SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તાની સાઠમારી ચાલી રહી છે તેથી જ્યાં ને ત્યાં અસહિષ્ણુતાના દર્શન થશે. ભુલ કરવી, ભુલ કર્યા પછી હસવું અને કેઈ ભુલ કાઢે તે તેના પર તુટી પડવું, એ આજના સમાજનું ચિત્ર છે. એક વિદ્યાર્થી પરીક્ષા દેવા માટે આવે છે. પરીક્ષામાં કાગળ લઈને આવ્યું છે અને ચેરી કરે છે. સુપરવાઈઝરની દષ્ટિ પડતાં તે કહે છે, જે ચોરી કરીશ તે પિપર લઈ લઈશ અને નાપાસ થઈશ. પેલે વિદ્યાથી રિવર દેખાડે છે. અને કહે છે ખબરદાર! જે મારી સામે બેલશે તે જોઈ છે આ રિકવર? ચેરી કરવી એ તે અમારે જન્મસિદ્ધ હક છે. કેટલી અસહિષ્ણુતા છે? પહેલું અમૃત આપણને શીખવે છે કે સહયાત્રી જોડે મિત્રતાને જ સંબંધ સ્થાપિત કરે છે. બીજું અમૃત છે ત્રિકાળ જ્ઞાન–ભુલ ન કરવા છતાં દુનિયા દેષનું આરોપણ કરે ત્યારે મન અસ્વસ્થ થઈ જાય છે. આ સમયે પરમાત્મા તરફ દૃષ્ટિ કરવાની જરુર છે. અનંત જ્ઞાની પ્રત્યેક જીવના ભૂત-ભાવિ–વર્તમાનના સમસ્ત ભાવેને જાણે છે. તારું ભાવિ જ્ઞાનીની દ્રષ્ટિમાં નિશ્ચિત છે. હું સુગ્ય માર્ગ પર છું કે નહીં ?” તારે આ એક જ લક્ષ રાખવાનું. બાકી જ્ઞાનીઓએ જોયેલું છે એમ બનવાનું છે. જીવનનું ત્રીજું અમૃત છે બંધ દ્વારા અને ખુલ્લું દ્વાર-સુખનું એક કાર બંધ થઈ જાય છે તે બીજું દ્વાર ખુલી જાય છે. મનુષ્ય ખુલ્લા દ્વાર તરફ જવું જોઈએ. માનવીની દષ્ટિ એ છે Nagative and Positive એક નિષેધાત્મક અને બીજી વિધેયાત્મક. જે નથી મળ્યું એના રોદણાં રોવે છે. ૫૦૦ રૂપિયા મળ્યાં પણ ૨૫૦૦ રૂ. કેમ ન મળે ! આને માટે આકુળવ્યાકુળ થાય છે. નથી મળ્યું તે વિચારે બાજુ પર મુકી વિધેયાત્મક દષ્ટિ કેળવ, જ્યારે એક સાઈડ બંધ હોય ત્યારે બીજી સાઈડ ખુલ્લી હોય છે. તમે વિચાર કરો કે આજે અમારી પાસે ધન નથી, ગરીબી છે. એમ હોવા છતાં કાયા તે નિરોગી છે ને? શ્રીમંતેને ખાવાનાં ટીફીનો પડયાં હોય તોય થુલી ખાવી પડે છે. ખાવાનું પચતું નથી. ઘણાને પથારીમાં પડ્યા પડયા જિંદગી વિતાવવી પડે છે. આનાથી હું સુખી તે છું ને! માનવી વિધેયક દ્રષ્ટિને કેળવે તે મળ્યું છે તેનાથી સંતોષ માનતો થઈ શકે. અંધક મુનિની ચામડી ઉતારી લીધી ! કેવો વધને પરિસહ! છતાં તેઓ વિચારે છે કે બહારની વ્યક્તિ માણસના શરીર ઉપર કાંઈ પણ કાર્ય કરી શકે પણ મારા આત્માના પ્રદેશ ઉપર કાંઈ નહીં કરી શકે. આ વિધેયાત્મક દ્રષ્ટિ છે. તારું જે બંધ દ્વાર છે તેના તરફ દ્રષ્ટિ નહી કરે. ભલે કાંઈ ન મળ્યું પણ માનવ અવતાર તે મળે છે. આ ભવથી એકાવતારી પદ પ્રાપ્ત થઈ શકે તેમ છે કે તમે જે પરિસ્થિતિમાં મુકાયા છો તેમાંથી કેમ બહાર આવવું તે વિચારી લે. એથું અમૃત છે અને ઘaiાનું. “ક્ષણમાં રોષ અને ક્ષણમાં તેષ સ્વભાવ વાળા મનુષ્યને ખુશ કરવા પ્રયત્ન ન કરશે. આવા માનવીની નારાજ કે ખુશી પર તારે ખુશી કે ખેદ કરવાની જરૂર ૩૩
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy