SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ આરામાં અઠ્ઠમ ભકતે, બીજા આરામાં છઠ્ઠ ભક્ત અને ત્રીજા આરામાં ચઉત્થ ભકતે આહાર કરે. કલ્પવૃક્ષ મનવાંછિત સુખ આપે છે. પ્રથમના ત્રણ આરામાં વજઅષભનારાચ સંઘયણ શરીરવાળા હોય છે. તેના હાડકાની મજબૂતાઈ એટલી બધી હોય કે તેના ઉપરથી હાથી ચાલ્યા જાય તે પણ હાડકું ખસે કે ભાંગે નહિ દાંતની બત્રીસી એવી હોય કે જાણે એક જ દાંત હોય. સદાય યુવાન રહે. માનવીની પાસે પુન્યને સ્ટોક સારે એવો હોય છે ત્યારે બધી જાતની અનુકૂળતા પ્રાપ્ત થાય છે. જુગલિયાને જરા કે રોગ આવતા નથી. જગલિયા શુભ પરિણામથી મરીને દેવગતિમાં જ જાય છે. જુગલિયા જોડલારૂપે જ અવતરે છે. મારે ત્યારે એકને છીંક ને એકને બગાસું આવે છે ને સાથેજ મરે છે. કોઈને વિયાગ પડતો નથી. છ મહિના બાકી રહે છે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે ત્યારે એક જોડવું પ્રસરે છે. તેમાં પ્રથમ આરામાં છરૂની પ્રતિપાલના ૪૯ દિવસ કરે. બીજા આરામાં ૬૪ દિવસ, ત્રીજા આરામાં ૭૯ દિવસ કરે. ભાઈ-બહેન હોય ને તે જ પતિ-પત્ની થાય છે. આ ત્રણ આરા જુગલિયાના જાણવા. ત્રીજા આરાના (૮૪ લાખ પૂર્વ ૩ વર્ષ ને ૮ મહિના) ચોરાશી લાખ પૂર્વ ત્રણ વર્ષને સાડા આઠ મહીના બાકી રહ્યા ત્યારે શ્રી ત્રાષભદેવ સ્વામીને જન્મ થયો. તેમનું ૫૦૦ ધનુષ્યનું દેહમાન ને ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય હતું. સીતેર લાખ કોડ અને છપન હજાર કરોડ વર્ષે એક પૂર્વ થાય. આવા ૮૪ લાખ પૂર્વનું ભગવાનનું આયુષ્ય હતું. અને આદિનાથ ભગવાનના માતા મારૂદેવાનું આયુષ્ય કોડ પૂર્વનું હતું. ત્રષભદેવ સ્વામીને સે દીકરા હતા. ઋષભદેવના ભરતાદિક સે પુત્ર, વૈરાગ્ય મન આણી સંયમ લીયે અદ્ભુત, કેવલ ઉપરાયું કરી કરી કરતુત, જિન મત દિપાવી સઘળા મોક્ષ પહંત” ભગવાનનું આદર્શ કુટુંબ તે જુઓ ! કેટલા મહાભાગ્યવાન આત્માઓએ ત્યાં આવી જન્મ લીધો. તેમના માતાને હાથીના હોદા પર અનિત્ય ભાવના ભાવતાં ભાવતાં કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. એ સે દિકરાએ દીક્ષા લીધી. અને તદુભવે મોક્ષમાં ગયા. તમારે કેટલા દીકરા છે? કેટલાને દીક્ષા આપી? ધર્મને પંથે દોરતા જીવ નથી ચાલતું અને કર્મના પંથે ઉત્સાહથી જોડે છે. પણ બાંધેલાં કર્મ અવશ્ય જોગવવા પડશે. કર્મ કેઈની શરમ રાખતું નથી. તમે એને કશે વિચાર કર્યો છે? પુત્રને ભવ ન બગડે, એને રખડવું ન પડે, એવી ભાવ દયા આવે છે? કરૂણા આવે છે? તમને તમારી પિતાની જ દયા ન આવે ત્યાં પુત્રની દયાની વાત કયાં કરવી? શરીરને રેગ જેટલે ખટકે છે તેટલે ભવરોગ ખટકો નથી. દિકરાને તાવ આવે તે ઢીલા ઢીલે થઈ જાય છે. જી ડોકટરને બોલાવે છે. દેહનું દર્દ મટાડવા પૈસાનું પાણી કરે છે. તાવ ઉતરે ને ઝટ સાજે થાય એમ ઈચ્છે છે. પણ આ દિકરો ભવ રોગમાંથી કેમ મુક્ત થાય એવું ઈચ્છે છે? એને કદિ પણ ધર્મનું રહસ્ય સમજાવે છે ? સારા અને ૩
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy