________________
૨૫૮
નથી. સર્વ પર સમાન દષ્ટિ ધારણ કરનાર પરમ પુરુષની સાનિધ્યમાં આત્મ સાધનાના પથ ઉપર આગળ વધજે.
પાંચમું અમૃત છે, આત્મ પ્રેમ - ધર્મને સંબંધ આત્મા સાથે છે. જેને આત્માનું મુલ્ય સમજાયું નથી તે ધર્મ કરવા માટે ઈન્કાર કરે છે. આત્મા પર પ્રેમ જાગશે ત્યારે તું સ્વતઃ ધર્મ માંગશે. તું તારા આત્મા પર પ્રેમ કર.
અનંત જ્ઞાની ગૈલોકય પ્રકાશક મહાવીર સ્વામીએ સિદ્ધાંત દ્વારા સમજાવ્યા છે. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલી વસ્તુ એનું નામ સિદ્ધાંત.
આપણે ઘણા વખતથી પર્યુષણ પર્વની રાહ જોતા હતા. આજે તેને છેલ્લે દિવસ સંવત્સરી છે. ઘેર લગ્ન થવાનાં હોય તો તે અગાઉ કેટલી તૈયારી હોય? આનું પરિયાણું તૈયાર કરે, સનીને અગાઉથી બેલાવે અને દાગીના તૈયાર કરાવે, તેમ જ્ઞાની પુરુષ કહે છે કે, આ ક્ષમા પર્વ માટે મહીનાથી માંડવા નાંખ્યા હતાં. આજે તે દિવસનું મંગલ આગમન થયું. છે, તેથી તેને પ્રેમથી વધાવજે. લગ્નમાં પહેલે ઉચ્ચાર–સમય વર્તે સાવધાન થાય છે, મનુષ્યને અવતાર મળે, ઉત્તમ કુળ મળ્યું, લાંબુ આયુષ્ય, નિરોગી કાયા મળી, પાંચ ઈન્દ્રિય પૂર્ણ મળી, દેવગુરૂને સંવેગ મળે, આરાધના કરવાની અમુલ્ય ઘડી પ્રાપ્ત થઈ આ દિવસે આરાધના કરવામાં જરાપણ પ્રમાદ ન કરશો. ભેદ વિજ્ઞાનને સાબુ લઈ કર્મની મલિનતાને દુર કરવાનું આ અપૂર્વ પર્વ છે.
“ભેદ વિજ્ઞાન સાબુ ભયે. અને સમરસ નિર્મળ નીર,
ધાબી અંતર આત્મા, ધવે નિજ ગુણ ચીર” . જડ એ ત્રણ કાળમાં ચેતન ન થાય અને ચેતન જડન થાય. આ શરીર જડ છે, દેખાતાં પદાર્થો જડ છે. જડ પદાર્થમાં આટલે મેહ શું છે? આટલે પ્રેમ શું છે? જડતું ચૈતન્ય બની શકવાનું નથી. આખી જિંદગી જડ મેળવવા મહેનત કરશે તે જઠ તમારું થવાનું નથી. મનને કેટલી ઈચ્છા થાય છે? ઇન્દ્રિયે માગે તે દીધે રાખ્યું. આખી જિંદગી ઈન્દ્રિયની ગુલામી કરી પણ શું મળ્યું? જે પાપ બાંધ્યાં તે જીવને ભેગવવા પડે છે. આત્મા વિકારી ભાવે કરી પાપ કરે છે, અને તેનાં ફળ પણ આત્માને ભોગવવા પડે છે. આવી સજા હવે ભોગવવી નથી એ નક્કી કરશે ? પિતાનું ધાર્યું ન થાય તે પ્રાધ આવે છે. આણે એમ કહ્યું, મને આમ કેમ કીધું પણ કેધ કરવા જેવું છે કે છોડવા જેવો? આ મારો દુશ્મન છે. મને હેરાન કરે છે. પિતે પિતાના વિભાવભાવથી અન્યને દુશ્મન માને છે. પાપને જોઈ પશ્ચાતાપના પુનિત ઝરણામાં પવિત્ર થવાને શુભ દિવસ એ સંવત્સરી પર્વ છે. જાણે, અજાણે મેં તમને સંતાપ્યા હોય તે હદય પૂર્વક આજે આપની પાસે હું ક્ષમાની ભીખ માંગુ છું.” એમ જેની સાથે તમારા દિલમાં કાંઈ પણ દુઃખનું કારણ બન્યું હોય તેને કહી દેજો,