SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ તેમ બાળકને ગુરૂ જ્ઞાન આપે છે એ જલતી ગ્રહણ કરી લે છે. બાળકનું મગજ કોમળ હોય છે. કુમળું મગજ જ્ઞાનને જલદી ગ્રહણ કરી શકે છે. વિદ્યા આવી પણ મૈત્રીભાવના ન જાગી, સમતા ન આવી તે એ સાચી વિદ્યા નથી. સુવિધાથી સંસ્કારોનું સિંચન થાય છે. સુંદર ચારિત્ર ઘડાય છે. સુંદર વિચારથી સુંદર ચારિત્ર ઘડાય છે. “Strong character is produced by strong thinkings good deeds are the out come of good thoughts. No man can live a nobel life without thinking nobly.” “ઉચ્ચ આચરણ ઉચ્ચ વિચારમાંથી ઉત્પન્ન થાય છે. સારાં કૃત્યે એ સારા પરિણામ છે. ઉમદા વિચાર વિના ઉમદા જીવન કોઈ પણ માણસ જીવી શક્યું નથી. સારૂં દેખાવું એ જુદી વસ્તુ છે. જીવનમાં સારું આચરવું એ જુદી વસ્તુ છે. જે આવે તે ખાવું, સ્વાદિષ્ટ ખાવું, અને પથ્ય ખેરાક ખાવો એ ત્રણમાં તફાવત છે. પશુ જે આવશે તે મોઢામાં નાખશે. મનુષ્ય તે સ્વાદ આવશે એ ખાશે, બાકીનું કાંઈ ખાશે નહીં. સ્વાદિષ્ટ ખાવું. જ્યારે વિવેકશીલ માણસે પુષ્ટિવાળું ખાશે. આ બધામાં ફેર છે. એમ સદાચારી કહેવરાવવું અને સદાચારી થવું એમાં ફેર છે. માનવ જીવન પાઠશાળા છે. આ પાઠશાળામાં સદાચારના એકડા ઘુંટવાના છે. બાળક જે પાટીમાં એકડા કરશે તે આગળ શીખી શકશે. પણ કહેશે કે હું એકડા નથી કરવાને, મારે તે ચેકડા જ પાડવા છે, તે તે ક્યાંથી શીખશે? સદાચારી થવું હોય તે સદ્દવિચાર પ્રથમ કેળવવા પડશે. માનવ જીવનમાં સદાચારના એકડા ઘુંટવાં છે? “જગત છે જીવનની પાઠશાળા મહા, જ્યાં શીખવાતા દયા પ્રેમ પાઠ, વિશ્વ બંધુત્વના સૂત્ર સમજાય છે, છુટતી સ્વાર્થની જટીલ ગાંઠે ધર્મ તપ ને તિતિક્ષા તે આચરી, હૃદય સાગર વિશાળ બને છે, અડગ ને અમિટ અહીં આત્મબળ ખીલતું, જીવ કલ્યાણ પંથે ચડે છે.” કલ્યાણના માર્ગ ઉપર ચાલવું હશે તે આ પાઠને શીખવા પડશે. જે કોઈ પણ ડીગ્રી મેળવવી હશે તે તેને અનુસાર જ અભ્યાસ કરે પડશે આપણે પણ આત્માના સ્વરૂપને પ્રાપ્ત કરવું છે. મેંદીમાંથી રંગ મેળવવા મેંદીને વાટવી પડશે. મેંદીને વાટતા રંગ પ્રાપ્ત થાય છે. દહીંમાંથી માખણ મેળવવું હોય તે દહીંને વલવવું પડે છે તલને પિલવાથી તેલ મળે છે. લીંડી પીપરને ૬૪ પહોર સુધી ઘુંટયા કરો તે તેમાંથી તીખાશ ઉત્પન્ન થાય છે, એમ આત્માના સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે અવશ્ય પુરુષાર્થ કરવો પડશે. પણ આજે માનવે પૈસે આદિ જે પ્રારબ્ધને આધીન છે, એને પુરુષાર્થમાં મુકી દીધો અને ધર્મ જે પુરુષાર્થને આધીન છે અને પ્રારબ્ધમાં મુકી દીધું. પ્રારબ્ધથી ટાંકીમાં જ્યાં સુધી
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy