SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન નં....૧ અષાઢ વદ ૨ શુક્રવાર, તા. ૯-૭-૭૧૯ શ્રમણ ભગવંત મહાવીર સ્વામીએ બારમા ઉપાંગ વન્ડિદશામાં સુંદર પ્રરૂપણા કરી છે. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ હોય તેનું નામ સિદ્ધાંત. ભગવાનની વાણીમાં જાગૃતિને ઝણકાર છે, પ્રભુતાને પડકાર છે, રત્નત્રયને રણકાર છે. તપ-ત્યાગને ટહુકાર છે. ભગવાન અર્થ રૂપે વાણી કહે છે. અને ગણધર સૂત્રરૂપે ગૂંથણી કરે છે. ભગવાન મહાવીર સ્વામીની પાટે સુધર્મા સ્વામી બિરાજે છે. ત્યારે તેમનાં આયુષ્યમાન શિષ્ય તેજસ્વી, ઓજસ્વી, વર્ચસ્વી, યશવી ભગવાન સુધર્મા સ્વામીને વંદન-નમસ્કાર કરી પ્રશ્ન પૂછે છે કે હે પૂજ્ય! શ્રમણ ભગવંત મહાવીરે બારમા ઉપાંગ વહિદશામાં શા ભાવ બતાવ્યા છે? સુધમાં સ્વામી જંબુ સ્વામીને નિષધકુમારને અધિકાર સમજાવશે. જંબુ સ્વામી સુપાત્ર શિષ્ય છે અને સુધર્મા સ્વામી સુપાત્ર ગુરૂ છે. બંનેની જોડ અનુપમ છે. ભગવાન મહાવીરના એક એક સાધુ કેવા હોય ! શ્રમણ એટલે શ્રમજીવી, પરાશ્રિત જીવન નહીં. પિતે પિતાનાં જ પગ પર ઉભે રહેનારે, સ્વાવલંબી, પુરૂષાથી, શ્રમણને પ્રમાદમાં પડયું રહેવું પાલવે નહિ. અઘેરીની માફક નિદ્રા લેવી પાલવે નહિ. નિદ્રા લેવી તે સર્વઘાતી પ્રકૃતિ છે. નિદ્રા લેવી એટલે પિતાની સર્વ શક્તિઓને ઢાંકી દેવી. એ અવસ્થાને તમે છોડી ઘો. ઊંઘતા ઊંઘતા કદી મોક્ષ મળતો નથી. જ્યાં સુધી તમે તમારા સ્વરૂપને જાણતા નથી, આત્માને ઓળખતા નથી, સ્વલક્ષી ધ્યેય નથી, સ્વઘરની ઓળખ નથી, પરઘરમાં દષ્ટિ દોડાવી છે, ત્યાં સુધી શાશ્વતઘેર પહોંચી શકાતું નથી. જેને આત્માનું સ્વરૂપ પામવું છે, એને કેટલી તૈયારી જોઈએ ! સિદ્ધપદ મેળવવા માટે મહાવીર સ્વામીએ કેવી ઝુંબેશ ઉઠાવી? કે પુરૂષાર્થ કર્યો હતો? આત્માની આરાધના માટે કેવી સાધના કરી હતી ? ભગવાને આપણને જે રાહ બતાવ્યો, જે માર્ગ દર્શાવ્યો, જે પુરૂષાર્થ દેખાડશે, તે પ્રમાણે પુરૂષાર્થ કર જોઈએ. ભગવાન મહાવીર પિતાના સ્વરૂપમાં રમણતા કરી રહ્યા હતા તે વખતે ગમે તેટલા દેવોએ તેમને ડગાવવા પ્રયત્ન કર્યો છતાં તેઓ અડગ રહ્યા. જેને ગુણ રૂચે તે ગુણની પ્રશંસા કરે, જેને ધર્મ ગમે, વિતરાગની વાણી ગમે તે, તેની પ્રશંસા કરે છે. ઘણાં માણસે અદેખા તથા ઈર્ષાવાળા હોય છે. બીજાને અદેખાઈથી તથા ઈષથી બાળે છે. જે જીવ ભારે કમી છે, તેને કદી પણ મેક્ષની ઈચ્છા થતી નથી, ધર્મ રૂચ નથી, ધર્મને તે હંબગ માને છે. તેવા છે ભગવાનને પણ હેરાન કરવાનું ચુકતા નથી. કેઈ બાપ પિતાના પુત્રને કહે કે બેટા! આ રૂડો
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy