SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ભૂખ્યા રહી એને જમાડતાં, પણ આજે તે મોટી મહેલાતવાળા હોય, ઘરમાં જાતજાતની વાનીઓ ભરી હોય, છતાં ગરીબ-સાધમી પગ મૂકે કે તેજ દેખાડી દે. આ મહેલ પણ મસાણ જેવો છે. અત્યારે મુંબઈમાં લગ્ન પ્રસંગ ઉજવાય, પાટીઓ ગોઠવાય ત્યારે જમવાનું આમંત્રણ દેવા આવે તે કહે કે તમે જમવા આવજે પણ છોકરાને લાવતા નહિ. એક થાળીનાં દસ રૂપિયા રાખ્યા છે. છોકરા એ શું ખાય ને નકામા ૧૦ રૂપિયા ભરવા પડે. ઘેર નાના છોકરા ખાવા જેવડાં હોય તેના મા-બાપને કેળીયે ગળે શી રીતે ઊતરે? આગળનાં શ્રાવકો કેવા હતાં? હૃદયનાં અને ભાવનાનાં ઉજમાળ હતાં. ઘરનાં દરવાજા ખુલ્લા રાખીને સૂતા. સાધમી બંધુ પર હું દયા કરું છું” એવું નહિં વિચારતાં, પણ મારી ફરજ છે, મારે કરવું જોઈએ એમ વિચારે. મારા છોકરાનું હું કેવું ધ્યાન રાખું છું? તે આ પણ મારાં જ પુત્ર છેને આ શરીરમાં એક આંગળી પાકી હોય તો કેવું દુઃખ થાય છે? અરે, જરાક પાયું છે, આખું અંગ તે સારું છે, છતાં પણ ધ્યાન કેવું જાય છે? એમ આખા સઘ ઉપર ધ્યાન રાખવું જોઈએ. સંઘમાં કઈ દુબળો પાતળો હોય તેને મદદ કરે, વિપત્તિમાં પડખે આવી ઊભો રહે. અને કહે, મુંઝાશે નહિ, અમે છીએ ને? એમ કહી આશ્વાસન આપે. બીજાની સેવા કરે, સહાનુભૂતિ દર્શાવે. સર્વ પર પ્રેમ રાખે, બેની ફરિયાદ હોય તે બંનેની વાત સાંભળી સરખે ન્યાય કરે, જેથી કોર્ટ સુધી જાવું ન પડે. આવા ડાહ્યા શ્રાવકો હતા. સારા માણસોને સૌ ઈચ્છે છે. તમારે સારા થવું છે ને? તે ખરાબ વૃત્તિને ફેંકી દો. કેઈની એક આંખને ડોળે ખરાબ થયે હેય ને ડોકટર કહે કે, આ ડોળ રાખશે તે બીજે ડેળે પણ ખરાબ થશે. તે ડાળે કઢાવી નાખે ને ? એમ તમારી કુટેવે કાઢી નાખે. તે તમે સર્વની સાથે સંપ તથા સુલેહથી રહી શકશે. અને તમને જરા પણ આંચ નહિં આવે. સુતરનાં તારે હાથી બાળે જાય ? ન જાય. એ જ સુતરનાં તારનું રાંઢવું બનાવે છે હાથી બંધાય ને? એક સળીથી દાંત ખેતરાય પણ મહેલ વળાય? સળીનું જુથ ભેગું થાય તો સાવરણીથી મોટાં બંગલા સાફ થાય. સંઘમાં પણ સમૂહબળ હોય તે સારા કામ થાય છે. જેમ સાવરણીની એક સળી હોય તે ફેંકી દે છે, એમ સંઘમાંથી એક વ્યક્તિ એકલી પડી જાય તે કયાંય ઉડી જાય છે. સંઘના સમૂહમાં હોય તે તે શોભે છે. સંઘમાં એકતા હોવી જોઈએ. એમ શિષ્ય પણ વિચારે છે કે મેં થોડાં સૂત્રોની ગાથા મોઢે કરી લીધી, અમુક સિદ્ધાંતે વાંચી લીધા. માંગલિક કહેતાં આવડી ગયું. વ્યાખ્યાન વાંચતાં આવડી ગયું, તે હવે ગુરૂ સાથે રહીને શું કરવું ? એમ વિચારી એકલે વિચરે તે તેની કેવી દશા થાય? સડેલા કાનવાળી કૂતરી જેના આંગણે જાય તેને તે હટ-હટ કરીને કાઢી મૂકે
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy