________________
tot
શારદા સુવાસ મેકલવાની રાખે. જે તમારા બાળકે ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરશે તે તમને પણ સુખે રહેવા દેશે પણ જે જ્ઞાન નહિ હોય તે તમારી સાથે પ્રેમથી નહિ રહી શકે, માટે સંતાનને જ્ઞાન આપવા માટે ખૂબ તકેદારી રાખે. જ્ઞાન એ તે આંખ સમાન છે. તમે કહો છો ને કે “આંખ વિના અંધારું” દુનિયામાં આંખ છે તે બધું જ છે. આંખની શરમ પડે છે. આંખ ગઈ એની શરમ ગઈ જે તમને દ્રવ્ય આંખ વિના પણ આટલું દુઃખ સાલે છે તે પછી ભાવ આંખ-જ્ઞાન વિન કેટલું દુઃખ થવું જોઈએ? સુભાષિતકારો પણ કહે છે કે જ્ઞાનં ફોનનમ્ ! જ્ઞાન એ દુનિયાની આંખ છે. આપણે જૈન શાસ્ત્રોમાં બૃહદક૫ભાષ્યમાં પણ કહ્યું છે કે “યં તરૂચ જવું”. સૂત્રજ્ઞાન એ ત્રીજું નેત્ર છે. બે નેત્ર તે દરેક મનુષ્યને હોય છે પણ જ્ઞાન એ ત્રીજું નેત્ર છે. જ્ઞાન દ્વારા જીવ સંસારના સ્વરૂપને સમજી શકે છે. શુભાશુભ કર્મોનું બંધન કઈ રીતે થાય છે ને કઈ રીતે એ બંધને તૂટે છે તે વાત જ્ઞાન દ્વારા સમજી શકાય છે.
આજે બધે ધર્મક્રિયાઓમાં ભેળસેળ કેમ ચાલે છે? સામાયિક કેવી હોવી જોઈએ તેનું કંઈક ને જ્ઞાન નથી, એટલે સામાયિકમાં વિના પ્રજને હરફર કરવી, વાતેના ગપાટા હાંકવા આ બધું કરે છે પણ જો એવું જ્ઞાન હોય કે મારી સામાયિક શા માટે છે? મારે સામાયિક કરવાનું શું પ્રજન છે? કેટલા દેશે ટાળીને સામાયિક કરવી જોઈએ? આવું જ્ઞાન હોય તે સાચી સામાયિક કરી શકાય. એ સામાયિકમાં તમને અલૌકિક રાતે આવશે. જ્ઞાન સહિત ક્રિયા કરવાથી મહાન ફળની પ્રાપ્તિ થાય છે. સામાયિક કેટલા દેષ ટાળીને કરવાની તે વાત તે તમે જાણે છે ને ? દશ મનના, દશ વચનના ને બાર કાયાના એ બત્રીસ દેષ ટાળીને જે સામાયિક થાય તે શુદ્ધ સામાયિક છે. એ બે ઘડીની સામાયિકમાં મહાન કર્મોની નિર્જરા થાય છે. તપ કરે, દયા પાળે, સામાયિક-પ્રતિકમણું આદિ ગમે તે ક્રિયાઓ કરે પણ જે જ્ઞાન સહિત કરશે તે અ૫કિયા પણ મહાન ફળદાયી નીવડશે.
જ્ઞાની આત્મા દુઃખમાં પણ સુખ શોધે છે અને અજ્ઞાની આત્મા સુખમાં પણ દુઃખ શેળે છે. જ્ઞાની આત્મા કર્મના ઉદયથી કદાચ ગરીબ બની ગયે હશે અને ઝુંપડીમાં રહીને રેટીને દાળ ખાતે હશે ત્યારે એ પિતાનાથી નીચી કક્ષાના માણસે તરફ દષ્ટિ કરશે અને વિચાર કરશે કે મારે તે રહેવા માટે શું પડી છે ને મારું શરીર સારું છે તે હું મહેનત કરીને જેટલી ને દાળ પેટ ભરીને ખાઉં છું પણ જેને બિચારાને રહેવા ઝુંપડી નથી, ખાવા અન્ન નથી ને પહેરવા કપડા નથી એવા નિરાધાર માણસનું શું થતું હશે ? શ્રેણુક મહારાજાને કેણીકે જેલમાં પૂર્યા અને ચાબુકના માર મારવા લાગ્યો ત્યારે એમની જ્ઞાનદષ્ટિએ એ જ વિચાર કર્યો કે મેં તે જીવતા જીવને વિધી નાંખ્યા છે. એમના જીવ અને કાયા જુદા કરાવ્યા છે. આ મને એવું તે નથ કરતે ને? માત્ર ચાબખા જ મારે છે ને મને