________________
૧૦૦
ઝીણી જીણુ થાય કે દૂરથી ધૂમાડો હાય તેવુ દેખાય છે. આ દૃશ્ય જોવા દૂરદૂરથી ઘણાં માણસો આવે છે. દૃશ્ય જોવા જેવુ... હાય છે.
એક વખત ચાર યુરોપિયન ત્યાં આવ્યા અને દૂરથી દૂરખીન વડે તે ધોધને જુએ છે. ત્યાં પાણીમાં દૂરદૂરથી એક મડદું તણાતુ આવતુ' દેખાય છે. પાણીમાં રહેવાથી મડદું ફુલી ગયું છે. એની ઉપર સમડી બેઠી છે. મડદાને ચાંચ મારી તે માંસ ખાઈ રહી છે. પાણીના પ્રવાહ જોરથી વહી રહયા છે. મડદું' પણ તણાય છે. મડદા સાથે સમડી પણ તણાય છે. કીનારા પાસે આવે છે. સમડી વિચારે છે કે જો હું નહી ઉડી જાઉ' તા હુ પણ મડદા ભેગી સપડાઈ મરી જઇશ. ઉડવાની તૈયારી કરે છે. પણ ઘેાડુ' માંસ ખાઈ લઉં, ઘેાડુ માંસ ખાઇ લઉં. એવી લાલચમાં ઉડી શકતી નથી. ઘેાડીવારમાં કીનારે આવી ગઈ. પાણીના પ્રવાહથી મડદુ અને પેલી સમડીના ચૂરેચૂરા થઈ ગયા. સમડીને સ્વતંત્રતા કરતાં મમતાનું આકષ`ણુ વધી ગયુ. એમ આ કાળના પ્રવાહ અવિરત ગતિએ વહી રહેચે છે. શરીર રૂપી મડદા ઉપર સમડી રૂપી સ્વતંત્ર આત્મા બેઠા છે. થાડુ' ધન મેળવી લઉં, એક બિલ્ડીંગ બંધાવી લઉ. થાડી આબરૂ કમાઈ લઉં, આવી લાલચમાં ને લાલચમાં જીવ પડયા રહે છે. ઉડવાને સ્વતંત્ર હોવા છતાં તે ઉડી શક્તા નથી.
જ્ઞાની પુરૂષા કહે છે કે મેહ, આસકિત અને મમત્વભાવને છેડા. પુત્ર કહે “ખાપુજી, હવે તમારી ઉંમર થઈ, પેઢી ઉપર નહીં આવા તે ચાલશે. તમે ધર્મધ્યાન કરી. અમે બધું સંભાળી લેશું'. વૃદ્ધાવસ્થાને આરે બેઠેલા અને મમત્વભાવથી બધાયેલા ખાપુજી તરત કહી દેશે. “ના, પેઢીમાં તે હું આવીશ. તમને આજકાલનાને શી ખબર પડે ! વ્યાપાર કેમ કરવા એ તે મને જ આવડે.” આમ છેવટ સુધી જીવ છૂટી શકા નથી. જે છૂટવુ હોય તા આસક્તિમાંથી મુક્ત બના
ચાર પ્રકારની માખીઓ હોય છે. એમ માણસને પણ ચાર વિભાગમાં વિભાજિત કરી શકાય છે. એક સાકર ઉપર બેઠેલી માખી છે. સાકરના સ્વાદ મેળવે છે. પણ જ્યારે ઉડવાની ઈચ્છા કરે ત્યારે ઉડવાને પણ સ્વતંત્ર છે. એમ ઘણા માણસે સંસારના સુખવૈભવને ભાગવે છે. પણ જ્યારે જણાય છે કે આ વૈભવા દુઃખરૂપ છે. તેના પરિણામે દુતિમાં પરિભ્રમણ કરવું પડે છે, ત્યારે તે બધાં ભૌતિક વૈભવાને છોડી સ'યમને માગે ચાલી નીકળે છે.
આરસ પથ્થર પર બેઠેલી માખી ખીજા પ્રકારની માખી છે. આરસમાંથી સ્વાદ મળતા નથી. પણ ઉડવાને સ્વતંત્ર છે, એમ ઘણાં માનવી પાસે ભૌતિક વૈભવેાના સુખ નથી હોતાં છતાં પણ જ્ઞાની પુરૂષાના સમાગમ થતાં સંસાર છેડી આત્મ કલ્યાણના માર્ગ અપનાવે છે.
મધપર બેઠેલી માખી ત્રીજા પ્રકારની છે. મધના સ્વાદ તે લે છે, પણ જ્યારે ઉઠવાથી ઈચ્છા કરે ત્યારે મધમાં એવી ચેાંટી ગઈ હાય છે કે તે ઉડી શકતી નથી. એમ