________________
પ્રભુ નેમનાથ દ્વારિકા બીરાજે, જેની વધાઈ ગગનમાં ગાજે, સુર દેવેન્દ્ર દેવી દેડી આવે, માનવ મહેરામણ દશને જાવે,
સુણી વીતરાગ વાણી લેવા સંયમની લાણી, ચાલ્યા વૈરાગી રાજકુમાર રે... ભગવાન નેમનાથ દ્વારિકા પધારે છે. ભગવાનની વાણી એટલે કોઈ અપૂર્વવાણી, જેવી એની વાણી છે, એવું એનું જીવવું છે વિકી નાથ એક સમયે કાલેકના ભાવો જોઈ રહ્યા છે. તેઓ સંસારના યથાર્થ સ્વરૂપને બતાવે છે. સંસાર એ કુવે છે. સંસારમાં ત્રાસ છે. દુખ છે. સંસાર ભાવમાંથી જે મુક્ત બને છે, એ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. સંસારની અંદર અહિં તે પણ રહેલા છે. અને આપણે સંસારમાં રહેલા છીએ. આપણે થોકબંધ કર્મો બાંધી રહ્યા છીએ. કેવળી કર્મો બાંધતા નથી. માત્ર શાતા વેહનીય પ્રથમ સમયે બાંધે, બીજે સમયે વેદે અને ત્રીજા સમયે નિજરે છે. જે જીવે રાગદ્વેષથી રહિત છે તેને કર્મ વગણા સિનગ્ધ રીતે ચૂંટી શકતી નથી. એક વાસણ પર તેલવાળો હાથ દીધેલ હોય તે રજકણ ત્યાં આવી જશે. તેને દૂર કરવા મહેનત કરવી પડશે. વાસણ ચીકાશ વગરનું હોય તે રજકણ ચેટે ખરી પણ માત્ર લુગડું ફેરવતા રજકણ દૂર થઈ, એમ જેણે રાગદ્વેષને ક્ષય કરી નાંખે છે એવા ભગવાનને કર્મ બંધાય છે, તે પણ તરત છૂટી જાય છે.
સમુદ્રમાં નાવ ફરતી હોય અને એ નાવમાં જે કાણાં હોય તે કાણા દ્વારા પાણી પ્રવેશે છે. અને નાવ ડુબી જાય છે. પણ કાણુ વિનાની નાવમાં પાણી પ્રવેશી શકતું નથી. તે નાવ કિનારે જાય છે. આપણી નાવમાં આસવના છિદ્રો પડેલાં છે. તેથી સંસાર સમુદ્રમાં નાવ ડૂબી જાય છે, તેરમાં ગુણરથાને તિર્થંકર દેવા-કેવળી ભગવંતેની નાવમાં આસવના છિદ્રો નથી તેથી એમની નાવ તરી જાય છે. ભગવાનની વાણી ત્રણ લેકના દુઃખી પ્રાણીઓના દુખેને હરનારી છે. ભગવાનની વાણી માત્ર મનુષ્ય જ નહીં પણ નિય" અને દેવે પણ વેરઝેર ભુલી ઉત્સાહપૂર્વક સાંભળે છે. ભગવાન વાણીને ધોધ વહેવરાવે છે. આપણે કાલે A, B, C, ત્રણ વીટામીનની વાત કરી છે, જેની C. વીટામીન છે તે આધ્યાત્મિક વિકાસ, માનસિક ઉન્નતિ અને શારીરિક અભિવૃદ્ધિ પ્રાપ્ત કરી શકે. જેનામાં કામ છે, એનું મન વાસનાના વંટોળને લીધે આકુળવ્યાકુળ થાય છે. તમારે તમારા આત્માની ઉન્નતિ કરવી હોય તે વિટામીન . c. વીટામીનથી તમારા આત્માનું શ્રેય થશે. ઓજસ તેજસ અને કાંતિ આ બધા વીર્ય શકિતના ચમકાર છે. વીર્યથી જીવન સર્જાય છે. વીર્ય મનની ધીરજ, શાંતિ અને ગંભીરતા ટકાવી રાખે છે. બ્રહ્મચર્ય એટલે વાસના પર વિજય, મહાનતામાં વિચરવું, લઘુમાંથી મહાન બનવું તેનું નામ બ્રહ્મચર્ય છે.
- સ્વામી વિવેકાનંદ એક વખત અમેરિકા ગયા તે વખતને આ પ્રસંગ છે. તેમણે ભગવા વચ્ચે પહેર્યા છે, માગમાં ચાલ્યા જાય છે. પાછળ બે અંગ્રેજો આ વેષ જોઈને હાસ્ય
૩૨