SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ બલભદ્રને ત્યાં પુત્રને જન્મ થાય છે. દુનિયામાં જન્મ તે ઘણાંને થાય છે. આપણે પણ આ ધરતી પર જન્મ ધારણ કર્યો અને તિર્થંકરે પણ જમ્યા, તિર્થક “લેગસ ઉજજોયગરે.” લેકમાં ધર્મના ઉદ્યોતના કરનારા હોય છે. આપણે જન્મ કેઈએ જાણે પણ નહીં. અને તિર્થ કરના જન્મ વખતે ત્રણ લેકમાં અજવાળા પથરાય છે. નારકીમાં અંધકાર જ હોય છે. ત્યાં પણ પ્રકાશ પ્રકાશ થઈ જાય છે. ત્રણ નર્ક સુધી પરમાધામીએ માર મારે છે તે પણ માર મારતા બંધ થઈ જાય છે. આ વખતે જુના નારકીને નવા નારકીઓ પૂછે છે કે આ પ્રકાશ કેમ થ.? પરમાધામીને માર પડે કેમ બંધ થયે! ત્યારે જુના નારકી કહે છે. અત્યારે મનુષ્ય ક્ષેત્રમાં કોઈ તિર્થંકર દેવને જન્મ થયે હશે અથવા તેમને કેવળ જ્ઞાન થયું હશે. આ સાંભળી તેઓ વિચાર કરે છે “હું કે પાપી, અધમ છું! જ્યારે મનુષ્યને જન્મ મળે ત્યારે ધર્મ તરફ મેં ઉપેક્ષા કરી. વીતરાગની વાણું સાંભળી નહિં. સત્સંગ કર્યો નહિ. વૈરાગ્ય ભાવને હૃદયમાં સ્થાપે નહિ. વિષયમાં ઉન્મત્ત બની, આરંભ પરિગ્રહનાં સેવનમાં રત બની, પંચેન્દ્રિયને વધ કરવામાં પણ અચકાય નહિં, પરિણામે આ દુઃખમય નરકમાં જન્મ લેવો પડશે.” આમ પિતાના દુષ્કૃત્યને પશ્ચાતાપ કરતાં કરતાં ૧-૨-૩ થી માંડી અસંખ્યાતા નારકીને સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. રાજકુટુંબમાં દિકરાને જન્મ થાય ત્યારે તે ફુટે છે અને તીર્થકરને જન્મ થાય છે ત્યારે ઈન્દ્રનું ઈન્દ્રાસન ચલાયમાન થાય છે. ઈન્દ્ર મહારાજા અવધિ જ્ઞાનને ઉપયોગ મૂકી જુએ છે. ચલાયમાન થવાનું કારણ જાણે છે કે ભરત ક્ષેત્રમાં તિર્થંકર દેવને જન્મ થયો છે. આનંદના સમાચાર સુઘેલા નામના ઘંટ દ્વારા ૩૨ લાખ વિમાનવાસી દેવને આપે છે. અને કહે છે “ભરત ક્ષેત્રમાં તિર્થંકર દેવને જન્મ થયેલ છે. તેમને જન્મ-મહોત્સવ કરવા શક્રેન્દ્ર મહારાજ મેરૂ પર્વત પર જઈ રહ્યા છે અને બધાને તે મહોત્સવમાં ભાગ લેવા આજ્ઞા કરે છે. પાલક વિમાન તૈયાર થઈ ગયું છે. સૌ પિતાના નામાંકિત આસને આવી બેસી જાય છે અને અસંખ્યાત દેવદેવી ભગવાનને જન્મ મહોત્સવ ઉજવવા આવે છે. - પ્રભુ કમળ માફક નિલેપ બની જીવનને અપૂર્વ બનાવે છે. સંસારને કઈ ભાવ એમને ભીંજવી શકે નહિં. કેઈપણ ઝગડે એમને ખીજવી શકે નહિં. કોઈ પણ પદાર્થને રાગ એમને રીઝવી શકે નહીં. દુન્યવી કઈ પણ ચમત્કાર એમના ચિત્તને ચમકાવી શકે નહિં. ભગવાનની કેવી દશા અને આપણી કેવી દશા ! કાંઈ વિચાર થાય છે ? હું જપે છું એ ધરતી પર તું જનમે તે જે ધરતી માં ને પહોંચે મુક્તિમાં, હું તે લટકું છું ભવમાં ભટકું છું, તું શીવપામી છે, તું ક્યાં! હું કયાં? ભગવાન જે ક્ષેત્રમાં જનમ્યા હતાં તે ક્ષેત્રમાં આપણે પણ જન્મ થયે છે. ભગવાન પિતાના પુરુષાર્થથી મોક્ષમાં પહોંચી ગયા. અને આપણે અજ્ઞાનને કારણે હજુ ભટકી રહ્યા
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy