SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ એમ મનાઈ ગયું છે. જાને ચૈતન્ય મનાઈ ગયું છે. જડ વરતુ એ તારી નથી. તું એને નથી. જડ તારૂં ન થાય. તું એને ન થાય. પર તે પર છે. હવે તે સ્વ છે. છતાં વિભાવ (ભાવ) કરીને જીવ કર્મના ગાંસડા બાંધે છે. મન પર છે. ઇન્દ્રિય પર છે, શરીર પણ પર છે. આત્માને સમજાવે. હે જીવ! તે પર માટે અંદગી વેડફી નાખી જ્ઞાનીએ તે પરને મોહ છોડે. પરની પ્રીતિ છેડી દીધી, કાયાને સિરાવી નાખી. એની હું સાર-સંભાળ નહીં કરું. એને જ્ઞાતા તથા દષ્ટ બનીને જોઈશ. તટસ્થ ભાવને કેળવીશ. એમ જેને રાગભાવને છેડી દીધે તે રમશાનમાં, સુના ઘરમાં, લુહારની કેડમાં, ઉધાનમાં વિચરે છે, પિતાના (નિજ) વરૂપનું ધ્યાન ધરતાં વિજય મેળવે છે, તત્વને તારવી લે છે. માખણના પીડા ઉતારે છે. આ જ નિજ સ્વરૂપ રમણતાનું ફળ છે. નિજ સ્વરૂપમાં જે જે જીવે રમ્યા છે એમને સિદ્ધિ વરી છે. સિદ્ધિને મેળવવી હોય તે સાધના કરવી પડશે. સાધનાથી આમ-શુદ્ધિ થાય છે. અને આત્મ-શુદ્ધિથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેને માટે દેહભાવને પણ ક્ષય કરે જોઈશે, જેણે દેહાધ્યાસ છોડ, તેને ધન, માલ, મિલકત માટે મમત્વ નહીં રહે. એને આ બધું પર ચીજ છે એમ લાગશે. આજ સુધી અજ્ઞાની જીવ પરમાં રમ્યો છે. આ રમત કયારે પૂરી થશે? “હેયે રમત ઘડી બે ઘડી, બહુ તે દિવસ બે-ચારની, આ તે અનંતા યુગ ગયા, એવી રમત રમવી નથી. દૂર કાં પ્રભુ દેડ તું, મારે રમત રમવી નથી, આ નયન બંધન છોડ તું, મારે રમત રમવી નથી.” કોઈ માણસ રમવા બેસે તે બે ઘડી, ચાર ઘડી રમે છે. એક રાત કે એ રાત રમે છે, આ તે જીંદગીની અંદગી હોડમાં મૂકી દીધી. હવે પાછો વળ! તારા ઘર સામે જે. નિજ સ્વરૂપને અનુભવ છે. જ્યારે પિતાના-નિજ સ્વરૂપની અનુભૂતિ થાય છે, આત્મ સુધા-રસને સ્વાદ ચાખે છે ત્યારે જગતનાં બીજા રસ ફિક્કા લાગે છે. મનને કેન્દ્રિત કરવું જોઈએ. જે આત્મામાં રમતું હોય, તે પર્વતમાં રહે ગુફામાં રહે કે ઝાડ નીચે રહે પણ આત્મતત્વ સિવાય બીજું કાંઈ વિચારે નહીં. ગાણું તે આત્માનાં ગાય, કોઈ માણસને ઘેર દિકરાનું સગપણું કર્યું. બધાં સગાંવહાલાં ચાંદલામાં ભાગ લેવા આવ્યા છે. એમાં વરરાજાનાં પિતાશ્રીને વીંછીએ ડંખ દીધે. શરીરમાં એટલી વેદના થાય છે. રાડ નીકળી જાય છે. બધાં સમજાવે છે. આટલાં મહેમાને આવ્યા છે. તમારું દુઃખ જોઈ જાય છે. માટે શાંત રહે. અરે, મારાથી રહેવાતું નથી. આ વીંછીનું ઝેર ચડતું જાય છે. દિકરે કહે, “પિતાશ્રી, આપ બુમ નહિ પાડો. આપણે દવા કરાવીએ. ડોકટર બોલાવીએ.” હજારો માણસ વચ્ચે બેઠે હોય પણ એને વીંછીને ડંખ છે. તેવી રીતે સમકિતી જીવને સંસાર ડંખે છે. એને વૈભવ તુચ્છ લાગે છે, એને આત્મા એિ છે. બીજું કાંઈ જોઈતું નથી.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy