SearchBrowseAboutContactDonate
Page Preview
Page 989
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ એ તમે જાણે છે ને? વીતરાગી સંત, સદ્દગુરૂએ રાગને વેગ મટાડનારા નિષ્ણાત ડેકરે છે, અને આ વીતરાગ ભવન-ઉપાશ્રય એ દવાખાનું છે અને જિનેશ્વર પ્રભુના વચન એ રામબાણ ઔષધિ છે. તમારી મુંબઈ નગરીના એ પુણ્ય છે કે નાના મેટા દરેક ક્ષેત્રમાં ઉપાશ્રય થઈ ગયા છે અને સાધુ–સાવી છે પણ સામેથી હાલી ચાલીને આવે છે. બંધુઓ ! રાગને રોગ મટાડવા જિનવચન જેવું બીજું કઈ ઔષધ નથી. જિનેશ્વર પ્રભુના એક વચનને અંગીકાર કરનારા છે પણ મોક્ષમાં જાય છે, માટે જે તમને ભવને ભય લાગે હેય, રાગને રોગ મટાડવાની જિજ્ઞાસા જાગી હેય તે જિનવચન ઉપર શ્રદ્ધા કરે. તમને તે ગળથુથીમાંથી જૈન ધર્મના સંસ્કાર મળ્યા છે પણ જેને સંસ્કાર નથી મળ્યા એવા છે પણ કેઈવાર જિનવચનની શ્રદ્ધા કરીને તરી જાય છે. આ જિનવચન તમને સંસારમાં રહેતા શીખવાડે છે. સાચું સુખ કર્યું અને દુઃખ કયું તેનું ભાન કરાવે છે. દુર્ગતિ કઈ અને સદ્ગતિ કઈ? દુર્ગતિમાં જીર કેવી રીતે જાય છે ને સદ્ગતિમાં કેવી રીતે જાય છે તેનું જ્ઞાન આપે છે ને રાગને રેગ જડમૂળમાંથી નાબૂદ કરી મેક્ષમાં પ્રયાણ કરાવે છે. જ્યાં રાગને રોગ મટે ત્યાં દેહના રોગ મટી જાય છે, પછી એને માટે દવા લેવાની જરૂર પડતી નથી. જિનવચનની ઔષધિનું સેવન કરીને અન્ય ધમી આત્માઓ પણ ઉન્નતિ કરી ગયા છે. હું એક દૃષ્ટાંત આપીને સમજાવું. એક ગામમાં એક માતાના લાડીલા બે ભાઈઓ હતા. તેમને જૈન ધર્મ મળે ન હતે પણ એમના પુણ્યોદયે એમને એક વખત જૈન સાધુને સમાગમ થયે. એમની પાસેથી જૈન ધર્મની ફિલેફી સમજ્યા પછી એમના દિલમાં એમ થઈ ગયું કે જન ધર્મની દીક્ષા લીધા વિના ત્રણ કાળમાં મોક્ષ મળવાનું નથી. પણ જેન ધર્મનું સાધુપણું પાળવું ખૂબ કઠીન છે, એટલે એકદમ અંગીકાર કરી શકાય નહિ. પણ આપણે પહેલા સંન્યાસી બનીને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પંચશીલનું પાલન કરીએ. બરાબર તાલીમ લીધા પછી આપણે જિનશાસનમાં દાખલ થઈશું. આમ વિચાર કરી જૈન ધર્મની તાલીમ લેવા માટે બંને ભાઈઓ સંન્યાસી બન્યા ને પંચશીલ ધર્મનું કડક રીતે પાલન કરવા લાગ્યા. થોડો સમય સાથે રહ્યા પછી વિચાર કર્યો કે આપણને પરસ્પર એકબીજા પ્રત્યે રાગ છે અને આપણે તે જૈન સંતે પાસેથી સાંભળ્યું હતું કે રાગ જે કઈ રોગ નથી, તે હવે રાગને જીતવા માટે આપણે અલગ રહીએ, તેથી બંને ભાઈઓએ ગામથી ઘણે દૂર નદીકિનારે બગીચા બનાવીને એકબીજાથી દૂર આશ્રમ બનાવ્યા ને ત્યાં રહેવા લાગ્યા. થડા દિવસે એકબીજાને મળી જતા હતા. બંધુઓ ! આ બંને ભાઈઓ જિનશાસનમાં દાખલ થવા માટે તાલીમ લેવા લાગ્યા. જેમ કે માણસને લશ્કરમાં દાખલ થવું હોય તે પહેલા એની તાલીમ લેવી પડે છે ને? લશ્કરી તાલીમ લીધા પછી જ લશ્કરમાં દાખલ થવાય છે. લશ્કરી તાલીમ લેતી વખતે પણ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy