SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩ આખા વનની અંદર એક ચંદનનું ઝાડ હોય તે વન સુગંધી બને છે. જેમ સૂર્યનું કિરણ રાત્રિના અંધકારને નાશ કરે છે. તેમ એક ગુણવાળે પુત્ર કુટુંબને ઉજજવળ બનાવે છે. જનની જણ તે ભક્ત જણ, કાં દાતા કાં શૂર, નહી તે રહેજે વાંઝણ, મત ગુમાવીશ નર” હે જનની! જે પુત્રને જન્મ આપે તે ભક્ત અથવા પરાક્રમી પુત્રને જન્મ આપજે. જેનામાં પરાક્રમ છે, ગંભીરતા છે, ધીરતા છે એનામાં વિદ્યા શેભે છે. તેર કળાની પરીક્ષામાં નિષધકુમાર ઉત્તીર્ણ થયા. પંડિતને સાર એ પુરસ્કાર મળે. જીવે ત્યાં સુધી ખાય તે પણ ન ખૂટે એટલું ધન આપ્યું. આગળના વખતમાં વિદ્યાથી શરૂનું બહુમાન કરતા, અને ગુરૂને ઉપકાર કયારેય પણ ન ભૂલતા. ગમે તે મોટા હાદાપર કે રાજ-સિંહાસન પર હોય તે પણ ગરનો વિનય નહિં ચૂક્તા, એક વખત ગાંધીજીને કોઈ સભામાં બેલાવવામાં આવ્યા અને એ ભાષણ કરવા મંચ પર ઊભા થયા ત્યાં તેમની નજર પોતાનાં જુના ઉપકારી મારતર ઉપર પડી. તરત મંચ પરથી નીચે ઉતરી ગયા, શિક્ષકને પગે લાગી તેમનાં ખબર-અંતર પૂછ્યા, તે પછી ત્યાં ને ત્યાં બેસી ગયા. બધા કહે છે. હવે મંચપર પધારે અને ભાષણ ચાલુ કરે. ત્યારે જુઓ, વિનયી શિષ્ય શું કહે છે? “મારા ગુરૂ નીચે બેસે અને હું મંચ પર ભાષણ કરૂં? હું તે અહીંથી જ ભાષણ આપીશ. ગાંધીજી મહાત્મા પુરૂષ હતા, પણ તેમનામાં નમ્રતા કેવી હતી? નમ્રતા માણસને મહાન બનાવે છે માટે મહાન બનવું હોય તે નમ્ર બને. એક શિક્ષક વિદ્યાર્થીઓને ખૂબ પ્રેમથી ભણાવે છે. ગરીબ વિદ્યાથીએને ઘેર ટયુશન આપે છતાં તેમનાં જીવનમાં સંતેષ એટલો કે કેઈની પાસેથી વેતન ન લે. ૫૫ વર્ષ સુધી નેકરી કર્યા પછી રીટાયર્ડ થયા, છતાં ઘેર ભણાવવાનું ચાલુ જ રાખ્યું. તે પણ વગર વેતને. તેમના પત્ની તેમને કહેતાં-એક પિન્શન પર આપણું કેવી રીતે પૂરું થાય ? આ છોકરીએ યૌવનનાં પ્રાંગણમાં પગ મૂકે છે. હવે તેનાં લગ્ન કરવાના છે. આપણી પાસે મુડી તે છે નહીં. તમે કયાંથી પૈસા લાવશે? તમે છોકરાઓને ભણાવવાની ફી રાખે તે છોકરાઓને ભારે નહિં પડે ને આપણું કામ ચાલે, પણ ઉદાર હૃદયના શિક્ષકને એ વાત ન રૂચી. તેઓ વિચાર કરે છે કે આવેલું કામ પાર તે પાઠવું પડશે. દિકરીના લગ્ન ઉપર બેહજાર રૂપિયાનો ખર્ચ તે થશે તે માટે કાંઈક રસ્તે તે કાઢ જ પડશે. ખૂબ વિચારને અંતે એમની પાસે ભણી ગયેલા એક વિદ્યાથી જીવણલાલ પાસે તેઓ ગયા અને તેને કહ્યું. “ડા વખતમાં મારી દિકરીને લગ્ન કરવાના છે તે માટે મારે બે હજાર રૂપિયાની જરૂર છે. તમે આપી શકશો? થોડા વખતમાં હું તે ભરપાઈ કરી દઈશ.” આ સાંભળી જીવણલાલ કહે છે, એમાં શું ? આપ ડીવાર અહીં બેસે, હું હમણા જ રૂપિયા લાવી આપું છું.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy