SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યરૂપી પાણી છે ત્યાં સુધી નળ ખેલતાં પાણી પ્રાપ્ત થાય છે, પણ પાણી ખલાસ થયા પછી ગમે તેટલા પ્રયત્ન કરે તે પણ પાણી મળી શકશે નહીં. પુણ્યને ઉદય હેય તે લાખ રૂપિયાની ટંકશાળ પડે. તમે એમ માને છે કે ફોન કરતાં કરતાં લાખો રૂપિયા મળી શકે તે મેક્ષ કેમ ન મળે? મોક્ષ માટે ભગીરથ પુરુષાર્થની જરૂર છે પુરુષાર્થ વિના સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે નહિં. માનવ જીવનમાં અનેક ગુણે વિકાસ કરવાને છે. આ જગત પાઠશાળા છે. આ પાઠશાળામાં દયાન, વૈર્યના અને ક્ષમાના પાઠો શીખવાના છે. જે જીવ સાધનાના માર્ગ ઉપર આગળ વધે તે એવું આત્મબળ વધે,. કે ભૌતિક ભુતાવળ તેને દબાવી શકે નહીં. પગલિક સુખે તેને લલચાવી શકે નહીં. સૌન્દર્ય જેવું હાય તે અંદર છે. અંદર ઘણું સૌન્દર્ય ભર્યું છે, તે આત્માના સૌન્દર્યને નિહાળવા આજે તમને મોક્ષ કેટલીવાર યાદ આવે છે? માણસને ચાર પ્રકારની ચિંતા છે પૈસાની, પ્યારની, પુત્ર-પુત્રીની અને પ્રસિદ્ધિની. પૈસે મળશે કે નહીં? પૈસાની પ્રાપ્તિ માટે કેઈને છેતરશે, કોઈને ઠગશે, કાળા ધોળા કરશે. અને એમ માને કે પૈસાથી બધું મળશે. બીજી પ્યારની ચિંતા છે. સ્ત્રી મારી બને, બધા મને પ્યાર કરે અને બધા મારા કહ્યામાં રહે. ત્રીજી ચિંતા સંતાનની છે અને જેથી પ્રસિદ્ધિની છે. આટલું દાન દીધું. છાપામાં મારું નામ આવ્યું કે નહિ! પિતાના નામ માટે કેટલું કરો છે? દાન આપી પ્રસિદ્ધિ મેળવે છે. જમીનની અંદર જે બીજ ઢંકાયેલું હોય તેના પર માટી લદાયેલી હોય, તે બીજમાંથી ઘણી નિષ્પત્તિ થાય. પણ બીજને જમીન પર ખુલ્લું મુકી દેવામાં આવે તે બીજમાંથી અનેક બીજ થાય નહિ. દાન જે પ્રસિદ્ધિ માટે હોય તે આવા દાનની કોઈ કિંમત નથી. જરા તમારા આત્માને પૂછી જોજે, કે જે સત્કર્મ કરીએ છીએ, એ આત્મા માટે કે બીજા માટે? દરેક કર્તય જે આત્મલક્ષી બને તે સુંદર પરિણામ આવે અને ગુણેને વિકાસ શીઘતાથી થાય, આપણા સંત મહાત્માઓએ આપણને સુંદર પાઠો શીખવ્યા છે. ખંધક મુનિની ચામડી બનેવીએ ઉતરાવી નાખી, છતાં ક્રોધ ન કર્યો, આંખ પણ લાલ ન કરી. કેવી સમતા અને સહનશીલતા ! અન્ય દર્શનમાં જુઓ-કોઈ ઋષિ કોપાયમાન થાય તે શ્રાપ આપે છે. જૈન દર્શનમાં કઈ એવા મુનિઓ બતાવે કે જેણે શ્રાપ આપ્યો હોય! તેઓ સમજે છે કે મારા કરેલાં કર્મોનું આ ફળ છે. એમાં બીજા ઉપર રોષ શા માટે કરવો? એમ જૈન દર્શન ક્ષમાના સુંદર પાઠ શીખવે છે. જ્ઞાનને જેને પચાવ્યું હોય તેને bઈ પ્રત્યે ઈર્ષા, અસૂયા કે દ્વેષભાવ ન આવે. દલપતરામ નામના કવિ થઈ ગયા. એમના મિત્ર ડાહ્યાભાઈ નાટયકાર હતા. કોઈ કારણસર બંને વચ્ચે દુશ્મનાવટ થઈ. બંનેના સ્વતંત્ર છાપા નીકળે. બન્ને વચ્ચે હરિફાઈ થાય. ડાહ્યાભાઈ દલપતભાઈ કવિ પર લખે કે દલપતના ગીતે નથી પણ રેરણાં છે. સ્ત્રીઓ ગાય તેવાં જોડકણું લખે છે. આવું નાટયકાર લખે ત્યારે એની સામે કવિ
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy