SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ ભે... આ સાંભળી મારતર કહે છે. મારે આ પૈસા જોઈએ નહીં, કારણ કે મેં તે તમને જમીન આપી દીધેલી છે. તમારે આ પૈસાને ઉપયોગ કરે છે તે કરો. હું આ પૈસાને હાથ પણ અડાડવાને નથી. તમે આ પૈસા લઈ જાવ.” માસ્તરની પરિસ્થિતિ કેવી છે? છતાં કેટલાં નિસ્પૃહી છે ! ૮૦ હજાર જેટલી મોટી રકમ હોવા છતાં જરા , વજાઇ રહ્યું. રે છે ૬ બાન લેલ ઘ હાય પત્ર, આ શિક્ષકે જ્ઞાન કેટલું પચાવ્યું છે, માસ્તર સાહેબ કહે છે. “મારી તો જંજાળ ઓછી થઈ છે. આ જગ્યા હોત તે અવાર-નવાર તેની સંભાળ લેવી પડત. હવે વેચી દેવાથી મારી ચિંતા ટળી છે. માટે પરિગ્રહની ઉપાધિ મારે ન જોઈએ.” “જીવન ભર મેહી રહ્યો તું પરમાં, જાવું તજી પલભરમાં, જીવનભર મોહી રહ્યો તું પરમાં.” જર માટે માણસ જંગ મચાવે છે. પૈસા માટે બાપ-દિકરે કોર્ટમાં લડે છે. ભાઈ -ભાઈને જેલના સળિયા પાછળ ધકેલે છે. પૈસે, જમીન વિ. ભાઈ–ભાઈ વચ્ચે વેર કરાવે છે. સામા મળે બેલ્યા વ્યવહાર પણ રહેતું નથી. સર્વ નાણું એ કલેશનું કારણ છે, પરિગ્રહ એ પાપને પેદા કરનાર છે. પૈસાથી આરંભ-સમારંભ વધે છે, પણ અહિંથી જશે ત્યારે પૈસે સાથે આવશે નહી. જીવને પૈસે બહુ વહાલો લાગે છે. પૈસાવાળાને જય-જયકાર બોલે છે. નાણાંવાળાઓના આંગણામાં પંડિતે ઊભા રહીને સલામ કરે છે. ધનપતિને ત્યાં બેરીસ્ટર નેકરી કરે છે અને શેઠની વાહ ! વાહ! કરે છે. અન્યાય, દો, ફૂડ-કપટ-પ્રપંચ આ બધું પૈસે લાવે છે. આ બધા પાપ પૈસાથી ઊભા થાય છે. પૈસાથી શરમ ચાલી જાય છે. વિષય-વિલાસના દરેક સ્થળે તે જાય છે. સ્ત્રી બેલ–ડાન્સમાં જાય છે અને પરપુરૂષ સાથે નાચે છે. પૈસો કેવા પાપ ઉભા કરે છે? યૌવન મળ્યું હોય પણ યૌવનના સૌન્દર્યને વિવેક ન હોય તો એ યૌવન મળ્યું શા કામનું? કાળા માથાને માનવી શું નથી કરી શકો? ધારે તે કર્મના ભુકકા ઉડાવી શાશ્વત સુખ મેળવી શકે છે ને ધારે તે નરકનાં અનંતા દુઃખે ભેગવવા પણ ચાલે જાય છે. જે વિવેક હોય તે ધનને સદુઉપયોગ થાય. વૃદ્ધાશ્રમ બાંધે, છાત્રાલય સ્થાપે અને ઘણાને આશ્રયદાતા બને કઈ દુઃખી છે, એ વાત ધ્યાનમાં આવતા ગુપ્ત કવર મોકલી દે. કવર કયાંથી આવ્યું? તે મેળવનારને ખબર ન પડે. ગરીબોને અનાજનાં કેળાં મોકલી આપે. છોકરાઓ ભુખથી ટળવળતાં હેય, લેહીનાં આંસુ પડતાં હોય એમાં આવી મદદ આપે તે કેટલા આશીર્વાદ વરસાવે ? એક રાજા ઘણું દાની હતા. દાન કરે ત્યારે વિચાર ન કરે. જે હાથમાં આવ્યું તે આપી છે. એમને પ્રધાન બહુ શાણે અને વિચિક્ષણ હતું. તે વિચારે છે કે રાજા જે આવે તે દાનમાં આપી દે છે, તે ભંડાર ખાલી થઈ જશે. ને કઈ વાર મુશ્કેલીમાં મુકાઈ જશું. પણ
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy