________________
(૧) મુકેલી જ્યારે પડે મુશ્કેલી જ્યારે પડે, હું ત્યારે તને યાદ કરું છું,
સુખી થતાં વિસરું તને, ને દુઃખી થતાં યાદ કરું છું, મૂહી થાયે છે પૈસાની, થઈ જાઉં ત્યાં હું અભિમાની, જ્યારે ખાવાના સાંસાં પડે, હું ત્યારે તને યાદ કરું છું.
સુખી થતાં વિસરું તને જોબન જ્યારે અમે છલકે, પાપ કરૂં ત્યાં મુખડું મલકે, જ્યારે કાયામાં કીડા પડે, હું ત્યારે તને યાદ કરું છું,
સુખી થતાં વિસરું તને ભણતર લઉં જ્યાં આ દુનિયાનું, હસ્તી તારી હું ન માનું, જ્યારે હથિયાર હેઠાં પડે, હું ત્યારે તને યાદ કરું છું,
સુખી થતાં વિસરું તને....” સાથે ફરે ત્યાં બે સંગાથી, ગજ ગજ ફૂલે મારી છાતી, જ્યારે એકલડાં મરવું પડે, હું ત્યારે તને યાદ કરું છું;
સુખી થતાં વિસરું તને.
(૨) તમ કને શું માગવું! તમ કને શું માંગવું, એ અમે ના જાણીયે, - તમે જેને ત્યાગ કર્યો એ જ અમે માગીએ...... રાજપાટ વૈભવમાં સુખ નહિ લાગ્યું,
દુઃખરૂપ સમજીને તમે બધું ત્યાગું,
તમે દુઃખ માન્યું એમાં અમે સુખ માનીએ તમે જેને કંચનને કામિની તમે દીધાં ત્યાગી,
મોહ માયા છોડીને થયા વીતરાગી, વીતરાગી પાસ અમે લાડી વાડી માંગીએ... તમે જેને ...
દેવાધિદેવ તમે મેક્ષ કેશ દાની, --- અમે માંગનાર કરીએ નાદાની પારસની પાસ અમે પથરાએ માંગીએ... તમે જેને...”
હે પ્રભુજી અમને એવું જ્ઞાન આપજો,
માંગવાનું રહે નહિ એવું જ્ઞાન અપાર, માંગીએ તે એટલું કે તુજ દર્શન જ માંગીએ... તમે જેને