SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિર થતું. આવા અનેક પ્રયોગ કરાવતા. મોહના નશામાં ભમતા મગજને પણ સ્થિર કરવાની જરૂર છે. ધર્મક્રિયામાં તદાકાર બનવા માટે મનના કાણાને પૂરી દે, તે ક્રિયાનું પાણી સચવાઈ રહેશે. તપશ્ચર્યા નિર્જરા માટે છે, તેમાં ભૌતિક કે પદાર્થની આકાંક્ષા ન હોવી જોઈએ. જીવનમાં તપની, પ્રત્યાખ્યાનની ખૂબ જરૂર છે. શરીરની અંદર રસોળી થઈ હોય અને સ્વાદિષ્ટ બરાક દેહના પિષણ માટે લે તે દેહની વૃદ્ધિ સાથે રસોળી પણ વધે છે. રસોળીની વૃદ્ધિ થાય તેમ કોઈ ઈ છે નહિ તે પણ વધે તે ખરી, પણ મોટા ડોકટર પાસે જઈ રળીનું ઓપરેશન કરાવી લ્યો તે મૂળમાંથી જાય. એમ વ્રત એ ઓપરેશન છે. જ્યાં સુધી જીવનમાં વ્રત નથી ત્યાં સુધી અશ્વિવ વચ્ચે જાય છે. આમ્રવના દ્વારને બંધ કરવા વ્રતની ખાસ આવશ્યક્તા છે. તમે પૌષધમાં છે, વ્રતમાં છે ત્યારે સાકરના પડીકા કે રૂપિયા લઈ શકાય નહિ. ક્રિયા કરવી સારી છે. પણ તેમાં દેષ લગાડ ન જોઈએ. શુદ્ધ ક્રિયા કરતા થાવ. ભૂલ કરે નહિ તે દેવ સમાન છે. ભૂલ કરીને સુધારી લે તે માનવ છે. અને ભૂલને ભૂલ તરીકે સમજવા છતાં વારંવાર કર્યા જ કરે તે દાનવ સમાન છે. કેઈ કિયા ફળ વિનાની નથી. પણ ભૌતિક સુખની માગણી કરવી ન જોઈએ. ભૌતિક વાસના દુર્ગતિમાં લઈ જનારી • છે. માટે જગતના પદાર્થો પરથી મમતા ઉઠાવી લે. - દક્ષિણ આફ્રિકામાં ચીલી નામને પ્રદેશ છે. ત્યાં વારંવાર ધરતીકંપના આંચકા આવે છે. તેથી ત્યાંના લોકો મકાનના પાયા ઉડા નાખતા નથી અને મકાનની દિવાલો મજબૂત ચણતા નથી. મકાન ઊંચા બાંધતા નથી. કારણ કે ઊંચું મકાન હોય તે મકાન પડતા માણસ દબાઈ જાય ને અનર્થ થઈ જાય છે. આ રીતે મકાન બનાવવામાં આવે છે. તેથી નુકશાનને ભય રહેતું નથી. તેમ આત્માના અમૃતને પ્રાપ્ત કરવાને ઈચ્છતે માનવ, સંસારમાં રાગદ્વેષના પાયા ઊંડા નાંખતે નથી. મેહની દિવાલે તેનીંગ ચણતા નથી. માનવ જીવનમાં કયારે કંપ આવશે અને મૃત્યુ આવીને કયારે ઊભું રહેશે તેની કેઈને ખબર નથી. માટે કેઈની સાથે મન દુઃખ થયું હોય તે તુરતજ તેને ખમાવી લ્યો. કલની પ્રભાત જેવાશે કે નહીં તેની કાંઈ ખબર નથી. મોત કયારે આવશે તેની ખબર પડતી નથી. મૃત્યુ નકકી હેવા છતાં માણસ ગફલતમાં રહે છે. એ માયાને પૂજારી બને છે. દેવળ ચણ્યું તે મેહનું માયાને પૂજારી બને, આરતિ ઉતારી તે દ્રવ્યની આશાને દીપ જલાવીએ, કેને ખબર છે કાલની દેહ તણી દીવાલની.”
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy