SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસ્ય ત્વરિતા ગતિઃ ધર્મની ગતિ શીધ્ર છે. ધર્મરણ ના નાિ ધર્મને અકાળે નથી. એટલે ગમે તે સમયે ધર્મ કરી શકાય છે. કવિ રંગહૃત્તિ જીવન ચંચળ છે. તેની કયારે પૂર્ણાહૂતિ થશે તે ખબર નથી. માટે આત્માને ચારગતિની ચપાટમાં ન રખડાવ હેય તે ધર્મને સ્વીકારે. આ ધર્મ મળ દુર્લભ છે, સંત સમાગમ પણ દુર્લભ છે. નિષકુમારના કેવા પ્રબળ પુણ્યદય છે કે તેને શ્રી તિર્થંકર જેવાને સુયોગ સાંપડ્યો છે. સંત સમાગમને એના પર કે પ્રભાવ પડશે એ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં.૩૭ શ્રાવણ વદ ૧૩ ને બુધવાર, તા. ૧૮-૮-૭૧ અનંતજ્ઞાની, લેય પ્રકાશક, વિશ્વની વિરલ વિભૂતિ ભગવાન મહાવીર સ્વામીએ ભવ્ય છે કાંઈક પામી જાય તે નિમિત્ત સહજભાવે વિશ્વ પર અતુલ અને અનુપમ ઉપકાર કર્યો છે. ડુબતા, ભાન ભૂલેલા, વિમાગે ચડી ગયેલાને સ્થિર અને વીર બનાવવા તીર્થ માં પર્વની ભેજના કરી છે. જેમ એલાર્મ મૂકે તે તમને ભાન કરાવે છે, જગાડે છે, પરઢ થયું છે જાગે. તેમ ભગવાન કહે છેઃ સંસાર અટવીમાં પરિભ્રમણ કરતાં અનંતકાળ વીતી ગયે, ઘણું વિરાધના કરી, હવે આરાધના કરે. આ પર્યુષણ પર્વ સર્વોત્તમ ભવતારક, ભવનાશક છે. વીર આજ્ઞાનું યથાર્થ ભાવે આરાધન કરશે તે મોક્ષના સુખને પ્રાપ્ત કરી શકશે. લૌકિક પર્વની અંદર ખાવાનું, પીવાનું અને ભૌતિક સાધનને ઉપલેગ કરવાનું છે. જ્યારે લકત્તર પૂર્વ આત્મા માટે કાંઈક કહી જાય છે, જેને સંસારમાં ઘણે કાળ રખડવાનું છે, તે ધર્મ સન્મુખ થઈ શકતો નથી. જ્ઞાની ચિરનિદ્રામાંથી જગાડે છે. હવે ઊઠ, જાગૃત બન. સંસારના વૈભવ, વિલાસો, પ્રભનનાં સાધનો તમને ઈષ્ટ-મિષ્ટ લાગ્યા છે પણ તેમાં સુખની પ્રાપ્તિ નહીં થાય. સંસારનાં સુખ સ્વપ્નવત્ ને અસ્થિર છે. દુનિયાના દેખીતા વૈભવે, ભૌતિક ભૂતાવળો પાછળ તમે દેટ દઈ રહ્યા છે. તે સંસારના સુખે સ્વપ્ના જેવા છે. સ્વપ્નની સુખડીએ ભૂખ ભાંગે નહિં, તેમ પૌગલિક પદા માંથી શાશ્વત સુખની પ્રાપ્તિ થઈ શકતી નથી. સદ્દગુરૂના સમાગમે સાચી સમજ લાવે. ભમરી ઈયળ પર ગુંજન કરે છે ત્યારે તેનામાં નવી ચેતના પ્રાપ્ત થતાં ઈયળ ભમરીના રૂપમાં પલટો ખાય છે. સંતે પ્રમાદીઓને બોધ આપે ત્યારે જીવનની દશા બદલાય છે. અને સંતપુરૂષોના બંધથી જીવનમાં પરિવર્તન આવે છે.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy