SearchBrowseAboutContactDonate
Page Preview
Page 988
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨૩ શારદા સુવાસ કીડી, મંકડા પિતાને મળેલું જીવન જીવીને જગતમાંથી વિદાય લે છે એમ માનવ પણ ગમે તેમ જીવન જીવીને ચાલ્યા જાય તે કીડી, મંકડાના જીવનમાં ને માનવના જીવનમાં કઈ માટે તફાવત ન કહેવાય, છતાં જગતના તમામ જીવને કરતાં માનવના જીવનનું વધુ ને વધુ મૂલ્યાંકન આજ સુધી અંકાતું આવ્યું છે. તે એ પ્રશ્ન ઉઠે છે કે માનવના જીવનમાં શું વિશેષતા છે કે જેથી એને સૌથી વધુ કિંમતી ગણી શકાય? જ્ઞાની પુરૂષ આ પ્રશ્નનું સમાધાન કરતા કહે છે કે બીજા બધા ને માત્ર જીવન જીવવાને હકક મળે છે જ્યારે માનવને માત્ર જીવન જીવી જવાને જ નહિ પણ જીવન જીવી જાણવાને મહાનમાં મહાન હકક એને જન્મ લેતા વારસામાં જ મળી જાય છે, તેથી જ એનું મૂલ્ય જગતના બધા જ કરતા કંઇક ગણું વધી જાય છે. જીવન જીવી જાણવું એટલે પર્વતની ટોચ પરથી ગાળે ગબડાવવાનું નથી પણ તળેટીમાં પડેલા ખરબચડા પથરને કળશને આકાર આપી પર્વતની ટોચ ઉપર ચઢાવી ત્યાં ને ત્યાં સ્થિર રાખવા જેટલું અઘરું કામ છે. જીવન જીવી જાણવું એ કંઈ સહેલું કામ નથી. જીવન તે જ જીવી જાણે કે જેનામાં સાહસ હય, ઉત્સાહ હય, પુરૂષાર્થ ને પરાક્રમ હેય. જગતમાં જન્મ લેતા મોટા ભાગના માનવેનું જીવન ખરબચડા પત્થરના ગળ જેવું હોય છે. એમાં પ્રયત્ન અને પુરૂષાર્થના ટાંકણું મારી સદગુણેને આકાર આપવામાં જે સફળ બને છે તે જ જીવન જીવી જાણે છે. તે જ માનવ માનવ હેવા છતાં મહામાનવ બની વિશ્વ માટે આદર્શરૂપ બની શકે છે. એવા બનવાનું સૌભાગ્ય માત્ર એક માનવના ફાળે જાય છે અને એથી જ માનવજીવનની સરખામણીમાં બીજું કઈ જીવન આવી શકતું નથી, છતાં આશ્ચર્ય એ છે કે જેને મહા મેંઘેરું અને કિંમતી આ માનવજીવન મળી ગયું છે એ આજને માનવ જીવન જીવી જાણવાને બદલે જીવન જીવી જ દેખાય છે. નથી એની પાસે કે જીવન જીવી જાણવાની દષ્ટિ, નથી કે ચકકસ ગણિત કે નથી ગણિતમાં ઉભી થયેલી ગૂંચને ગમે ત્યારે ગમે તે રીતે ઉકેલી આપે એવા જીવનગુરૂ, છતાં એ જીવન જીવે જ જાય છે. અફસોસની વાત છે કે આમ ને આમ એક દિવસ જીવન પૂરું થઈ જશે, માટે સમજીને જીવનમાં કંઈક કરી લે. આ સંસારમાં જ્યાં જીવ જાય છે ત્યાં રાગ કરે છે. રોગના કારણે જીવ ચીકણું કર્મો બાંધે છે. આટલા માટે કહ્યું છે કે રાગ જેવો ભયંકર કઈ રોગ નથી અને તેને મટાડવા માટે જિન વચન સમાન કેઈ ઉત્તમ ઔષધ નથી.” આ વાત તમને સમજાય છે ને ? તમને શરદી થાય, તાવ આવે, ટી.બી., કેન્સર કે ડાયાબીટીસ આદિ રોગો થાય તે તરત ઓકટર કે વૈદ્યની દવા લેવા માટે જાઓ છે, પણ અનાદિકાળથી આત્માને રાગને રોગ લાગુ પડે છે તેની દવા લેવા માટે જાઓ છો ખરા? પેલા રોગને નાબૂદ કરવા માટે ઠેરઠેર દવાખાનાઓ છે ને હેકટરે પણ છે પણ રાગને રોગ મટાડનારા ડોકટરે અને દવાખાનામાં ઠેરઠેર નથી. એ રોગ મટાડનારા ડોકટરે કયા ને દવાખાના કયા છે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy