SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ હે ગૌતમ! સંસારના મહા એને તું તરી ગયા છે. હવે કાંઠે શા માટે ઉભે છે? બુદ્ધિશાળી, શીવ્રતાથી પાર થઈ જા, તેમાં એક ક્ષણને પણ પ્રમાદ કરીશ નહિં. પ્રમાદ છે ત્યાં પતન છે. ગૌતમસ્વામી ચૌદ પૂર્વધારી અને ચાર જ્ઞાનના ઘણી હતા. પ્રમત્ત ગુણ સ્થાનમાં ખુલવાવાળા હતા. પિતાની સાધનામાં સજાગ હતા, પણ તેમનું નામ લઈ આપણને જાગ્રત કર્યા છે. આજે મહિનાનું ઘર છે. એલાર્મ આપણને જાગૃત બનાવે છે. પાંચ વાગે ઉઠવું છે. તે એલાર્મ બરાબર પાંચ વાગે વાગશે અને તમને ઉઠાડશે. એમ પર્વના દિવસો આપણને જાગૃત કરવા માટે આવે છે. જેની સાથે વેર થયા હોય, અણબનાવ થયા હોય, તો એને માફી આપવાની તૈયારી કરે. આજથી મહિના પછી સંવત્સરી આવશે. પણું આ મહિનામાં એવી હૃદય શુદ્ધિ કરી લ્યો, કે ભાવીમાં કોઈની સાથે નવા વેર ન બંધાય અને જેની સાથે વેર બંધાવ્યું હોય તે ભૂલી મૈત્રીનું સ્થાપન થાય. અહીં શેડા ટાઈમનાં આપણે બધા મહેમાન છીએ. તે એકબીજા સાથે બગાડવું શા માટે? “આપણે કોણ અને આપણું શું જગે, કેટલું રેવું આ જગત માળે, વિવિધ દિશા તણું પંથીઓ આપણે, આવી ભેગા મળ્યા ધર્મશાળે, ખાઈ પર અહિં બે ઘડી આપણે, ઉડવાના બધા વિવિધ સ્થાને, તે પછી બંધુઓ એકબીજા લડી, કેમ નારાજ કરવા પિતાને?” સૌને ટાઈમ પુરે થતાં સૌ પોતપોતાના સ્થાને ચાલ્યા જવાના છે, તે પછી કેઈની સાથે દુશ્મનાવટ શા માટે રાખવી? મળેલા પગલિક પદાર્થો પણ છુટી જવાના છે, તો એના પર આસકિત શા માટે કરવી? આ સુંદર જૈનધર્મ આપણને પ્રાપ્ત થયેલ છે. અત્યારે વિષય-વિકારથી મુક્ત નહિ થઈએ તે કયા જન્મમાં થશું? પણ મમતાની જાળમાં જીવ એ અટવાઈ ગયે છે કે એ લાલચમાંથી મુક્ત બની શકતો નથી. “ચામ ચુંથ્યા મુક્તાફળ મૂકી, ઝેર પીધા અમીરસને છોડી, ખાધું ઘાસ છોડીને વનરાઈ હાંસારી ઉમર ગઈલલચાઈ.(૨)” આ આખી ઉંમર લાલચમાં જાય છે, મુકતાફળ જે ધર્મ મળે પણ જીવ લાલચ છોડી શકે નહિં. આધ્યાત્મ જ્ઞાનનાં અમીરસને છોડી વિષયના ઝેર પીવા દોડ, અતીન્દ્રિય સુખની લીલીછમ વનરાજીને છેડી ઇન્દ્રિય સુખના ઘાસ ખાવા લલચા. આમ આખી જીંદગી લાલચમાં ને લાલચમાં પસાર થઈ જાય છે. જબલપુરની અંદર ધુંવાધાર નામને એક પાણીને ધેધ છે. નીચેના ભાગમાં મોટી મટી શીલાઓ છે. આ ધેધનું પાણી શિલા ઉપર અથડાય છે. અને પાણીની એટલી
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy