SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ فه તેઓ મૃત્યુને ચપટીમાં રાખી ફરે છે. કોઈ કોઈ અકાળે મૃત્યુને ભેટે છે. એનું કારણ એની કાર્યવાહી પર અવલંબે છે. તેથી નેતા-રાજા-સ્વામીત્વ ધરાવનાર સજજન હેવા જોઈએ. સજ્જનનાં સહવાસથી જીવનમાં સંસ્કૃતિ, સુવિચાર અને મૈત્રીભાવના આવે છે. સજજન ઐસા કિજીયે, જૈસા કણ ખાર, આપ બળ પર રીઝવે, પણ સાંધા મેલન હાર.” - જ્યારે વાસણ તૂટયું હોય ત્યારે કંસારાને ત્યાં મોક્લાય છે. એ કેવી રીતે સાંધે છે? ખબર છે? સાંધ વચ્ચે ટંકણખાર મૂકે છે. એટલે વાસણ સંધાઈ જાય છે. એમ સજજન માણસે ટંકણખાર જેવા હોય છે. દરેકની સાથે મિત્રતાનાં તાર સાંધી આપે છે. બીજાના સુખ માટે પોતાનાં પ્રાણની પણ આહુતિ આપી દે છે. કેને મારા તરફથી શાંતિ અને સુખ કેમ મળે” એ માટેનાં પ્રયત્ન કરતાં હોય છે. એ કેઈનું લેવામાં નહિં પણ દેવામાં આનંદ માને છે. એક માણસે ગાંધીજીને ઝેળીમાં હાર, ઘડિયાળ, પચી વગેરે અનેક વસ્તુઓ નાખી મોકલાવી. ઘરનાં માણસોએ ઝોળી ખોલીને જોયું તે જેને જે ગમી તે એક એક વસ્તુ પસંદ કરી લઈ લીધી. એવામાં ગાંધીજી આવી પહોંચ્યા. અને બધાને આનંદમાં જઈ પૂછયું. “તમે બધાં આટલાં બધાં આનંદમાં કેમ છો ? ત્યારે કરતૂરબાએ વાત કરી કે એકભાઈ ભેટ આપી ગયા છે, તેની વહેંચણી કરીએ છીએ. આ સાંભળી ગાંધીજીએ કહ્યું, “તે આપણે માટે નથી પણ પ્રજા માટે છે. તેથી આપણાથી એને હાથ લગાડાય નહીં. એક ટંકનું ખાવાનું માંડ મળે એવી પરિસ્થિતિ છે. અને આટલું ધન ભેટ આવે છે છતાં ના પાડી દે છે અને સેવાનાં પાઠ ભણાવે છે. સેવા એ આપણે સાચે શણગાર છે, એમ સમજાવે છે. દાગીના પહેરવા એ શણગાર નથી. હાથ દાન વડે શેભે છે, કંગન પહેરવાથી નહિં, આ ઉપરનાં શણગાર તે બીજાને બતાવવા માટે છે. પણ સેવાના શણગારથી જ આત્મા શેભે છે. કરમાં પહેરે કડાં, પણ કર પર કર ધરિ નહિં, એ માણસ નહીં પણ મડા, સાચું સોરઠિયે ભણે.” હાથમાં ભારે કડાં પહેર, પણ કેઈને દાન આપ્યું નથી, કે કોઈને માનથી લાવ્યા નથી, કોઈના દુઃખમાં સહભાગી બન્યા નથી એ માણસ નથી પણ હાલતું–ચાલતું મડદું છે. જેના હૃદયમાંથી માનવતા મરી પરવારી છે તે ખરેખર માણસ નથી. “મેમાનેને માન, દિલભર દિલ દીધાં નહિં, મેડી નહીં પણ મસાણ, સાચું સોરઠિયે ભણે. આગળના વખતમાં મહેમાન આવ્યા હોય તે એનું સારૂં સન્માન થતું. પિતે
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy