SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૧ ઉચ્ચકુળ, સુંવાળા કુટુમ્બમાં અને વૈભવના ઢગલા ઉપર જન્મ થયે હેય પણું ભાઈને અંતરાય કમને એવો ઉદય હોય કે કાંઈ ખાઈ ન શકે. મોટી મહેલાતા હોય પણ પથારીમાં પડખું ફરવાનીયે ડોકટરની મનાઈ હોય. ગરીબના છોકરાં માંદા પડે અને શ્રીમંતના માંદા ન પડે એવું ખરૂં? કઈ એમ કહે જેને ખાવાપીવાનું વ્યવસ્થિત ન હોય, ગરીબને ટાટુંશીરૂ જેવુંતેવું અવ્યવસ્થિત ખાવું પડે તેથી તેને રાગ આવે, પણ શ્રીમંતને એવું હેતું નથી. તેને તે દરરોજ સુંદર પુષ્ટિકારક ગરમાગરમ ખેરાક ખાવા મળે છે, છતાં રેગ આવે છે. કહેવું જ પડશે કે રેગ કર્મને લીધે આવે છે. જીવ કર્મ કરે ત્યારે એમ વિચારે છે કે મારી લીલા કેઈ દેખાતું નથી. માનવીનું જીવન દંભી બની ગયું છે. કરવું છે કાંઈ અને દેખાડવું છે કાંઈ પશુઓનું જીવન પ્રગટ હોય છે. જેવું અંદર હોય તેવું બહાર દેખાડે છે, ઢાંકપીછેડે નહિ કરે. ત્યારે માનવી હોય કે અને દેખાવ કરે કે? સદાચારી થવું નથી, છતાં સદાચારી કહેવડાવવું છે. સત્યવાદી નથી છતાં સત્યવાદી કહેવડાવવું છે. કોર્ટમાં ભગવાનના સેગંદ ખાય છે. સત્યને સેગંદની જરૂર નથી. સત્યને સાક્ષી પુરાવા શા? સમ ખાય તે ખોટા. આજે તે પૈસા ભરીને સાક્ષી પુરાવા ઉભા કરીને કેસ જીતી જાય છે. ન્યાયાલયમાં ન્યાય પણ પૈસા પર તળાય છે. દંભ એ સાચું જીવન નથી. છતાં આજે જાણે દંભ એ જ જીવન બની ગયું છે. ગધેડા પર વાઘનું ચામડું ઓઢાડી દો તેથી ગધેડો વાઘ બની શકતું નથી. ભૂકે એટલે તરત ખબર પડી જાય છે. સતીન દેખાવ કરવાથી વેશ્યા સતી બની શકતી નથી. સ્વાંગ સેવકને સજે અને સમાજસેવક તરીકે પિતાની જાતને ઓળખાવે, પણ ઘરડા માબાપની સેવા કરવામાં શરમ આવે છે. ફેગટ જે સન્માન મળે તે તે લેવામાં અચકાતું નથી. “સ્વાર્થ અહંકારમાં ખદબદે જગત આ, વિરલ દેખાય છે પ્રેમ સેવા, અવરનું અહિત ઈચ્છા કરી આદરે, સર્વ કે માગતું મિષ્ટ મેવા, ઉપરનું શોભતું રૂપરંગે ભર્યું, અંતરે ફડ–કચરા ભરેલા, દંભ આડમ્બરે જીવન ભરપૂર છે, વિરલ વિશુદ્ધ પ્રભુથી ભરેલા.” આજે મોટેભાગે જ્યાં નજર કરીએ ત્યાં સ્વાર્થ અને અહંભાવયુકત જીવન જ દેખાય છે. બીજાને દુઃખી કરીને, બીજાને પછાડી દઈને પિતાને આગળ આવવું છે. માલમલિદા ઉડાવવા છે. અંતરમાં ગમે તેવું હળાહળ ઝેર ભરેલું હોય પણ જગતની નજરે સારા દેખાવું છે. જગતમાં થેડી વ્યક્તિ જ એવી હશે કે જે બીજાને સુખી કરે અને પોતે દુખને ઓઢી લે. દંભ જીવનનું પતન કરનાર છે. પણ જીવ સ્વાર્થ ખાતર પિતાના હિતાહિતને વિચાર પણ કરતું નથી. શ્રાવકનું જીવન સફટિક જેવું દેવું જોઈએ. जहा अंतो तहा बाहि, जहा बाहिं तहा अंतो
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy