SearchBrowseAboutContactDonate
Page Preview
Page 980
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૫ શારદા સુવાસ કથળી નીકળી જાય તે ગમે તે ભયંકર ભોરીંગ સર્પ મદારી માટે રમકડું બની જાય છે. આવી જ રીતે માનવને રીબાવવાની તાકાત કે દુર્ગતિમાં ફેંકી દેવાની તાકાત સંસારમાં નથી પણ સંસારના રાગમાં છે. સંસારમાંથી જે એક રાગનું તત્વ નીકળી જાય તે પછી સંસાર આપણા માટે ઝેર વિનાને સર્પ જે અને અંગારા વિનાની સગડી જે બની જાય, પછી એ ન તે આપણને ડંખી શકે કે ન દઝાડી શકે. આપણે જેમતી અને રહનેમિની વાત ચાલી રહી છે. એક વાર જેણે સંસારના રાગના અંકુરા બાળી નાંખ્યા પણ રાજેમતીનું રૂપ જોતાં એ અંકુરે પ્રજ્વલિત બને, તેથી વિષયવાસનાની આગ તેના અંતરમાં ભભુકી ઉઠી એટલે રાજેસતી પાસે આવીને કહેવા લાગ્યા કે હે રાજેમતી ! આવ, આપણે સંસારના સુખો ભેગવીએ, પછી દીક્ષા લઈને આત્માનું કલ્યાણ કરીશું. આ સમયે રાજેમતી સાધવીએ રહનેમિને પડકાર કરીને કહ્યું: રડનેમિ ! ધિકકાર છે તારી આ કુવાસનને ! અગંધન કુળના સર્ષની જેમ મરી જવું તારા માટે શ્રેયકારી છે, પણ આવા વિષયવાસનાથી મલીન બનેલા અસંયમી જીવને જીવવું બહેતર છે. અત્યારે સાધુપણામાં તમે ગૌચરી જશે તે સહુ તમારે આદર સત્કાર કરશે. તમને કહેશે કે પધારે મહારાજ, પણ જે આ ચારિત્ર છેડીને જશે તે કઈ તમારી સામે પણ નહિ જુવે. તમારે તિરસ્કાર કરશે, પછી ભલે ને તમે યાદવકુળના જાયા છે. એથી કેઈ તમારી શરમ નડિ ભરે. જીવનમાં ચારિત્રની કિંમત છે. ચારિત્ર ગુમાવ્યા પછી કોઈ તમારે વિશ્વાસ નહિ કરે. રાજેમતી જબ્બર સાઠવી છે એટલે રહનેમિને ઠેકાણે લાવવા માટે પ્રયત્ન કરે છે. બંધ! માનવ માત્ર ભૂલને પાત્ર છે. પાપકર્મને ઉદય હેય તે માનવ ભુલ કરી બેસે પણ જે એને કેઈ સજજનને સંગ મળે તે ભુલ સુધરી જાય છે. કવિએ પણ કહે છે. પવન સાથે મિત્રતાથી, ધૂળ પણ ઉચે ચઢે, પાણી સાથે મિત્રતાથી, તે જ કાદવ થઈ પડે, પાપી તણું સહવાસથી, જન પાપના પંથે પડે, સાધુ તણુ સહવાસથી, જન પુણ્યના પંથે ચઢે. ધૂળ તે ધરતી ઉપર જ રહેનારી છે પણ જો એ ધૂળ પવન સાથે મિત્રતા કરે છે તે પવન એને ઉંચે લઈ જાય છે, પણ જે એ જ ધૂળ ઉડીને પાણીમાં પડે તે કાદવ બની જાય છે, આવી રીતે સજજન મનુષ્ય પણ જે દુર્જનને સંગ કરે તે દુર્જન બની જાય છે. જેમ ઘેડાને ગધેડાની સાથે બાંધવામાં આવે તે ઘોડે કંઇ ગધેડે નહિ બની જાય, ગધેડાની જેમ ભુંકશે નહિ પણ આળોટતા જરૂર
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy