે? નગરશેઠ એને બાપ છે. એમણે કહ્યું, અમારા ઉપર દયા કરે
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy