SearchBrowseAboutContactDonate
Page Preview
Page 976
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૧ શારદા સુવાસ શબ્દો કેમ કહે છે? એનામાં ખાનદાની છે, લજજા છે. હજી રાજેમતી કેવા શબ્દો કહેશે ને શુ' ખનશે તેના ભાવ અવસરે. ચરિત્ર :– સિંહુલદ્વીપના મહારાજાની કુંવરી કમલા સાથે જિનસેનકુમારના ધામધૂમથી લગ્ન થયા, પછી જિનસેનકુમારે સાસુ-સસરા પાસે જવાની રજા માંગી, ત્યારે કમલાએ પણ માતા-પિતાને વિનંતી કરી કે એમને એમના માતા-પિતા બહુ યાદ આવ્યા છે. જેવી હું તમને વહાલી છું એવા એ એમના માતાપિતાને પણ વહાલાતા હાય ને? માટે હું માતા-પિતા ! તમે અમને અંતરના આશીષ આપીને રજા આપેા. આ સાંભળીને માતા-પિતાને ખૂબ દુ:ખ થયું. નયનાથુલા માતા બેલે, જાવા લાડલી જાવેા, સાસ સસુરકી સેવા કરો પતિકા હુકમ બજાવે. માતાને દીકરી બહુ વહાલી હોય છે અને અહીં' તેા એકની એક લાડકવાયી દીકરી છે, એટલે હૈયાના હાર જેવી ને આંખની કીકી જેવી વહાલી છે, તેથી જવાનું નામ પડતાં માતાની આંખમાં ચેાધાર આંસુ વહેવા લાગ્યા. માતા રડતી રડતી કહે છે બેટા ! તું સાસરે જઇને તારા સાસુ-સસરાને માતા-પિતા સમાન ગણીને એમની ખૂબ સેવા કરજે અને તારા પતિની આજ્ઞાનું બરાબર પાલન કરજે. એમની સામે તુ કદી કાઇ પણ જાતની હઠ પકડીશ નહિ. એ કહે કે રાત તે રાત અને એ કહે દિવસ તા રાત હાય તા પણ દિવસ માનજે. એવી રીતે તું એમની આજ્ઞામાં રહેજે. એમાં જરા પણ ખામી આવવા દઇશ નહિં, તારી શેકયાને તુ સગી બહેનેા સમજીને ખૂબ પ્રેમથી એમની સાથે હળીમળી રહેજે. રાજ્યમાં નાકર-ચાકર, દાસ-દાસીએ બધા ખૂબ હાય પણ એ આપણા પેાતાના જ માણસા છે એમ માની તેમનું બરાબર ધ્યાન રાખવુ. એમને પરાયા ગણવા નહિ. એમની ભૂખ્યા –તરસ્યાની અને માંદા સાજાની ખૂખ સભાળ રાખજે, તે તુ બધાના પ્રેમ સ ́પાદન કરી શકીશ. કરિયાવરમાં ઘણા દાયો આપ્યા છે. સાથે પથરણું, મુહપત્તિ અને ગુઅે પણ આપ્યા ને કહ્યું-દીકરી ! તને રાજ્યમાં ગમે તેટલા સુખ મળે પણ તું ધર્મને કદી ભૂલતી નિß. દરરોજ એક સામાયિક તા અવશ્ય કરજે. તમે બધા તમારી પુત્રૌને સાસરે માકલે ત્યારે આવી શિખામણ આપતા હશે ને! માતાએ દીકરીને આપેલી હિતશિખામણુ :- માતાપિતા પેાતાના સંતાનાને બધું આપે પણ જો ધર્મના સંસ્કાર ન આપે તે તે સાચા માતા-પિતા નથી. સ’સ્કાર ધન એ જ સાચુ' ધન છે. બીજું ધન તે ચાલ્યું જશે પણ સાંસ્કાર રૂપી ધન આપેલુ નહિં જાય. આ માતા-પિતાએ કમલાને ખૂબ સારા સંસ્કાર આપ્યા છે એટલે પુત્રીને સાસરે જતી વખતે હિતાંશખામણ આપે છે કે હે પુત્રી ! તું દરરાજ જમતાં પહેલા સુપાત્ર દાન દેજે. મહાન ભાગ્ય હોય તેા સુપાત્ર દાન દેવાના અવસર મળે છે. ધર્મને તારા હૃદયમાં
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy