SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ હશે, ભાષામાં જુદું જ આવતું હશે, અને આચરણ પણ જુદી જાતનું હશે તે તેને કાંઈ અર્થ નથી. જગતમાં પણ તે પૂજનીય બની શકો નથી. આપણાં જીવનની સુધારણ માટે ખૂબ સુંદર સાધને ઉપલબ્ધ થયા છે. લાખ અને કરોડો રૂપિયા દેતાં ન મળે તે ધર્મ આપણને પ્રાપ્ત થયું છે. તે તેની કિંમત સમજી ધમને આચરણમાં ઉતારે. લાખ રૂપિયાનું મશીન લા પણ જે મશીનને નહીં ચલાવો તે તેની ઉપર કાટ ચડી જશે. તેની પાછળ ખરચેલાં પૈસા વ્યર્થ જશે. એમ આપણને આ જન્મ, ઉત્તમ ઈન્દ્રિયે, ઉત્તમ ધર્મ, પુણ્યની ખૂબ પંજી આપતાં પ્રાપ્ત થયે છે. તેમાં આળસ અને પ્રમાદ કરીશું તે જીવન ચાલ્યું જશે. અને સાધનને સદ્વ્યય કર્યા પહેલાં નાશ પામશે. જન્મ છે એનું મૃત્યુ અનિવાર્ય છે. જન્મીને મરી જવાનું છે. પણ કર્તવ્યને વિસરી વચગાળામાં (જન્મ અને મૃત્યુમાં) જીવ ઘણું ધાંધલ કરે છે. આત્માની અંદર તદાકાર બનવાનું છે, તે વાત ભૂલી જાય છે. ભણી ગણીને એને ડાહ્યા થઈ મહાલવું, પંચમાં પૂછાવું એણે મોટા થઈ મહાલવું, મોટાં થવાનાં એને કેટલાં ઉચાટ છે (૨)....એમાં તે માનવીને કેટલી પંચાત છે!” જન્મીને મરી જવું એટલી જ વાત છે, (૨) એમાં તે માનવીને કેટલી પંચાત છે! સાથે લઈને આવ્યા હતાં. અને જશે ત્યારે શું લઈને જશે? જ્યારે જવાને વખત આવે છે ત્યારે તે ઉપરથી બધું ઉતારી લેવામાં આવે છે. જે ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ છે તે ક્ષણિક છે, સગાં-વહાલાઓ તને મૂકીને ચાલ્યા જશે. કાં તું એને મૂકીને ચાલ્ય જઈશ. અનંતકાળમાં અનેકની સાથે સંબંધ બાંધ્યા અને છેડ્યાં. જ્યાં જન્મ્ય અને જ્યાં રહ્યો ત્યાં મમવભાવ જમાવ્યું પણ આ બધું તારે વિભાવભાવ છે. મિયાદર્શનને કારણે જીવે પરભાવમાં જ રમણ કર્યું છે. સ્વભાવને સ્વાદ પણ ચાખે નથી. સ્વભાવને પામવા સદ્દબુદ્ધિને પ્રાપ્ત કરે. સદ્દબુદ્ધિથી વિકારો દૂર થઈ જશે. જ્યાં સુધી સુબુદ્ધિ તમારી પાસે નહીં હોય ત્યાં સુધી ખરેખર તમે ભાગ્યવાન નથી. સદ્દબુદ્ધિ વિના પૈસે પણ તમને બેટા માગે લઈ જશે. ગીતામાં દષ્ટાંત આવે છે. પાંડ અને કૌરવો વચ્ચે જ્યારે યુદ્ધ થવાનું છે ત્યારે દુર્યોધન અને અજુન બંને કૃષ્ણ પાસે મદદ માગવા આવે છે. દુર્યોધન કૃષ્ણ મહારાજ પાસે એના લાવલશ્કરને માગે છે જ્યારે અર્જુન એક કૃષ્ણની માંગણી કરે છે. કૃષ્ણ મહારાજ કહે “હું આવીશ પણ હથિયાર નહિં ચલાવું. માત્ર રથને સારથી બનીને રહીશ.” “ભલે ભગવાન! મારે એટલું જ જોઈએ છે.” અર્જુન આનંદથી નાચી ઉઠશે. અંતે અર્જુનની છત થાય છે. જે રથને ચલાવનાર કૃષ્ણ હોય ત્યાં અવશ્ય વિજય હોય જ છે એમ કહેવાય છે. આમાં જીવનનું દર્શન છે. કૃષ્ણ એટલે સુબુદ્ધિ. સૈન્ય એટલે સંપત્તિ. જીવનના રથને દોરનારે સારથિ જે સુબુદ્ધિ નહીં હોય તે સમજી લેજો કે જીવનરથ કયાંય અથડાઈ જશે. સમરાંગણમાં
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy