SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ કહે અફાની જીવ મોહ-માયામાં– વૈભવમાં આસકત બની રહે છે પણ જીવનની ક્ષણ , ભંગુરતા જાણી શકતો નથી. विजली क्षण भंगुर आभा कहती देखो आओ, तेरे मेरे, जीवनमें है कितना भेद बताओ ? जल 'बुद बुद मानो दुनिया अमर शीख देता है, मौत तभी से ताक रही जब जीव जन्म लेता है ॥ આ માનવ જીવન વિજળી જેવું ક્ષણિક છે. પાણીના પરપોટા જેવું છે. માણસ જન્મે છે ત્યારથી તેના પર મૃત્યુ તાકીને જ ઉભું છે. સૌના ટાઈમે સૌને ચાલ્યું જવાનું છે. જે આ જીવનમાં રાગદ્વેષનાં ઊંડાં પાયા નાખ્યાં હશે. મેહની દિવાલ મટી બનાવી હશે. અને મમતાના માળા મોટા બનાવ્યા હશે, તે મૃત્યુ સમયે તે બધું છોડતાં ગ્લાનિ થશે. રડતાં રડતાં જવું પડશે. અને મમતા-રાગદ્વેષ આસકિત નહિ હોય તે તમારી સામે બેસી તમારો પરિવાર રડતે હશે છતાં તમે હસતાં હશે. તમને મૃત્યુ દુઃખ રૂપ નહિ લાગે. આ દેહ એક કંપની છે અને સગાસ્નેહી તેના શેર હોલ્ડર છે. આ કાયા રૂપી કંપની ફડચામાં જાય ત્યારે શેરહે.૦રે રડવા બેસે છે. કારણ કે કંપનીમાંથી તેમાંના કોઈને ૫ ટકા, કોઈને ૧૦ ટકા અને કોઈને ૧૨ ટકા નફે મળતું હતું તે બંધ થઈ • ગયે. એમાં જેને શેર વધારે ને વધારે રડવાના. કંપની માટે તે બધા નથી રડતાં પણ મળતે લાભ બંધ થયો. એટલે રડે છે. ૭૦ કે ૮૦ વર્ષના બાપા મરી જાય. તે કોઈ રડતું નથી. પણ તેની પાછળ લાડવા ખાય છે. કારણ એ કંપની ળતી હતી. શેરહોલ્ડરોને તેમની સાથે કંઈ સ્વાર્થ ન હતો, એટલે બેલે પણ એમ કે બાપા ભાગ્યશાળી થઈ ગયા. ૩૦-૩૫ વર્ષને કમાતો યુવાન પુત્ર મરી જાય તે કાળે કકળાટ કરી મૂકે જગત આખું સ્વાર્થમય છે, માટે તમારા આત્માનું શ્રેય કરવું હોય તે મમતાને મારી નાખે. એક ફકીર ખૂબ મસ્ત રીતે રહેતા હતાં. જ્યારે જુઓ ત્યારે પ્રસન્નતા એમના મુખ પર હોય. તેમને કેઈએ પૂછયું. “તમે આટલા બધાં આનંદમાં કેવી રીતે રહો " છે?” ફકીર જવાબ આપે કે મેં આ દુનિયામાં કયાંય મમતાનું લંગર નાખ્યું નથી. જીવે જ્યાં મારાપણની બુદ્ધિ કરી ત્યાં દુઃખ ઉત્પન્ન થાય છે. તમે કેટલાને મારા માન્યા છે? મમતાનાં કેટલા લંગર નાંખ્યા છે? જે શાંતિ અને આનંદથી પ્રભુ સ્મરણમાં જીવન વ્યતિત કરવું હોય તો કયાંય મમતાના લંગર નાંખશો નહિં. લંગર નાંખશે નહિ તે રડવાના પ્રસંગો નહિ બને. ભગવાન નેમનાથ રાગદ્વેષ, મોહમાયા અને મમતા રહિત છે. એવા પ્રભુ દ્વારિકા નગરીમાં પધાર્યા છે. आस्तां तव स्तवनमस्तसमस्तदोष; त्वत्संकथाऽपि जगतां दुरितानि हन्ति । ટૂરે સન્નાન કુતે પ્રમૈવ, વાકપુ ગઢનાનિ વિવાણમાંરિ III ભકતામર સ્તોત્ર
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy