SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ આપે કે “તારાં આત્માને સાચવજે, પાપથી ડરજે, પૈસાને લેભ રાખીશ નહીં, નીતિ, પ્રમાણિકતા ચુકીશ નહિં. અને ધનવાન બને તે પૈસાને સારા કાર્યોમાં ઉપગ કરજે, તે તે તારી સાથે આવશે.” આવી શીખામણ આપનારા કેટલા? આ કિંમતી સમય મળે છે? એ કયાં ગુમાવી રહ્યા છો? પૈસા-પુત્ર-પત્ની મળે કે ન મળે પણ સમય તે બધાને સમાન મળે જ છે. આવેલા અવસરને વધાવી લે, નહીં તે ગયેલે સમય પાછો નહીં મળે. સંપત ગઈ તે સાંપડે ને ગયા વળે છે વહાણ, પણ ગત અવસર આવે નહિં, ને ગયા ન આવે પ્રાણ. કાળની ઘડીમાંથી આયુષ્યની રતી સરી જાય છે. દેહ પડ રહેશે ને હંસલે ચાલ્યો જશે. જ્ઞાની પુરૂષો કહે છે. હવે ઉઠ, ઉભું થા, જાગૃત બની, પ્રમાદને પરહરી, આત્મામાં ધ્યાન લગાવ. તમારી પત્ની સાથે, મિત્ર સાથે કલાક સુધી વાત કરે છે તે આખા દિવસમાં અડધો કલાક તે આત્મા સાથે વાત કરે. તું કયાંથી આવ્યા? કયાં જવાને? આ વિચારશે તે અંતર આત્માને અનહદ નાદ સંભળાશે. એ નાદમાં સુખ, શાંતિ અને આનંદના ફુવારા ઉડશે. આત્મ સ્વરૂપમાં જ રમણ કરતાં પોતાના પવિત્ર પાદ કમળ વડે ધરતીને પાવન કરતાં, નિજાનંદની મસ્તી માણતાં, અનંત ઉપકારી શ્રી નેમિનાથ ભગવાન દ્વારિકા નગરીમાં પધારે છે. તિર્થંકર દેવના આવાગમનની વાત સાંભળી ભવ્યજીને મન-મયુર ટહુકી ઉઠે છે. હૈયું હર્ષના હિલેળે ચડે છે. આનંદની ઊર્મિ ઉભરાય છે. રોમેરોમ ઉલ્લાસથી નાચી ઉઠે છે. અંદથી ભક્તિને ભાવ જાગે છે. કેવા ભગવાન, સર્વ પદાર્થને, ત્રિકાળી ભાવને જાણનાર અને જેનાર એવા ભગવાન પધારે ત્યારે કે આનંદ થાય?” શ્રદ્ધાના લીલુડા તેરણું બંધાવું, ભક્તિના રંગે થી આંગણ સજાવું, . સજે હૈયું (૨) શિયળના શણગાર કે મળ્યા અને પરમાત્મા, ' મારો ધન્ય ધન્ય આજે અવતાર કે મળ્યા અને પરમાત્મા, કરૂં મેંઘો ને મીઠો સત્કાર...કે મળ્યા અને પરમાત્મા.” સત્ય પંથ બતાવનાર, અજ્ઞાન અંધકાર હરનાર, જ્ઞાનને દિવડે પ્રગટાવનાર, શ્રદ્ધાના સાથિયા પુરાવનાર, આત્મ ગગનમાં ચારિત્રને ચંદ્ર ચમકાવનાર એવા ભગવાન પધાર્યા છે. આનંદની સીમા નથી. ભક્તગણે ભક્તિના રંગોથી આત્માંગણમાં રંગેળી પુરી. ભગવાન પધાર્યા તે આપણે સંસાર ટુક થશે.” એવી શ્રદ્ધાના તેરણ બાંધ્યાં છે. સહુ હર્ષ પૂર્વક આવીને ભગવાનની ધર્મદેશના સાંભળે છે. અનંતજ્ઞાની કહે છે. ઘણે સમય ધન મેળવવામાં ગુમાવ્યું છે. હવે ધર્મરૂપી ધનને પ્રાપ્ત કરવા પુરૂષાર્થ, ઉપાડે.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy