SearchBrowseAboutContactDonate
Page Preview
Page 975
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૦ શારદા સુવાસ કરો છે? તે કહેશે કે હા, હું એને કરડ છું, ત્યારે વાદીએ કહે કે તું એના ઝેરને પાછું ચૂસી લે તે તને મીઠું દૂધ પીવા મળશે અને નહિ ચૂસે તે આ અગ્નિના કુંડમાં બળી મરવું પડશે. આ સમયે ગંધનકુળને સર્ષ મરણના ડરથી વસેલું ઝેર પાછું ચૂસી લે છે તે છે રહનેમિ! વમેલાને પાછું ચૂસનાર ગંધનકુળના સર્પ જેવું આપણે થવું નથી પણ અગંધનકુળના સર્પ જેવા બનવું છે. મરી જવું કબુલ પણ વમેલાને ચૂસવું નહિ. હે સંયમી રહનેમિ ! તમે તમારા પ્રાણના ભેગે પણ સંયમ પાળવા તત્પર રહે. જે તમે તમારું મન સંયમમાં નિશ્ચલ નહિ રાખે તે તમારી કેવી સ્થિતિ થશે તે સાંભળો. जइ तं काहिसि भावं, जा जा दिच्छसि नारिओ। वायाविद्धो व्व हडो, अटिअप्पा भविस्ससि ॥४५॥ હે મુનિ ! તમે જે જે સ્ત્રીઓને જશે અને તે સ્ત્રીઓને જોયા પછી જો કામગની ઈચ્છા કરશે તે સમુદ્રકિનારે હડ નામનું વૃક્ષ જેમ પવનથી ઉખડી જાય છે તેમ તમારે આત્મા ઉચ્ચ ભૂમિકાથી પતિત થશે. અહીં રાજમતિએ રહનેમિને સંયમમાં સ્થિર થવા માટે હડ નામના વૃક્ષને ન્યાય આપે છે. હડ નામનું વૃક્ષ નદી અગર દરિયા કિનારે થાય છે. એ ઉપરથી ખૂબ ફાલે છે. ઘટાદાર હોય છે. એની છાયામાં ઘણું માણસો બેસી શકે છે. આ વૃક્ષ ગહેર ગંભીર અને શોભાયમાન હોય છે, પણ એને મૂળીયા બહુ ઉંડા દેતા નથી, એટલે એને સહેજ પાણીને ધકકો લાગે કે વાવાઝોડું થાય તે એ પડી જાય છે. એના મૂળીયા સહિત ઉખડી જાય છે, તેમ છે રહનેમિ ! આ ગુફામાં તો હું એકલી જ છું. મને એકલીને સાધ્વીપણુમાં જેઈને પણ જો તમારું મન સંયમ માર્ગથી વિચલિત બની ગયું તે આ ગુફામાંથી બહાર નીકળશે અને ઘરઘરમાં ગૌચરી જશે ત્યાં તે તમને નવયુવાન અને સૌંદર્યવતી ઘણી સ્ત્રીએ જોવા મળશે. એને જોઈને તમારું મન કેમ સ્થિર રહેશે ? તમે જે જે સ્ત્રીઓને જશે અને તેનામાં ભેગ ની અભિલાષા કરશો તે વાયુથી સદા કંપાયમાન હડ નામની નિર્મળ વનસ્પતિની માફક ચંચળ સ્વભાવના બની જશે. આ વાતથી કહેવાનો આશય એ છે કે સંસાર રૂપ અટવીમાં વિષયવાસના રૂપ વાયુથી કંપાયમાન ચિત્તવાળા થવાથી શાંતિને પ્રાપ્ત કરી શકશે નહિ. રાજેમતી રહનેમિને આવા તલવારની ધાર જેવા તીણ વચને કહે છે. જેમ હાથી સીધે ન ચાલે તે મહાવત એને અંકુશ મારે છે તેમ રાજેમતી પણ વિષયવાસનાથી મન્મત્ત બનેલા રહનેમિને તીકણ વચને રૂપી અંકુશ મારે છે. આટલું બધું રાજેમતી બેલે છે તે પણ રહનેમિ બિલકુલ ઉગ્ર થતા નથી, કારણ કે ગમે તે પડવાઈ થયે છે પણ ઉત્તમ કુળને દીકરે છે, એટલે આવા શબ્દો સાંભળીને મનમાં એમ નથી થતું કે સ્ત્રી જાતિ થઈને મને આવા
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy