SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણે દવા, ઇજેકશન, વિટામિનની ગોળીઓ વિ. લેશે, જ્ઞાની પુરૂષ કહે છે કે તમારે આત્માને સુધારે છે તે અમારા વિટામીન લેવાની જરૂર છે. વિટામીન A એટલે Ability શક્તિ. શક્તિ સ્વાથ્ય મેળવવાથી પ્રાપ્ત થાય છે. શારીરિક સ્વાચ્ય, માનસિક સ્વારથ્ય અને આધ્યાત્મિક સ્વાચ્યું. આજે શરીરને માટે ચિંતા કરવાવાળા ઘણું છે. શરીર બગડે તે અભય વસ્તુ લેવા પણ તૈયાર થઈ જાય છે. જે તે અભક્ષ્ય વસ્તુઓ ગ્રહને કાયા નચાવે તેમ કરીને રે, રાત્રી ન જોઈ દિવસ ન જે ભટક ભાનને બેઈ, કાયા છે પિંજરું રે એની શી યે મરામત હેય...એની...” આ કાયા એક પિંજરું છે. પિંજરનું રક્ષણ કરવા માટે અંદર બેઠેલા પંખીનું શું થઈ રહ્યું છે એ કઈ જોતું નથી. પિંજરાને સુંદર રાખે છે, શણગારે છે, શોભાવે છે. દેહના રક્ષણ માટે ખાય છે, પીએ છે, કપડા પહેરે છે. અનેક ક્રિયાઓ કરે છે. ડોકટર અભય ખાવાનું કહે તે પણ ખાય છે. કેડલીવર ઓઈલ લે છે. લીવરનાં ઇજેકશન લે છે. પ્રાણીજન્ય દવા પણ ખાય છે. અને અનેક જીની હિંસા પણ કરે છે. કારણ કે જીવે શરીરને મુખ્ય ગયું છે, આત્માને ગૌણ ગણ્યો છે, તેથી કર્મ બાંધતાં જીવ વિચાર કરતો નથી. સમયે સમયે જીવ સાતથી આઠ કર્મ બાંધી રહ્યો છે. લાખ રૂપિયાનો ચેક કવરમાં આવ્યું હોય તે કવરની ચિંતા કરશે કે ચેકની? કવર ફાડતાં ચેક ન ફાટી જાય તેની બરાબર તકેદારી રાખશે ને? હા....કારણ કે ચેક કિંમતી છે. કવરની કાંઈ કિંમત નથી. એમ શરીર એ કવર છે. આજે તમે કવરનું રક્ષણ કરે છે. અને ચેકના સામું પણ જોતા નથી ! બીજી માનસિક સ્વસ્થતા છે. મનની સ્વસ્થતા ત્રણ વસ્તુ પર આધાર રાખે છે. (૧) પ્રસન્નતા, (૨) સ્થિરતા (૩) શાંતિ. જેના હૃદયમાં કામ પ્રદિપ્ત થયેલ છે, જે ભયથી વ્યાપ્ત છે અને જેના મગજમાં ચિંતાના જાળાં બાઝેલા છે. તે કદિ પ્રસન્નતાને અનુભવ કરી શકતું નથી. જેના જીવનમાં શેક અને વાસના છે તે સ્થિર થઈ શકતું નથી અને જેના હદયમાં તૃણુ છે, તે શાંતિ અનુભવી શકતું નથી. માણસની ઈચ્છાને અંત આવતે નથી. જેની પાસે લાખ હેય એને કરોડ જોઈએ છે. કડવાળાને ચક્રવતી થવું છે. ચકવતીને ઈન્દ્રની પદવીની ઈછા છે. - જગતની અંદર જે વસ્તુ છે તે પરિમિત છે આયુષ્ય પણ પરિમિત છે. જ્યારે એક એક જીવની ઈચ્છા અનંતી છે. એક જીવની અનંતી ઈચ્છા પણ પૂર્ણ ન થઈ શકે તે અનંત આત્માની ઈચ્છા પૂર્ણ કેવી રીતે થાય? અત્યારે આપણું કર્તવ્ય તે એક જ છે . કે આ પરિમિત આયુષ્યમાં સંસારને પરિમિત કરી લે, ઈચ્છા રહિત બની શાંતિને ૨
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy