SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૫ 'ગજસુકુમારને દેહ ભડભડ બળે છે. છતાં ભગવાન કહે છે તેને આગ અડતી નથી, તેઓ શિતળીભૂત થઈ રહ્યાં છે. તેના આત્માને આગ સળગાવતી નથી. જડ જુદું અને ચેતન હું એ સમજણને જીવનમાં ઉતારી તે આનું નામ. જ્યારે આપણે જરી જરી વાતમાં લેવાઈ જઈએ છીએ, જશક કાંઈક થાય તે આકુળવ્યાકુળ બની જઈએ છીએ કયાંય ચેન પડતું નથી. ગભરામણ થઈ જાય છે. વાંચ્યું ઘણું. સમયસાર, પ્રવચનસાર વાંચ્યું કે ભગવતી સૂત્ર વાંચ્યું. બધું વાંચ્યાને સાર શે કાય? હવે જડ ચેતનના જુદાપણાને કરને અનુભવ દેહ છતાં દેહાતીત દશા કરી નાખે, પોશીના ઘરમાં ઘી ઢોળાય તે મારે શું? તેમ શરીર તે એક પડોશી છે. હું એ બધાંથી જુદો. આમ જ્ઞાતાદ્રષ્ટાને ભાવ કેળવવાની જરૂર છે. સિંહના જડબામાં ચવાતાં ચવાતાં, સાગરના મોજામાં ફંગોળાતા ફંગોળાતાં, શિલા સાથે માથાની પરી ફુટતાં કુટતાં કેટલાંય મહાપુરુષોએ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. બેબી જેમ કપડાંને પછાડે, તેમ બે પગ પકડીને વેરી દેવતાઓ પહાડ સાથે અફળાવે છે. ઉદેફેદ ઉડાડે છે. તે પણ મોક્ષ મેળવે છે. કેવી અસહ્ય વેદના છતાં એમને નહીં. હું તે જ્ઞાતાદષ્ટા છું. દેહને માટે આત્માને અનંતવાર ખુવાર કર્યો છે. હવે એક વખત આત્માર્થે દેહ ભલે ખપી જાય.” અહીદ્વીપ એટલે જંબુદ્વીપ ઘાતકીખંડ દ્વિીપ અને પુષ્કર અડધે અને બે સમુદ્ર-લવણું અને કાળે દધિ, તેમાં વાલા જેટલી જગ્યા પણ ખાલી નથી કે જ્યાંથી સિદ્ધ ન થયાં હાય. ૧૪ લાખ, ૧૬ હજાર અને ૯૦ નદી જંબુદ્વીપમાં છે. કંચનગીરી આદિ ૧૦૦ પર્વત છે. આટલા બધામાં અનંતકાળમાં પર્વતને કાંકરે કાંકરે અને નદીના ટીપે ટીપેથી સિદ્ધ થયા છે. તે કેટલાને દરિયામાં ઝીંક્યા હશે ? કેટલાને ડુંગર સાથે અથડાવ્યા હશે? વેરી દેવતાઓ ઉપાડે ત્યારે છઠ્ઠા ગુણસ્થાને હોય અને પછી અપ્રમત્તદશા પ્રાપ્ત કરે. ક્ષપકશ્રેણ-ક્ષાપકભાવ, કેવળજ્ઞાન, કેવળ દર્શનને પ્રાપ્ત કરી મોક્ષમાં જાય. વેરી દેવતા દુઃખ દેવામાં બાકી ન રાખે. ત્યારે આત્માથી સાધકે કર્મના ભુકકા ઉડાડવામાં બાકી ના રાખે. આવા અનંતસિદ્ધો આપણા માટે આદર્શરૂપ બન્યા. અરિહન્ત પડકારીને કહે છે, તમને અત્યારે કેણુ ચીચેડામાં પીલે છે? તમારા શરીરની ચામડી કોણે ઉતારી છે? તે પછી તમને કેમ ક્રોધ થાય છે? શા માટે કષાય કરે છે ? તમારા આત્માનું શા માટે બગાડે છે? તમારે જન્મમરણના ફેરામાંથી છુટવું છે કે ફસાવું છે? કષાય ભાવ ઘટાડવા માટે સંયમ લીધે છે તે તેમાં કેટલા આગળ વધી રહ્યા છે? જરા વિચાર કરજે. સંયમને માગે છે કે પતિ થતાં જાય છે? ભલે બીજાને ન સમજાવી શકે, પણ પિતાના આત્માને સમજાવે તે પણ ઘણું છે. કેટલાંય બહારમાં વાણીને વ્યવસાય ખૂબ કરશે, પણ પોતાના જીવનમાં શૂન્ય હશે. કેટલાંક પિતે તરે છે અને બીજાને તારતા નથી. કેટલાક પિતે તરતા નથી ને ૩૯
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy