SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ અજુન સફળ થયા હોય તે તેની બાણાવળી તરીકેની કુશળતાથી કે ગાંડીવના પરાક્રમને લીધે નહિ પણ એક કુશળ સારથિને લીધે. જીવન-સંગ્રામમાં જેના જીવન રથને સાથિ શ્રીકૃષ્ણરૂપી સુબુદ્ધિ છે એ આત્મારૂપી અજુનને વિજય મળ્યા વિના રહે ખરે? સુબુદ્ધિનાં જે રે જીવનમાં સાધુતા લાવે. સર્વ વિરતી ન બને તે કાંઈ નહીં, દેશવિરતી બને. અણુગાર ધર્મની અંદર ન આવે તે આગાર ધર્મમાં આવશે. જેના જીવનમાં ધર્મ વણાય છે, તેને દેવે આવીને નમસ્કાર કરે છે. સ્વર્ગના દેવ માનવના અવતારને ઈચ્છે છે. “ભલે અમે ગરીબને ત્યાં અવતાર લઈ એ પણ અમને ધર્મને લાભ મળે અને જેમણે માનવજન્મ પ્રાપ્ત કર્યો છે તે સ્વર્ગને ઈચ્છે છે. કેટલી વિપરીત વાતે છે? જેના જીવનમાં સાધુતા નથી, એકલી વિકતા છે, તેથી સાધક સિદ્ધિને હાંસલ કરી શક્ત નથી, શ્રીમદ્ રાજચંદ્ર પાસે એક માણસ આવે છે અને બીડી એના હાથમાં છે, અને પૂછે છે: મોક્ષમાર્ગ કેવી રીતે પ્રાપ્ત થાય ? શ્રીમદે કટાક્ષમાં કહ્યું : “આમ બીડી પીતા પીતા મેક્ષ મળી જાય.” આચરણ વગર મેક્ષ પ્રાપ્ત થાય નહિ. રૂડો અવસર મળવાથી, શક્તિ મળવાથી જીવનને કોઈ પ્રશ્ન હલ થશે નહિં. એ માટે પ્રયત્ન કરે. શક્તિ મળી પણ સદ્વ્યય કરે કે દુર્વ્યય કરે એ તમારા હાથની વાત છે. ભગવાનની વાણી, અને તેના ગૂઢ રહસ્યને સમજે, ન સમજાય તે કહો. “હું અપબુદ્ધિવાળે છું, એના અર્થને હું જાણી શકતા નથી. છતાં ભગવાને કહ્યું છે તે સત્ય છે, તહત છે. પ્રમાણભૂત છે. તેમાં સંશય લાવવા જેવું નથી. ભગવાનની વાણુને આચરણમાં મૂકશે તે મેક્ષમાર્ગના ગામી થશે. પણ વિતરાગની વાણીનું યથાતથ્ય આચરણ નહિ કરવાથી અનાદિકાળથી પરિભ્રમણ કરતે જીવ શિવ થયે નથી. જીવમાંથી શિવ પ્રયત્ન દ્વારા થઈ શકાય છે. જે જીએ શિવ થવાના પ્રયત્ન કર્યા છે તેમના જીવન ચરિત્ર સોનેરી પાનાઓ ઉપર લખાયા છે. જીવ સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર તપનું આરાધન કરવાથી મોક્ષના પંથે પ્રયાણ કરી શકે છે. ધૂળમાં ધાતુ છે, તલમાં તેલ છે, દુધમાં ઘી છે, પણ એને પ્રગટ કરવા પ્રયત્ન તે જોઈએ ને? એમ આત્મામાં કેવળ જ્ઞાન છે. તેને પ્રગટ કરવા માટે પુરૂષાર્થ કર જોઈએ. તેને માટે મનને કેન્દ્રિત કરો. મનને સ્થિર કરે. કાયાને કાબુમાં રાખી શકાય છે. પણ મનને કાબુમાં રાખવું મુશ્કેલ છે. મન વધારેમાં વધારે કર્મ બંધાવે છે. જેને ફક્ત કાયા છે, તે એકેન્દ્રિય જીવ ઉત્કૃષ્ટ એક સાગરનું કર્મ બાંધે છે. જેને કાયા અને જીભ છે. તેવા બે ઈન્દ્રિય ઉ. ૨૫ સાગરનું કર્મ બાંધે છે. જેને કાયા, જીભ અને નાક છે, તેવા તેઈન્દ્રિય ઉ. ૫૦ સાગરનું કર્મ બાંધે છે. જેને કાયા, જીભ, નાક અને આંખ છે, એવા ચેરેન્દ્રિય ઉ. ૧૦૦ સાગરનું કર્મ બાંધે છે જેને કાયા, જીભ, નાક, આંખ અને કાન છે. તેવા પંચેન્દ્રિય ઉ. એક હજાર સાગરનું કર્મ બાંધે છે, જેને પાંચ ઈન્દ્રિય અને છઠું મન મળ્યું છે તે ૭૦ ક્રોડાછેડી સાગરનું કર્મ બાંધે છે. રખડતું મન ઘણુ અનર્થો કરી નાંખશે. મનને સંયમની
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy