SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ R આ અપૂર્વ માર્ગ દેખાડનાર પરમકૃપાળુ પરમાત્મા છે. ભગવાન નેમિનાથ દ્વારિકામાં પધારે છે. ભેરી વાગે છે. અને ઉચ્ચ સ્વરથી દાંડી પડે છે. આખા ગામમાં પડશે સંભળાય છે. પ્રજાને એમ થાય છે કે આજે શું છે કે ભેરી વાગે છે! જ્યારે સારું કામ હોય ત્યારે ભેરી વાગે. બધાને ખબર પડે છે કે ભગવાન નેમનાથ પધાર્યા છે. દેવાધિદેવ પધાર્યા છે. જેના દર્શન કરવાથી મન પ્રફુલિત થઈ જાય છે. કર્મની ભેખડો તુટી જાય છે. પ્રભુદર્શનથી જીવન પાવન બની જાય, મરાય ખડી થઈ જાય. વાંદવાને માટે પગ ઉપાડે તે કાળા અડદ સરખે હેય તે છડી દાળ સરખે હેય. અનાદિ કાળથી ઉલટો હોય તે સુલટ થાય. કૃષ્ણપક્ષી હોય તે શુકલ પક્ષી થાય સમકિત સન્મુખ થાય. પ્રભુના ઉપદેશથી હેય, ય અને ઉપાદેયનું યથાર્થ જ્ઞાન થાય. દંભ અને ડળવાળો માણસ જ્ઞાન પામવાને લાયક નથી, તે ભગવાનના માર્ગને જે રીતે અપનાવ જોઈએ એ રીતે અપનાવતે નથી પણ નવ તત્વની પ્રતીતિ-શ્રદ્ધા–ઓળખાણ નહીં થાય ત્યાં સુધી રખડપટ્ટી નહીં મટે. માટે આ માર્ગે આવ્યા વિના છૂટકો નથી. “જન્મ મરણ નહીં આવે એને, જે કઈ તારે શરણે, ચૌદ લેકનું સુખ સમાયું, હવામી તારે શરણે (ર) તવ ભકિતમાં રાચું પ્રભુજી, મારે બીજું બધું યે કાચું, શરણું તારું સાચું પ્રભુજી મારે બીજું બધું યે કાચું. હે ભગવાન! જે તારે શરણે જાય છે, તારા શરણને સ્વીકારે છે એને જન્મમરણ ન હોય. જેને અર્ધ પુદગલ પરાવર્ત સંસાર બાકી હોય, જે શુકલ પક્ષી હેય, જેને સંસાર પરિમિત થયા હોય તેવા સંસાર ભવના ફેરા મટાડવા ભગવાનના શરણે આવે છે. તમે તેનું શરણ લીધું છે? ધનની ઈચ્છા હોય એ ધનાર્થી જીવ પહેલા રાજાને ઓળખે, પછી રાજાની પ્રતીતિ કરે અને પછી સેવા કરે. એની સેવાથી ખુશ થયેલ રાજા ધન આપે. રાજા કહેવાય કોને? જેણે છત્ર ધાર્યું હોય-ચામર વિંઝાતા હેય, જેના નામની બીરદાવલી બેલાતી હોય તેને રાજા કહેવાય છે, એવી રીતે મોક્ષાથી એ પણ જીવને જાણ જોઈએ. જીવરાજ એમ જાણુ વળો શ્રદ્ધવે પણ એ રીતે, એનું જ કરવું અનુકરણ પછી લક્ષથી મોક્ષાથી એ.” પહેલાં જીવને જાણવે. જીવ કેવું છેસિદ્ધના જેવું છે. સિદ્ધને કર્મ નથી, શરીર નથી. કાયા નથી. મારે આત્મા પણ સિદ્ધ જેવો છે. મેં વિભાવ-ભાવ કર્યા, તેથી કર્મ વર્ગણ ચપચપ આત્મ પ્રદેશ પર ચૂંટી ગઈ એ કર્મનું ફળ ન જોઈતું હોય તે ઉદીરણાની જરૂર છે. વાવણીયા થયા પછી ખેડુત વિચારે કે મારે બાજરે જોઈ તે નથી તે તેના પર ફળ બેઠા પહેલાં કાઢી નાખે, તેમ કર્મનું ફળ ન જોઈતું હોય તે
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy