SearchBrowseAboutContactDonate
Page Preview
Page 979
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ આ સંસાર સળગતી સગડી જેવો છે. સગડીને તમે હાથ અડાડશે તે હાથ બળવા માંડશે. શું, સગડી તમારા હાથ બાળે છે ખરી? “ના”. સગડીમાં પડેલા ધગધગતા અંગારા હાથ બાળે છે. સગડીમાંથી અંગારા લઈ લે અને પછી સગડીને ખોળામાં લઈને તમે કલાકના કલાક સુધી બેસી રહે તે પણ કંઈ નહિ થાય, કારણ કે દઝાડનાર તત્વ સગડી નથી પણ સગડીમાં ભરેલા અંગારા છે. આ સંસાર પણ સગડી જેવો છે. સંસાર પ્રત્યેને પગ એ અંગારા છે. આ રાગે આજ સુધી કેટલાય ને દઝાડ્યા છે ને હજુ પણ એનું દઝાડવાનું કાર્ય તે ચાલુ છે. સગડીને ઠારવી હોય તે એના માટે સરળમાં સરળ એક જ ઉપાય છે કે સગડીમાંથી સળગતા અંગારાને બહાર ઠાલવી દેવા. આવી રીતે સંસારમાં રહેવા છતાં, સંસારને અડવા છતાં ન દઝાડી શકે કે ન રીબ વી શકે એને એક જ ઉપાય છે કે સંસાર તરફ અને સંસારના આકર્ષક પદાર્થો તરફ મનમાં ઉઠતી રાગની આગને સળગતા વેંત જ ઠારી દેવી જોઈએ, કારણ કે ઘણીવાર એવું બને છે કે માણસ પાસે કંઈ હોતું નથી ત્યારે એ ઘણે સુખી હોય છે ને એની પાસે ઘણું હોય છે ત્યારે ખૂબ દુઃખી હોય છે. એનું મૂળ કારણ શું? એ વાત અંતરના ઉંડાણથી વિચારીશું તે સમજાશે કે જ્યારે એની પાસે કંઈ ન હતું ત્યારે એના રાગની આગને વધવાને ચાન્સ જ મળતું ન હતું. બસો-અઢીસોના પગારમાં પાંચ સાત માણસનું ગુજરાન માંડ ચાલતું હોય ત્યાં મેટે બંગલે બંધાવવાની, બ્લેક લેવાની, મટર, ટી. વી. ને કીજ વસાવવાની વાસનાને ચાન્સ કયાંથી મળે? કદાચ એવી વાસના જાગે તે પણ એને દિવેલ વિનાના દીવાની જેમ આપોઆપ કરે જ છૂટકો છે પણ પાસે લાખ, બે લાખની મૂડી થાય ત્યારે બંગલે બાંધવાની, માટે બ્લેક ખરીદવાની, ટી. વી. ને કીજ વસાવી આંગણે મોટર ખડી રાખવાની વાસના એવી વકરી ઉઠે છે કે એ શાંત જીવનને અશાંત બનાવી મુકે છે. દિવાસળીને ઘસતાં એની અણી ઉપરથી ઉભી થતી આગ દિવાસળીને બાળીને મિનિટ, બે મિનિટમાં પિતે ખલાસ થઈ જાય છે. એ આગ આપણને અકળામણ ઉભી કરતી નથી, કારણ કે મેઢાની એક ફેંકથી એને દબાવી દેવાની આપણામાં તાકાત છે પણ એ જ સળગાવેલી દિવાસળી ઘાસની ગંજી કે રૂની ગાંસડીઓની વખારમાં જઈને પડે તે દેડાહેડ થઈ જાય. ફોન કરીને બંબાવાળાને બોલાવવા પડે, કારણ કે એ આગને ઠારવી એ તે બહારની વાત બની જાય છે, એવી રીતે માનવીના મનમાં ઉગતી કેઈ પણ સંસારના આકર્ષક પદાર્થની અભિલાષા કે વાસનાની આગ જે દિવાસળી જેટલી હોય તે ધારીએ તે એ જ મિનિટે આપણે એને ઠારી શકીએ છીએ. એ આગ આપણને બહુ રીબાર્વી નહિ શકે, પણ એ જ આગ એટલેથી ન અટક્તા એક પછી એક બાઇ સુખની સામગ્રી મળતાં વધતી જ જાય તે એક દિવસ એ આપણા જીવનમાં પ્રસરી જતાં જીવનને બાળીને ભસ્મીભૂત કરીને અટકશે. બંધુઓ ! ઝેર સર્ષમાં નથી પણ સર્ષના મેઢામાં રહેલી દાઢની કેથળમાં છે. ઝેરની
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy