SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ને માણેક મળતાં નથી. મારામાં જે ડુબકી મારે છે તેને હું ન્યાલ કરી દઉ છું. પુરુષાર્થ કરે અને લઈ જાવ. વગર મહેનતનું મળે તેની કિંમત પણ શી હેાય? આપણે પણ ગુણ રત્નને પ્રાપ્ત કરવા હશે તે હદયના વિરાટ સાગરમાં ડુબાડી મારવી પડશે. જગતનું વિસ્મરણ કરવું પડશે. ધર્મ ક્રિયા કરતાં ચિત્ત એકાગ્ર કરવું પડશે આવ્યું હોય સામાયિક કરવા અને પાકીટ ઘરે ભુલી આવ્યું. અરે ! ઘાટી લઈ જશે તે ! આવી ચિંતામાં સામાયિકમાં પણ ધ્યાન આપી શકો નથી. સામાયિક કરે છે પણ મન ઘરે ભમતું હોય છે. મન અને કાયાના વેગને સ્થિર કરીને બેસવું જોઈએ. એક સામાયિકની કિંમત કેટલી છે ? એક લાખ સોના મહોરના દાન કરતાં શુદ્ધ ભાવે કરાયેલી સામાયિક ચડી જાય છે. વ્યાસજી વ્યાખ્યાનની પાટે બેઠા છે, બધા ચેલકાએ આવી ગયા છે, પણ વ્યાખ્યાન શરૂં થતું નથી. બધા ચેલકાઓ ઘુસપુસ કરે છે. જ્યાં સુધી જનકવિદેહી નહીં આવે ત્યાં સુધી વ્યાખ્યાન નહીં આપે, ગુરૂજીને પણ રાજાને કેટલે મોહ છે ? આપણે સંસાર છોડીને આવ્યા તેની કિંમત નથી અને રાજ્યમાં લુખ્ય એવા રામને સારૂં મનાવવા આ પ્રમાણે કરે છે “આ વાત ગુરુજીએ સાંભળી પણ કાંઈ બોલ્યા નહીં રાજા પધાર્યા અને વ્યાખ્યાન શરૂ થયું. વ્યાસ ઋષિ લબ્ધિધારી હતા. ચેલકાઓની સાન ઠેકાણે લાવવા લબ્ધિને ઉપયોગ કર્યો. વ્યાખ્યાન ચાલુ છે. ત્યાં અધવચમાં એક માણસ જોરથી બૂમ પાડી કહે છે. “રાજાજી! તમારે મહેલ સળગે છે, જલદી દોડે, વ્યાસ ત્રષિ તથા તેમના પરિવારનું રહેઠાણ પણ ત્યાંજ હતું. મહેલ સળગે છે તે સાંભળી ચેલાઓ બધા ઉભા થાય છે. અને એક પછી એક બધા ચાલ્યા જાય છે. કોઈ કહે છે અમારું કમંડળ ત્યાં પડ્યું છે. કોઈ કહે છે અમારાં પાના ત્યાં છે, કેઈ કહે છે. અમારાં વસ્ત્રો ત્યાં છે. જલદી દોડો-નહીં તે આપણું બધું સળગી જશે. જનકવિદેહી શાંતચિત્તે જરાપણું ઉદ્વેગ વિના પૂર્વવત્ બેઠા છે. તેમને વ્યાસ મુનિ પુછે છે રાજનતમારે મહેલ સળગે છે. છતાં તમે કેમ ઉભા ન થયા? રાજા કહે છે. “જે સળગે એ મારું નહીં અને મારું હોય તે સળગે નહી”. તમે વ્યાખ્યાન ચાલું રાખો. બધા ચેલકાઓ થોડીવારમાં પાછા ફરે છે. ગુરૂ પૂછે છે. આટલી વારમાં કયાં જઈ આવ્યાં? ચેલકાઓ કહે છે. રાજાની પરસાળમાં આપણું બધુ સળગતું હતું. એમ કેઈએ બેટી અફવા ઉડાડી એટલે ત્યાં ગયા. પણ કાંઈ સળગતું હતું. વ્યાસજી પૂછે છે. રાજા તમારી સાથે આવેલા? શિષ્ય કહે છે. ના, એ નથી આવ્યા. એ તે અહીંયા બેઠા છે.” ગુરૂ શિષ્ય ને કહે છે. તમે અરસ પરસ વાત કરતાં હતા કે ગુરૂ વ્યાખ્યાન કેમ ચાલુ કરતાં નથી ? પણ જે પાત્ર સાંભળવા એગ્ય હોય એને સંભળાવાય. તમે બધા જલદી ભાગ્યા. રાજાને કેટલે વૈભવ છે? છતાં તેઓ અહીં બેસી રહ્યાં અને તમે દોડી ગયા. જેની પાસે ઘણું છે, છતાં તેને મેહ નથી. તમે બહારનું છોડયું છે, પણ અંદરથી છોડી શક્યા નથી. રાજા નિલેષ
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy