SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ રિપક કર્મ ઉદયમાન થયા પહેલાં તેને મૂળમાંથી ખેંચી કાઢે. આ પ્રક્રિયાને ઉદીરણ કહેવાય છે. તમે લેણીયાત હો તે સામા માણસને નેટીસ આપો કે આખર તારીખ સુધીમાં પૈસા નહીં ભરી દે તે જડતી લાવીશ અને તારા માલસામાન લીલામ કરાવીશ. લેણીયારના પગ જોરમાં હોય. હવે દેણીયાત સમજીને મુદત પહેલાં પૈસા ભરી દે તે આબરુ જતી અટકે. ઘર આદિનું લીલામ ન થાય. તપ, જપ, પ્રત્યા. ખ્યાન, બ્રહ્મચર્ય આદિ વ્રતથી કમની ઉદીરણ કરી શકાય છે. ઉદય સન્મુખ થયા પહેલાં તેને સત્તામાંથી ઉખેડી નાખવા, આનું નામ ઉદીરણું છે. તપશ્ચર્યા ઘણું કામ કરે છે. મહિને દિવસ માંદો પડે અને મગનું પાણી પણ ન લીધું તે કેટલાં ઉપવાસ ગણાશે ? ખાવાની ઈચ્છા છે, પણ પચતું નથી એટલે નથી ખાતે તે તપસ્વી નથી. ઈચ્છાને રોકવી . એનું નામ તપ છે. સીનેમા જેવા જવું છે, પણ પૈસા નથી પણ ઈછા પડી છે. પૈસાની જોગવાઈ થાય એટલે જવાને. પણ જેને પ્રત્યાખ્યાન કરી લીધા તેણે ઈચ્છા નિરોધ કર્યો. પ્રત્યાખ્યાન તાળું છે. કેઈ માણસ ઘરબાર ઉઘાડા મૂકી જાય તે ચોરલૂંટારા ધનાદિ લૂંટી જાય છે. પશુ પણ ઘરમાં પ્રવેશ કરી નુકસાન પહોંચાડે, અને ખાલી બારણું વાચ્યું હોય તે તે ખોલીને ઘૂસી જશે. સાંકળ મારી હશે તો પશુના ભયથી મુક્ત થઈ શકશે, પણ જે તાળું મારીને જાય છે તે નિર્ભય છે. પચ્ચખાણ તે તાળું છે. એક માણસે ઉપવાસની ભાવનાએ સાંજ સુધી ખાધું નથી અને પચખાણ પણ લીધા નથી. એમાં શરદી લાગી જાય અને મસાલાવાળી ચા પિવાનો આગ્રહ કરે તે મન થઈ જાય કે પચ્ચખાણ ક્યાં લીધાં છે? લાવ પી લઉં. પછી કયાં ઉપવાસ થતું નથી ? આવા વિચારે તે નિર્બળ બની જશે. જેને ઉપવાસ કરવાની ભાવના હોય પણ પ્રત્યાખ્યાન કરવામાં “અમે માનતા નથી. અમારું મન મક્કમ છે.” એમ બેલનારને તેને દિલેજાન દેસ્ત આવીને કહે, આજે મારે ત્યાં જમણવાર છે. નહીં આવે તે ચાલશે નહિ અને નહિ આવે તો આપણી મિત્રતા નહી રહે. તેને લીધા વિના હું અહીંથી જવાને નથી, આવે ટાઈમે જવા માટે તે તૈયાર થઈ જશે. પણ પ્રત્યાખ્યાન હશે તે સાફ શબ્દોમાં કહી શકશે કે નહિ અવાય. મારે પચ્ચખાણ છે. ભલે દેવ હેઠે ઉતરે પણ હું નહી આવું. પચ્ચખાણથી ખુબ મક્કમતા આવે છે. નારકીને તથા દેવને પચ્ચખાણ નથી. તિર્યંચ શ્રાવકના ૧૧ વ્રત આદરી શકે છે. પણ મનુષ્ય તે સાધુ બનીને ચૌદે ગુણસ્થાનકને સ્વામી બને છે. પશ્ચખાણમાં વફાદાર રહેવું જોઈએ. છઠું વિટામીન છે F Fedelity વફાદારી. શેઠને ત્યાં નેકરી કરે છે, તે વફાદારીથી કામ કરે છે ને ? સરકારી માણસો પૈસા પુરા લેશે અને સડકો, સ્કુલે, પુલ, આદિ બનાવતાં અડધા પૈસા ઘર ભેગા કરી ખરાબ માલ વાપરે છે. તેથી થડા વખતમાં સડકો બગડી જાય છે. સ્કુલમાં ગાબડા પડે છે, અને પુલ તુટી પડે છે. આ શું દેશના નાગરિકની વફાદારી છે? આજે ધમદાનું ખાઈ જનારા પડ્યા છે. ઉપાશ્રયના બેરા ઉપાડી જાય અને થેલીઓ બનાવી નાખે, ધર્માદાનું
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy