SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ પંદર પ્રકૃતિ જાય ત્યારે ચારિત્ર આવે. ચારિત્ર મોહનીય અને દર્શનમોહનીય એ. બે મોહનીય કર્મની પ્રકૃતિ છે. દર્શન મોહનીયથી બધી બીજ હણાય છે. અને ચારિત્રમેહનીયથી વીતરાગતા હણાય છે. ચારિત્ર મેહનીય જ્યાં સુધી હોય ત્યાં સુધી જીવનમાં વીતરાગતા નહીં આવી શકે. આમ બે ગુણને હણવાવાળું કમ મોહનીય છે. અનંતાનુબંધીની ચેકડી ગઈ. એટલે અંશે વીતરાગતા પ્રાપ્ત થાય. અનંતાનુબંધી ચેક અને દર્શન ત્રિક જાય ત્યારે સમક્તિ પ્રાપ્ત થાય. ઉપરની સાત તથા પ્રત્યાખ્યાનીની ચેકડી જાય એટલે દેશવિરતીપણું આવે. તમે શ્રાવક છે. તમારે કેટલી પ્રકૃતિ ગયેલી હેવી જોઈએ ? ૧૧ પ્રકૃતિ ગઈ છે ? સામાયિકમાં સમભાવ કેળવ્યું છે? સામાયિક એટલે સમભાવ. રાગ, દ્વેષ વગરનો ભાવ કેળવવો, શત્રુમાં કે મિત્રમાં સમાનભાવ આવે જોઈએ. એક વખત વલ્લભભાઈ કેર્ટનું કામ કરી રહયા હતાં. ન્યાયની અદાલતમાં વાદી-પ્રતિ. વાદીના મુકદમા સાંભળી રહ્યાં હતાં. ત્યાં પિટમેન આવ્યું. તાર આપીને ગયા અને તાર વાં. વાંચીને ખિસ્સામાં મુકી દીધે. બધાના કેસને સારી રીતે ચુકાદો આપી દીધે. પુર્વવત્ બધું કામ વ્યવસ્થિત રીતે પતી ગયું. અને કોર્ટમાંથી નિવૃત્ત થયાં ત્યારે એક મિત્રે પૂછયું, તાર શાને આવ્યું છે? વલ્લભભાઈ પટેલ કહે છે, મારી પત્ની દેશમાં ગુજરી ગયા છે, તેને તાર છે. બધા કેસ પતાવ્યા તે દરમ્યાન તેમના મુખ પર જરા પણ ગમગીની ન દેખાઈ. પત્ની ગુજરી ગઈ તેને તાર આવ્યું છતાં જરા પણ ચિત્તની વિહ્વળતા વિના, આંખમાં આંસુ લાવ્યા વિના પિતાની ફરજે બરાબર બજાવી. આવું સમતલપણું આવા પ્રસંગોમાં તમે રાખી શકે? સામાયિક કરનારા, વીતરાગને ભજનારા, રાગ એ દુશ્મન છે એમ કહેનારા આપણે સમભાવને કેટલે કેળવી શક્યા છીએ? પિતાનાં અંગત એવાં કારણે આવી પડે ત્યારે કેટલા ટકી શકીશું? ધર્મ કેટલે પચે છે તે અવસરે ખબર પડે. એક વખત વલ્લભભાઈ પટેલને એ વિચાર આવ્યો કે શહેર છેડી પિતાના વતનમાં થોડો વખત રહી હવા ફેર કરી આવીએ. ત્યાં તેમને બામલાઈ થઈ ભલેને દેશ મૂકી ગમે ત્યાં જઈએ પણ કર્મ તે સાથે જ આવવાના છે. બામલાઈની એવી પીડા કે વાત જ મુકી છે. ગામડામાં તે ડોકટર કેવા અને વાત કેવી? અસહ્ય વેદના થવાથી ગામલેકને પૂછે છે કે અહીં બામલાઈ મટાડે તેવા કેઈ ડોકટર ખરાં? ત્યારે ગામવાળા કહે છે, એક હજામ છે. તે બધાની બામલાઈ મટાડે છે તેમણે હજામને બોલાવ્યું. તે તે વલ્લભભાઈ પટેલને જોઈને જ ધ્રુજી ગયે. તે કહે, તમારા જેવા મહાપુરૂષને કેમ ડામ દઈ શકાય? ત્યારે તેઓ કહે, તું જેમ કરતો હોય તેમ જ કરજે. મને જરા પણ વધે
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy