SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ * વ્યાખ્યાન ન...૪૧ ભાદરવા સુદ ૩ શનિવાર તા. ર૩-૮-૭૧ ભગવાનનાં શાસનમાં આપણે બધાં આવી ગયા છીએ. આ સંગ આપણને પ્રાપ્ત થયેલ છે. આ સગને સદવ્યય કેવી રીતે કરવે. આપણે ઉદ્ધાર આપણે કેવી રીતે કરવું તે આપણાં હાથની વાત છે. જે સમજીને વાસનાના-વિષયનાં તેફાનેને સમાવી દેશું તે આપણું ઉન્નતિ થશે. જે વિષય વાસનામાં રચ્યાપચ્યા રહેશું તે અવનતિ થશે. અનાદિ કાળથી ખાડામાં તે ગયેલા છીએ જ હવે ઊંચે ચડવું છે, કાંઈ કરવું છે. એ નિર્ણય કરી . પશુ અને માનવમાં શું ફેર છે? પશુને ભૂખ-તરસ લાગે ત્યારે ખાઈ લે છે અને પાણી પીવે છે. માણસ પણ તેમ કરે છે. જ્યારે ઊંઘ આવે ત્યારે પશુ પણ સૂઈ જાય છે. માનવ પણ સુઈ જાય છે. વિષયની વૃત્તિને પિષવી એ પશુ પણ કરે છે. અને માનવ પણ કરે છે. પણ જે ધર્મ, જે સદબુદ્ધિ, જે વિવેક માનવની અંદર છે એ પશુની અંદર નથી. આપણને માનવને અવતાર તે મળી ગયે પણ તેમાં જે વાસના, વિષય અને કષાયમાં રમતા રહીશું તે આ પેળીયું માનવનું છે પણ વૃત્તિ પશુ જેવી છે. મહાન પુરૂષના સમાગમમાં આવવાથી, તેમનાં પ્રવચન સાંભળીને આપણે આપણું જીવનને વિકાસ કરવાનું છે. વિકાસ એ ઉન્નતિ છે. વિલાસ એ અવનતિ છે. વિલાસ એ કાર્ય નથી, વિકૃતિ છે. જીવનને મમ બે ઘડી વિલાસની ક્ષુદ્રતામાં નથી, સંયમના ગૌરવમાં છે. પણ શુદ્ર હાસ્યમાં અને સુંવાળી વાતમાં માનવજીવનની ભવ્યતા ગુમાવી ન દેવાય તે ખ્યાલ રાખવાનું છે. આપણે ધારીએ તે જીવનને વિશુદ્ધ બનાવી શકીએ. પણ અફસોસની વાત એ છે કે આપણે આપણાં જીવનની ઉન્નતિ તરફ બેવફા બન્યા છીએ. પણ હવે જાગૃત થવાની જરૂર છે. છે જીંદગી એ જીવન પુષ્પ નાનું, આજે ખીલી કાલે કરમાઈ જવાનું. ” ડાળ૫ર પુષ્પ ઉગીને કરમાઈ જાય છે. અથવા કેઈને પગ તળે કચરાઈ જાય છે. અને હતુંન હતું થઈ જાય છે. આપણી જીંદગી પણ કમળ પુષ્પ જેવી છે. અલ્પ સમય માટે આપણે આવ્યા છીએ. કાળના ખપ્પરમાં કયારે હેમાઈ જઈશું, તેની ખબર નથી જ્ઞાની પુરૂષ કહે છે આ મહામૂલી જીંદગીને સુધારવા પ્રયત્નશીલ બને. પણ આ જીવને માત્ર શરીરની કિંમત સમજાણી છે. શરીર બગડે ત્યારે બધી વ્યવસ્થા અવ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. દૈનિક જીવનમાં ફેરફાર થઈ જાય છે, શરીરની તંદુરસ્તી માટે ડોકટર કહે તે ૩૧
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy