SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫મી સરવર છેડી ચાલ્યા જતા નથી. તેમાં કેટલાક મિત્રો આપત્તિમાં પણ સાથે જ રહે છે અને ટાઈમ આવે માથું આપવા પણ તૈયાર હોય છે. ડકટર મે મિત્રતા ટકાવી રાખવા માગે છે. પેલે મિત્ર બેલી બોલીને થાકી જાય છે ત્યારે એને પૂછે છે કે તમે કેમ કાંઈ બોલતા નથી ? ત્યારે ડોકટર હસીને જવાબ આપે છે One mad mm Us : enough in this Room આ રૂમમાં એક જ ગાંડ માણસ બસ છે, બીજાની જરૂર નથી. જુ, કેવી સમતા ! ક્રોધને શાંત કરી નાખે. ક્ષમા કરે એ શૂરવીર હોય છે સમાએ શૂરા અરિહંત ભગવંતે, યુદ્ધમાં શૂરવીર વાસુદેવ અને તપમાં શુરવીર અણગાર હોય છે. ખૂછું તે ધરતી ખમે, તાપ ખમે વનરાઈ, એમ કઠણ વચન મુનિ ખમે, જેમ સાગરમાં નીર સમાય. મુનિઓએ પૃથ્વી જેવા બનવું જોઈએ. ભગવાને મુનિઓને પૃથ્વીની ઉપમા આપી છે. કેઈ દે ને કઈ વાવે, કોઈ ઉકરડે કરે તે કોઈ બગીચ બનાવે, એમાં ધરતીને શું થાય? એમ સાધુ ભગવંતને ગમે તેમ કરે કે કહે, તે પણ તેઓ સમતા રાખે, તેમ આપણને પણ એજ ઉપદેશ આપે છે કે, શાંતિ રાખતા શીખે. ઘણાનું નામ શાંતિલાલ કે શાંતિબેન હેય પણ જીવનમાં જરાય શાંતિ રાખી શકતા ન હોય. નામ મનસુખભાઈ પણ મનનું સુખ ન હેય. નામ ઈન્દ્રવદન હેય પણું મોટું કદરૂપું હેય. નામ હેય પરમાનંદ પણ જરાય આનંદ ન હોય. નામ હેય સમતાબેન પણ ક્રોધને પાર ન હોય. જૈનકુળમાં જગ્યા એટલે શ્રાવક નામ ધરાવ્યું પણ હૃદયમાં મિથ્યા ભાવ ભરપૂર હોય. શીતલા, સીકોતર, ભેળી ભવાની અને દાતાપીરને પુજનાર હેય. હનુમાન પર તેલ ચડાવીને પીપળે પાણી રેડનાર હોય, છતાં નામ શ્રાવક ધરાવે. મિથ્યાત્વ અનંત સંસારને વધારનાર છે, છતાં મિથ્યાત્વ ભાવથી મુક્ત કેમ થતા નથી? શીતળા સાતમને દીવસે ટાઢું ખાય અને શીતળા પૂજવા જાય. બળથને દીવસે ગાયનું પૂજન કરે પણ ઘેર પિતાની માતાની સેવા ન કરે. તેને જેવા તેવા શબ્દો કહીને તરછોડે. વડીલેની સાથે અસભ્ય વર્તન કરે. પ્રથમ પુજનીય “માતાપિતા” છે. તેમની સેવા કરવી તે સંતાનોની ફરજ છે. તેમનું મન ન દુભાય તેની કાળજી રાખવી જોઈએ. “મા-બાપનું માને નહી એ પુત્રને ધિક્કાર છે, સેવા કરી જાણે નહી. એ પુત્રને ધિક્કાર છે. નાના થકી મોટા કર્યા ભીના થકી કોરા કર્યા ઉપકાર ભૂલે અભાગી એ પુત્રને ધિક્કાર છે. મોજ કરે મન ફાવતી હેટલ સીનેમાની મહીં, મા-બાપ મરે દાણા વિના એ પુત્રને ધિક્કાર છે. દેવું કરી પરણાવીયા દાગીના વેચી અંગના, દેવું ભરે નહી બાપનું, એ પુત્રને ધિક્કાર છે. પરણ્યા પછી જુદા થયા, લઈને લાડી સાથમાં, માતા કરે જે વૈતરું તે પુત્રને ધિક્કાર છે,
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy